Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 309
________________ * * * * * * * * * * * * * * * * * * સર્વત્ર સિદ્ધિ * * * * * * * * * * * * * * * પર માઠું – અહીં બૌદ્ધ કહે છે. पुत्तस्स नो भविस्सइ गहणे सति तस्स जुज्जए एतं । अन्नस्स चिगिच्छाए पउणइ अन्नो न लोगम्मि ॥११८४॥ (पुत्रस्य नो भविष्यति ग्रहणे सति तस्य युज्यते एतत् । अन्यस्य चिकित्सायां प्रगुणीभवति (प्रगुणयति) अन्यो न लोके ॥) यथा इदं धनं भाविनि काले ममानुपयोगीति जानन्नपि पिता पुत्रस्य-आत्मजस्य न:-अस्माकं भविष्यतीति बुद्ध्या , तदुपार्जनं प्रति प्रयतते, तद्वदिहापि मत्संतानभावी परंपरया उत्तरः क्षणो रागादिक्लेशविमुक्तो भविष्यतीति जानन् । रागादिप्रहाणहेतुभावनायां यतत इति । अत्राह- 'गहणे सइ तस्स जुज्जए एयं' ति तस्य पुत्रस्य ग्रहणे-दर्शने सति पुत्रस्य नो भविष्यतीत्येतत्संकल्पनं पितर्यज्यते नान्यथा, लोके तथा दर्शनात्, नचेह स्वसंतानवर्त्तिनो भाविन उतरक्षणस्य विवक्षितज्ञानक्षणेन ग्रहणमस्ति, तत्कथं स तन्निमित्तं रागादिप्रहाणाय यतेतेति । अन्यच्च, लोके न अन्यस्य एकान्तविलक्षणस्य चिकित्सायां क्रियमाणायामन्यः प्रगुणीभवति, तथादर्शनाभावात्, तत्कथमिह विवक्षितक्षणचिकित्सायामुत्तरक्षण एकान्तनिर्मलो भवेत् । ननु च लोके पितुर्नीरोगतायां सत्यां तेन तथारूपेण जनितस्य पुत्रस्यापि नीरोगता दृष्टा, तथाऽविगानेन प्रतीतेः। "मिताशनं षट् सुगुणा भजन्ते आरोग्यमायुश्च वपुर्बल च । अनाविलं चास्य भवत्यपत्यं न चैनमायून इति क्ष(क्षि)पन्ती" त्यादिवचनाच्च । तत्कथमिह रागादिप्रहाणहेतुभूतभावनया विशद्धयमानाद विवक्षितक्षणादत्तरक्षण एकान्तनिर्मलो न भवेदिति? तदयुक्तम्, दृष्टान्तदाान्तिकयोरत्यन्त वैषम्यात्। पुत्रे हि पितृवीर्यस्यान्वयोऽस्ति तत्पुद्गलानामेव पुत्रशरीरतया परिणममानत्वात्, ततस्तत्र पितृनीरोगतया पुत्रस्य नीरोगता भवन्ती न विरुध्यते, इह तु प्राक्क्षणस्य निरन्वयविनाशितया निर्मूलत एवापगमे सति कथं तद्विशुद्धेरुत्तरस्य विशुद्धिर्भवेत् ? मा प्रापदतिप्रसङ्ग इति यत्किंचिदेतत् ॥११८४॥ ગાથાર્થ:- પૂર્વપલા:- “આ ધન મને ભવિષ્યમાં ઉપયોગી નહીં થાય' એમ જાણવા છતાં પિતા “અમારા પુત્રને કામ લાગશે એવી બુદ્ધિથી ધન કમાવવા મહેનત કરે છે. તે જ પ્રમાણે અહીં પણ પરંપરાએ મારી સંતાનવર્તી ઉત્તરક્ષણ રાગાદિના કલેશથી મુક્ત થશે એવું જાણીને જ રાગાદિના ક્ષયમાટે ભાવનામાં યત્ન કરે તે સંભવે છે. (ગરીબ બાપ પણ પોતાના પુત્રને કરોડપતિ બનાવવાના કોડ કરે અને પ્રયત્ન કરે તે સંભવિત છે.) ઉત્તરપક્ષ:- પિતા પોતાના પુત્રના દર્શન થાય ત્યારે “અમારા પુત્રને કામ લાગશે' એ સંકલ્પ કરે તે બરાબર છે, પણ પત્રનું મોંએ ક્યારે જોયું નથી, ને એના માટે ઉપયોગી થવાની ચિંતા કરે તે બરાબર નથી. લોકોમાં પણ એમ જ દેખાય છે. (હજી પુત્રના તો કોઈ એધાણ નથી ને અત્યારથી જ તેના ભાવીની ચિંતા કરનાર બુદ્ધિમાન ન ગણાય.. શેખચલ્લી જ ગણાય.) એજ પ્રમાણે અહીં પણ એ વિવલિત જ્ઞાનક્ષણ પોતાના સંતાનવર્તી ભાવીની ઉત્તરક્ષણને જોઈ શકતી નથી, તેથી કેવી રીતે તે ઉત્તરક્ષણ માટે રાગની હનિમાં પ્રયત્ન કરે? વળી, લોકમાં એવું દેખાતું નથી કે અત્યંત વિલક્ષણ-ભિન્ન એવી એક વ્યક્તિની ચિકિત્સા કરવાથી અન્ય વ્યક્તિ સારી-નિરોગી થાય. તેમ અહીં પણ વિવલિતક્ષણની ભાવનારૂપ ચિકિત્સાથી તેથી અત્યન્ત વિલક્ષણ ઉત્તરક્ષણ સંપૂર્ણ નિર્મળ થાય તે પણ શી રીતે બને? પૂર્વપક્ષ:- લોકમાં એમ દેખાય છે કે જે પિતા નિરોગી હોય તો એણે જન્મ આપેલો પુત્ર પણ નિરોગી હોય. આવી પ્રતીતિ વિરોધ વિના સિદ્ધ જ છે. છ સદ્ગુણો મિતાહારને વળગ્યા છે. (૧) આરોગ્ય (૨) આયુષ્ય (૩) શરીર (૪) બળ (૫) એના સંતાન નિરોગી હોય અને (૬) નબળા શરીર–પોષણવાળો માની કોઈ આક્રમણ કરતું નથી” આવું વચન છે. (અહીં મિતાહારથી નિરોગીના સંતાન પણ નિરોગી બતાવ્યા.) તો પછી રાગાદિના લયમાં હેતુભૂત ભાવનાથી વિશુદ્ધિ પામી રહેલી વિવલિત ક્ષણની ઉત્તરક્ષણ એકાન્ત નિર્મળ કેમ ન થાય? અર્થાત થાય જ. ઉત્તરપક્ષ:- આમ કહેવું બરાબર નથી. કેમકે દષ્ટાન્ત- દાન્તિકવચ્ચે સો ગજનું આંતરું છે. દેષ્ટાન્તમાં તો પુત્રમાં પિતાના વીર્યનો અન્વય થાય છે, કેમકે પિતાના વીર્યરૂપે રહેલા યુગલો જ પુત્રના શરીરરૂપે પરિણામ પામે છે. તેથી પિતા નિરોગી હોય તો પુત્ર પણ નિરોગી હોય તેમાં વિરોધ નથી. જયારે દાન્તિકમાં તો પૂર્વેક્ષણ નિરન્વયનાશ પામે છે. નિર્મળતયા દૂર થાય છે, તેથી તે ક્ષણની વિશુદ્ધિથી ઉત્તરક્ષણની વિશુદ્ધિ કેવી રીતે થાય? ન જ થાય, કે અતિપ્રસંગ આવશે. (અન્યસંતાનવર્તી ક્ષણોમાં પણ વિશુદ્ધિ આવવારૂપ અતિપ્રસંગ છે, કેમકે નિરન્વય સમાનતયા છે.) તેથી આ પક્ષ તુચ્છ છે. ૧૧૮૪ * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 262 * * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392