Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આત્મત્વને નહીં જોનારા બુદ્ધિમાનને, આત્માના વિષયમાં સ્નેહ ઉત્પન્ન થતો નથી. તેમજ આત્માના વિષયમાં પ્રેમ ન હોય તો કોઈ પણ; સુખના હેતુ એવા રૂપાદિને વિશે દોડતું-પ્રવર્તતું નથી.
આથી સમજી શકાશે કે આત્મદર્શન વૈરાગ્યનું વિરોધી હોવાથી મુક્તિનો હેતુ નૈરામ્ય (આત્માભાવ) દર્શન જ છે. સ્થિર એવો આત્મા હોય અને તેથી તેમાં પ્રેમ હોય તો વૈરાગ્યનો સંભવ જ નથી. એ સ્થિતિમાં રાગવાળો આત્મા હોવાથી તે ક્યારે ય મુક્ત નહીં થાય. આથી આત્મદર્શન કરનારા માટે મુક્તિનો ત્યાગ જ અવશિષ્ટ છે. કારણ કે આત્મદર્શન સ્વરૂપ વજપાતથી મુક્તિ ઉપહત બને છે... ઇત્યાદિ બૌદ્ધોની માન્યતા છે. ૨૫-૫
एतद्रूषयति
નૈરાશ્યદર્શનથી ઉપર જણાવ્યા મુજબ ક્લેશની હાનિ થાય છે... ઇત્યાદિ બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરાય છે
नैरात्म्याऽयोगतो नैतदभावक्षणिकत्वयोः ।
आद्यपक्षेऽविचार्यत्वाद्, धर्माणां धर्मिणं विना ॥२५-६॥ नैरात्म्येति-एतदन्येषां मतं न युक्तम् । अभावक्षणिकत्वयोरादात्मना विकल्पमानयोः सतो:रात्म्यायोगतः । आद्यपक्षे आत्मनोऽभावपक्षे धर्मिणमात्मानं विना धर्माणां सदनुष्ठानमोक्षादीनामविचार्यत्वाद्विचारायोग्यत्वात् । न हि वन्ध्यासुताभावे तद्गतान् सुरूपकुरूपत्वादीन् विशेषांश्चिन्तयितुमारभते कश्चिदिति |રક-દા.
“આત્માનો અભાવ છે કે આત્માનું ક્ષણિકત્વ છે : આ બે વિકલ્પો આત્માને આશ્રયીને કરવામાં આવે તો બંન્ને વિકલ્પમાં નૈરામ્ય સંગત ન હોવાથી તેના દર્શનથી મુક્તિ થાય છે એવી બૌદ્ધોની માન્યતા યુક્ત નથી. પ્રથમ વિકલ્પમાં તો ધર્મી વિના ધર્મની વિચારણા જ શક્ય નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્યર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે નૈરાભ્યદર્શનથી મુક્તિ થાય છે એ ત્યારે કહી શકાય કે જ્યારે નૈરાભ્ય સંગત હોય. બૌદ્ધોને પૂછવું જોઈએ કે આત્માનો સર્વથા અભાવ છે તેથી નૈરાભ્ય છે? કે આત્મા ક્ષણિક છે માટે નૈરામ્ય છે? બંન્ને પક્ષમાં નૈરાભ્ય ઉપપન્ન નથી. આત્માનો અભાવ છે આ પ્રથમ પક્ષ(વિકલ્પ)નો સ્વીકાર કરાય તો ધર્મી આત્માનો જ જ્યાં અભાવ હોય; ત્યાં તેના સદનુષ્ઠાન અને મોક્ષ વગેરે ધર્મોનો વિચાર કરવાનું જ કઈ રીતે શક્ય બને ? કારણ કે વંધ્યાનો પુત્ર ન હોવાથી તે સુંદર રૂપવાળો છે કે ખરાબ રૂપવાળો છે... ઇત્યાદિ ધર્મ સ્વરૂપ તેના વિશેષની વિચારણા કરવાની શરૂઆત કોઈ કરતું નથી... એ સ્પષ્ટ છે. જો આત્મા જ ન હોય તો તેના નિરીક્ષણથી તૃષ્ણા થાય છે અને આત્માના અભાવના દર્શનથી મુક્તિ થાય છે... ઈત્યાદિ કથન તદ્દન અયુક્ત છે. ૨૫-દી
ક્લેશણાનોપાય બત્રીશી