Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. તેથી અનુક્રમે પુરુષ અને બુદ્ધિ ભોક્તા અને ભોગ્ય સ્વરૂપે અવસ્થિત છે. એ બંન્નેની એકતા અસ્મિતા છે.. ઇત્યાદિ સમજી લેવું જોઈએ. પાતંજલયોગસૂત્ર(૨-૬)માં જણાવ્યું છે કે દગુદર્શનશક્તિઓની એકતા જેવો પરિણામ અસ્મિતા છે.
સુખના જાણકારનો સુખના અનુસ્મરણપૂર્વકનો સુખના સાધનને વિશે જે તૃષ્ણાસ્વરૂપ લોભનો પરિણામ છે, તેને રાગ કહેવાય છે; જે સર્વવિદિત છે. એનું સ્વરૂપ વર્ણવતાં પાતંજલયોગસૂત્ર(૨-૭)માં જણાવ્યું છે કે સુખના અનુભવ પછી અંતઃકરણમાં રહેલો અભિલાષા-સ્વરૂપ જે પરિણામ છે; તેને રાગ કહેવાય છે.
દુઃખના જાણકારનો દુઃખના સ્મરણપૂર્વકનો દુઃખના સાધનને વિશે જે નિંદાત્મક પરિણામ છે, તેને દ્વેષ કહેવાય છે, જેનું સ્વરૂપ વર્ણવતાં પાતંજલયોગસૂત્રમાં(૨-૮માં) જણાવ્યું છે કે દુઃખભોગની પછી અંતઃકરણમાં રહેલો જે દુઃખવિષયક ક્રોધ છે, તેને દ્વેષ કહેવાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધાય છે. ર૫-૧લા હવે અભિનિવેશક્લેશનું સ્વરૂપ વર્ણવાય છે–
विदुषोऽपि तथारूढः, सदा स्वरसवृत्तिकः ।
शरीराद्यवियोगस्याभिनिवेशोऽभिलाषतः ॥२५-२०।। विदुषोऽपीति-विदुषोऽपि पण्डितस्यापि तथारूढः पूर्वजन्मानुभूतमरणदुःखाभाववासनाबलादयः समुपजायमानः । शरीरादीनामवियोगस्याभिलाषतः शरीरादिवियोगो मे मा भूदित्येवंलक्षणादभिनिवेशो भवति । सदा निरन्तरं स्वरसवृत्तिकोऽनिच्छाधीनप्रवृत्तिकः । तदुक्तं-“स्वरसवाही विदुषोऽपि तथारूढोડિિનવેશ:” તિ રિ-૧] આરિ-૨૦||
“શરીરાદિના અવિયોગની અભિલાષાના કારણે વિદ્વાનોને પણ તેવા પ્રકારનો અનાદિકાળના અભ્યાસવાળો સદાને માટે અભિનિવેશ હોય છે." - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વજન્મોમાં અનુભવેલા મરણના દુઃખના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારના બળથી ભયસ્વરૂપ અભિનિવેશ ઉત્પન્ન થાય છે. વિદ્વાન જાણે છે કે શરીરાદિ અનિત્ય છે, અવશ્ય જવાનું છે, રહેવાનું નથી. આમ છતાં મૂર્ખની જેમ તેને થાય છે કે “મને શરીરાદિનો વિયોગ ન થાય.” આવા અધ્યવસાયનું મુખ્ય કારણ પૂર્વના તાદશ સંસ્કારો છે, જેથી ભયસ્વરૂપ એ અભિલાષ જન્મે છે. આવા સંયોગોમાં અનંતજ્ઞાનીઓ એને સમજાવે છે કે એ અભિલાષ ખોટો છે. શરીરાદિ આત્માથી ભિન્ન છે. આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. એના વિયોગથી આત્માને કોઈ નુકસાન નથી... વગેરે સમજાવે તોય શરીરાદિના અવિયોગનો અભિનિવેશ જતો નથી. એ સદાને માટે નિરંતર સ્વરસવાહી(સ્વાભાવિક) છે. ઈચ્છા ન હોવા છતાં અનાદિકાલીન કુસંસ્કારોથી એ અભિનિવેશ થયા જ કરે છે. એ પ્રમાણે જણાવતાં પાતંજલયોગસૂત્રમાં (૨
એક પરિશીલન