________________
જ ક ક ક ક ન
+ * * * * * * * * બાઘાર્થસિદ્ધિ * * * * * *
*
*
* *
*
* *
* * *
ઉત્તરપક્ષ:- આ કથન યોગ્ય નથી. નીલજ્ઞાનમાં કારણભૂત નીલજ્ઞાન અને પીતાદિજ્ઞાનાન્તરમાં કારણભૂત નીલજ્ઞાન આ બને જ્ઞાનમાં કોઈ સ્વરૂપભિન્નતા નથી. અર્થાત બને એકસરખા છે. તેથી સ્વયેતકૃત વૈશિષ્ટટ્ય અસિદ્ધ છે. પ૭૦૪
આ જ અર્થનું વિવરણ કરે છે.
नीलक्खणजणगातो जाओ तस्सेव जुज्जई हेऊ ।
भेदगभावाभावा अतीतनीलक्खणा जह उ ॥७०५॥
(नीलक्षणजनकाद् जातास्तस्यैव युज्यते हेतवः । भेदकभावाभावादतीतनीलक्षणा यथा तु ॥) यथा अतीतनीलक्षणा-अतीतनीलज्ञानक्षणा नीलज्ञानक्षणजनकाद्धेतोर्जाताः सन्तस्तस्यैव-नीलज्ञानक्षणस्य हेतवोऽभवन् तथा विवक्षितो नीलज्ञानक्षणो नीलज्ञानक्षणजनकाद्धेतोर्जातः सन् तस्यैव नीलज्ञानक्षणस्य हेतुर्युज्यते, न पीतादिज्ञानस्य । कुत इत्याह-'भेदकभावाभावात्' भेदकं यद्भावान्तरं तस्याभावात् ॥७०५॥
ગાથાર્થ:- જેમ અતીતનીલજ્ઞાનક્ષણો નીલજ્ઞાનક્ષણજનક હેતુથી ઉત્પન્ન થાય છે, અને તે નીલજ્ઞાનક્ષણનાં જ હેતુઓ થાય છે. તે જ પ્રમાણે વિવક્ષિત નીલજ્ઞાનક્ષણ પણ નીલજ્ઞાનક્ષણજનક હેતુથી જ ઉત્પન્ન થઇ છે. તેથી તે નીલજ્ઞાનક્ષણના જ હેતતરીકે યોગ્ય છે. પીતવગેરેજ્ઞાનના હેત તરીકે નહીં. કારણ કે ભેદ પાડનાર ( ભેદક) કોઇ અન્ય ભાવ હાજર નથી. અર્થાત વિવક્ષિત નીલજ્ઞાનક્ષણમાં પૂર્વનીલજ્ઞાનક્ષણોથી ભેદ ઊભો કરનાર(=વૈશિષ્ટયજનક) કોઈ અન્ય હેતુ સ્વીકાર્યો નથી કે જેથી એ વિવણિતનીલજ્ઞાનક્ષણ જ પીતજ્ઞાનનો હેત બને અને અન્ય નીલજ્ઞાનક્ષણ નહીં' એવો ભેદભાવ ઊભો થાય. ૭૦પા
कालो उ भेदगो चेव तब्भावे कह ण बज्झसिद्धित्ति ? ।
नाणंतरंपि भिन्नाभिन्नद्धमजुत्तमेजत्तं (मेगंता) ॥७०६॥ (कालस्तु भेदक एव तद्भावे कथं न बाह्यसिद्धिरिति ?। ज्ञानान्तरमपि भिन्नाभिन्नाद्धमयुक्तमेकान्तेन ॥ कथमुच्यते भेदकभावाभावो ? यावता अस्ति कालो भेदकः, तथाहि-विवक्षितं चरमं नीलज्ञानमिदानीतनक्षणवर्ति ततः पीतादिज्ञानहेतुः, शेषाणि तु तदन्यक्षणवर्तीनि ततो नीलज्ञानस्यैव तानि कारणानि इति चेत् ? ननु तद्भावे कथं न बाह्यार्थसिद्धिः ? तस्यापि (कालस्यापि) बाह्यार्थत्वात् । स्यादेतत्, न कालो भेदकः, किंतु ज्ञानान्तरमेव, ततो नोक्तदोषप्रसङ्ग इति । अत आह– 'णाणंतरंपीत्यादि' ज्ञानान्तरमपि तद्भेदकत्वेनाभ्युपगम्यमानं भिन्नाद्धं-भिन्नकालमभिन्नाद्धम्-अभिन्नकालं वा एकान्तेनायुक्तमेव । तथाहि-नाभिन्नाद्धं ज्ञानान्तरं भेदकं युक्तं, समकालभावितया परस्परमुपकार्योपकारकत्वाभावात्। भिन्नाद्धमपि ज्ञानान्तरं यावद्विवक्षितनीलज्ञानोपादनस्य वैशिष्ट्यं नाधत्ते तावन्न विवक्षितनीलज्ञानस्य भेदकं युक्तम, उपादानस्य ततः सकाशात् विशेषाभावे फले विशेषायोगात्, उपादानस्य च ततो ज्ञानान्तराद्विशेषो न युक्तः, समकालभावित्वादिति, एतच्च 'वइसिटुंपि न जुज्जइ खणिगत्ते कारणस्सेत्यादिना' ग्रन्थेन विस्तरतः प्रागभिहितमिति नेह पुनः प्रतायते । तन्न ज्ञानान्तरमपि भेदकं युक्तमिति कथं विवक्षितं नीलज्ञानं पीतादिज्ञानहेतुरुपपद्यते? ॥७०६॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- કાલ ભેદકતરીકે હાજર છે. જુઓ વિલિત ચરમ નીલજ્ઞાન વર્તમાનક્ષણે રહ્યું છે. તેથી તે પીતાદિ જ્ઞાનમાં હેત છે. જયારે શેષ નીલજ્ઞાનો તો વર્તમાનક્ષણથી ભિન્ન ક્ષણો (Fપૂર્વક્ષણોમાં) રહેલા છે. તેથી તેઓ નીલજ્ઞાનમાં જ હેતુઓ છે. આમ કાલ ભેદકરૂપે હાજર છે તેથી ભેદકનો અભાવ કહેવો યોગ્ય નથી.
ઉત્તરપt:- જો કાલનો ભાવ (=અસ્તિત્વ) હોય, તો બાહ્યર્થ કેમ ન હોય? અર્થાત બાહ્યર્થ હોવો જ જોઈએ. કેમ કે કાલ પણ જ્ઞાનક્ષણોથી ભિન્ન હોવાથી હકીકતમાં બાધ્યાર્થરૂપ જ છે.
જ્ઞાનવાદી:- કાલ ભેદક નથી. પરંતુ જ્ઞાનાન્સર જ ભેદક છે. તેથી કથિત દોષને અવકાશ નથી. * ઉત્તરપક્ષ:-ભેદકતરીકે સ્વીકારેલું આ જ્ઞાનાન્સર પણ સમકાલીન હોય કે ભિન્નકાલીન હોય, તો પણ એકાને અયોગ્ય જ છે. જૂઓ સમકાલીન જ્ઞાનાન્તર ભેદકતરીકે સમર્થ નથી, કારણ કે સમકાલે રહેલું હોવાથી પરસ્પર ઉપકારી(ઉપકાર કરનાર) ઉપકાર્ય(ઉપકારયોગ્ય) ભાવ સંભવે નહીં. કારણ કે સમકાલીન બે વસ્તુવચ્ચે ઉપકાર્ય–ઉપકારભાવ અસિદ્ધ છે. ભિન્નકાલીન જ્ઞાનાન્નર જયાં સુધી વિવક્ષિતનીલજ્ઞાનના ઉપાદાનમાં વૈશિટ્સનું આધાન ન કરે, ત્યાં સુધી તે વિવલિત નીલજ્ઞાનના ભેદક તરીકે યોગ્ય નથી. કારણ કે જો ઉપાદાનમાં તેનાથી (=ભેદકજ્ઞાનાન્તરથી) વિશેષની પ્રાપ્તિ ન થાય, તો ઉપાદાનના ફળમાં પણ વિશેષનો વૈશિસ્યનો) યોગ સંભવે નહીં. તેથી ઉપાદાનમાં પણ વિશેષનું આધાન આવશ્યક છે. પરંતુ એ ભેદકથી ઉપાદાનમાં * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 73 * * * * * * * * * * * * * * *