Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
धुवेक्षणेऽपीति-धुवेक्षणेऽपि धुवात्मदर्शनेऽपि न प्रेम समुत्पत्तुमुत्सहते । निवृत्तमुपरतम् । उपप्लवात् सङ्क्लेशक्षयाद् विसभागपरिक्षयाभिधानात् । ज्ञाने ग्राह्याकार इव भवन्मते । उपप्लववशाद्धि तत्र तदवभासस्तदभावे तु तन्निवृत्तिरिति । तथा च सिद्धान्तो वः-“ग्राह्यं न तस्य ग्रहणं न तेन, ज्ञानान्तरग्राह्यतयापि शून्यम् । तथापि च ज्ञानमयः प्रकाशः, प्रत्यक्षरूपस्य तथाविरासीद् ।।१।।” इति । अन्यथोपप्लवं विनापि धुवात्मदर्शनेन प्रेमोत्पत्त्यभ्युपगमे तत्रापि त्वन्मतप्रसिद्धात्मन्यपि तत्प्रेम भवेद्, आत्मदर्शनमात्रस्यैव लाघवेन प्रेमहेतुत्वाद्, धुवत्वभावनमेव मोहादिति तु स्ववासनामात्रमिति न किञ्चिदेतत् ॥२५-११॥
“ધુવાત્મદર્શનમાં પણ સ્નેહ થતો નથી. કારણ કે ઉપપ્લવના અભાવના કારણે જ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ સ્નેહવિરામ પામે છે. અન્યથા ક્ષણિક આત્મવાદીને પણ તે પ્રસંગ આવે છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ધ્રુવ (સ્થિર-નિત્ય) એવા આત્મદર્શનમાત્રથી પ્રેમ ઉત્પન્ન થવાના ઉત્સાહવાળો નથી. કારણ કે જેને બૌદ્ધો વિસભાગ કહે છે, તેના પરિક્ષય સ્વરૂપ સંક્લેશક્ષય થવાથી અર્થાત્ સંક્લેશસ્વરૂપ ઉપપ્લવનો અભાવ થવાથી ધૃવાત્મદર્શનમાં પણ સ્નેહ થતો નથી. તમારા મતમાં બૌદ્ધમતમાં) વિભાગનો ક્ષય થવાથી જ્ઞાનમાં બાહ્ય ઘટ-પટાદિ સ્વરૂપ ગ્રાહ્યાકાર જેમ નિવૃત્ત થાય છે, કારણ કે ઉપપ્લવ(વિસભાગક્લેશ)ના કારણે જ્ઞાનમાં ગ્રાહ્યાકારનો અવભાસ થાય છે અને વિસભાગ-ઉપપ્લવના અભાવમાં ગ્રાહ્યાકારની પણ નિવૃત્તિ થાય છે તેમ ઉપપ્લવના અભાવથી સ્નેહની પણ નિવૃત્તિ થાય છે.
બૌદ્ધોએ આ વિષયમાં જણાવ્યું છે કે - “શુદ્ધજ્ઞાનનું કોઈ ગ્રાહ્ય (વટાદિ વિષય) નથી. તે જ્ઞાનથી કોઈનું ગ્રહણ થતું નથી. તેમ જ આ શુદ્ધ જ્ઞાન, બીજા કોઈ જ્ઞાનનું ગ્રાહ્ય ન હોવાથી જ્ઞાનાંતરગ્રાહ્યતાથી શૂન્ય છે. તોપણ પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનમય પ્રકાશ વિદ્યમાન હોવાથી શૂન્યવાદ (સર્વથા શૂન્યવાદ) નથી...” આથી સમજી શકાશે કે વિભાગનો ક્ષય થવાથી જ્ઞાન હોવા છતાં ગ્રાહ્યાકાર જેમ હોતો નથી; તેમ ધૃવાત્મદર્શન હોવા છતાં ઉપપ્લવના અભાવના કારણે સ્નેહ થતો નથી. અન્યથા ઉપપ્લવ ન હોય તોય પૃવાત્મદર્શનથી પ્રેમ થાય છે – એમ માનવામાં આવે તો ત્યાં તમારા મતમાં (બૌદ્ધાભિમતમાં) પ્રસિદ્ધ એવા આત્મામાં પણ પ્રેમની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.
યદ્યપિ બૌદ્ધો આત્માને ધ્રુવ માનતા ન હોવાથી ધૃવાત્મદર્શનથી પ્રેમની ઉત્પત્તિનો પ્રસંગ તેમને નથી. પરંતુ સ્નેહની પ્રત્યે કૃવાત્મદર્શનને કારણે માનવાની અપેક્ષાએ આત્મદર્શનને કારણ માનવામાં લાઘવ છે અને તેથી પ્રેમની ઉત્પત્તિની પ્રત્યે આત્મદર્શનને કારણ માનવાનું ઉચિત હોવાથી બૌદ્ધોને પણ આત્મદર્શનથી સ્નેહોત્પત્તિનો પ્રસંગ અનિવાર્ય છે. યદ્યપિ આત્મદર્શનમાત્રથી પ્રેમની ઉત્પત્તિ થતી નથી. તેની સાથે મોહ હોવાથી તે થાય છે. આત્મા ક્ષણિક હોવા છતાં તેમાં ધૃવત્વની ભાવના મોહથી જ થાય છે. તેથી ધૃવાત્મદર્શનમાં અવશ્ય સ્નેહની ઉત્પત્તિ થાય છે. ક્ષણિકાત્મવાદીને તો એવો મોહ ન હોવાથી તેમને પ્રેમોત્પત્તિનો પ્રસંગ આવતો નથી. પરંતુ “મોહથી આત્માના ધૃવત્વનું ભાન કરાય છે.” - આ વાત બૌદ્ધો પોતાની વાસનાથી કરે છે,
ક્લેશતાનોપાય બત્રીશી