Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
થયેલી પ્રવૃત્તિ હોય છે. સર્વથા વિશુદ્ધ(ઇચ્છામાત્રથી રહિત) હોવાથી “એ પ્રવૃત્તિ કરવી છે... ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાય પણ હોતો નથી. તેથી પ્રવૃત્તિવાસક(પ્રયોજક) એવા ચિત્તનો અભાવ હોય છે. તેને લઈને અહીં પ્રવૃત્તિ, પ્રવૃત્તિના આશયથી ઉત્તીર્ણ(રહિત) હોય છે.. ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૨૪-૨૬ll સમાધિસ્વરૂપ યોગાંગનું નિરૂપણ કરાય છે
स्वरूपमात्रनिर्भासं, समाधि ानमेव हि ।
विभागमनतिक्रम्य, परे ध्यानफलं विदुः ॥२४-२७॥ स्वरूपेति-स्वरूपमात्रस्य ध्येयस्वरूपमात्रस्य निर्भासो यत्र तत्तथा । अर्थाकारसमावेशेन भूतार्थरूपतया न्यग्भूतज्ञानस्वरूपतया च ज्ञानस्वरूपशून्यतापत्ते ानमेव हि समाधिः । तदुक्तं-“तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः” इति [३-३] । विभागमष्टाङ्गो योग इति प्रसिद्धमनतिक्रम्यानुल्लङ्घ्य परे ध्यानफलं समाधिरिति विदुः ।।२४-२७।।
સ્વરૂપમાત્રનો નિર્માસ જેમાં છે એવા ધ્યાનને જ સમાધિ કહેવાય છે. અષ્ટાંગ યોગ છે – આ પ્રમાણેના યોગના વિભાગને આશ્રયીને ધ્યાનના ફળને કેટલાક વિદ્વાનો સમાધિ કહે છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ધ્યાનવિશેષ જ સમાધિ છે અને જ્ઞાનવિશેષ સ્વરૂપ ધ્યાન છે. ગ્રાહ્ય(જ્ઞાનના વિષયો અર્થના ગ્રહણથી ભૂતાર્થ (વિષયાકાર) સ્વરૂપ જે જ્ઞાનસ્વરૂપ છે તે સ્વરૂપવિશેષ ધ્યાન છે. ધ્યાનમાં જ્ઞાન અને શેય(ધ્યેય)નો પ્રતિભાસ હોય છે; પરંતુ જયારે અભ્યાસથી જ્ઞાનનું સ્વરૂપ તિરોહિત થવાથી માત્ર ધ્યેયનો જ પ્રતિભાસ થાય છે, ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. અર્થાત્ ધ્યાન જ જ્યારે અભ્યાસથી પોતાના ધ્યાનાકારને છોડીને માત્ર ધ્યેયસ્વરૂપે પ્રકાશિત થાય છે, ત્યારે તે ધ્યાનને સમાધિ કહેવાય છે. આથી સમજી શકાય છે કે ધ્યાનમાં ધ્યેય તથા ધ્યાનનું ભાન હોય છે અને સમાધિમાં માત્ર ધ્યેયનો જ નિર્માસ હોય છે. અર્થાતુ ધ્યેયના સ્વરૂપમાં અનુગત થયેલા ધ્યાનનું ધ્યેયસ્વરૂપે ભાન થાય છે. આ વાતને જણાવતાં યોગસૂત્રમાં (૩-૩માં) જણાવ્યું છે કે, “તે પૂર્વે વર્ણવેલું, અર્થ(પ્લેય)માત્રના નિર્માસન કરનારું અને પોતાના ધ્યાનાકારસ્વરૂપથી શૂન્ય એવું જે ધ્યાન છે – તેને સમાધિ કહેવાય છે.
ઉપર જણાવ્યા મુજબ ધ્યાનવિશેષને સમાધિસ્વરૂપે વર્ણવવાથી અષ્ટાંગ યોગના વિભાગનું અતિક્રમણ થાય છે. કારણ કે સમાધિને ધ્યાનવિશેષસ્વરૂપ વર્ણવવાથી યોગનાં અંગ સાત જ થાય છે. તેથી યોગના વિભાગનું અતિક્રમણ ન થાય એ માટે કેટલાક બીજા યોગના જાણકારો ધ્યાનના ફળ સ્વરૂપે સમાધિને વર્ણવે છે, જે સમતાદિ સ્વરૂપ છે.. ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. // ૨૪-૨થી
૨૮
સદ્દષ્ટિ બત્રીશી