Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 370
________________ * * * * * * * * * * * * * * * * * સર્વસિદ્ધિ દ્વાર * * * * * * * * * * * * * * * * * ગાથાર્થ:- ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, મણિ અને પ્રદીપવગેરેની પ્રભા દ્રવ્ય છે. કેમકે યુગલરૂપ છે, ઘડવગેરેની જેમ ચક્ષથી ગ્રાહ્યા હોવાથી તથા “તમસ (=અંધકાર) છાયા, ઉધીત (ચંદ્રાદિનો પ્રકાશ) અને આતપ ( સૂર્યપ્રકાશ) એવા વચનના પ્રમાણથી પ્રભા મુદગલરૂપ છે. (આ વચન તત્વાર્થનું છે, તમસાદિની પુદગલરૂપતાનું પ્રતિપાદક છે.) અને પુદ્ગલરૂપ હોવાથી જ પ્રભા દ્રવ્યરૂપ છે. તેથી જ તે (પ્રભા) ચન્દ્રાદિથી ભિન્ન દ્રવ્યરૂ૫ છે, અને ચન્દ્રાદિને છોડી અન્યત્ર જતી હોય તેમાં વિરોધ નથી. પરંતુ જ્ઞાન આત્માને છોડી ન જઈ શકે, કેમકે ગુણરૂપ છે. તેથી ભિન્ન એવી પ્રભા આત્માથી અભિન્ન એવા જ્ઞાનોઅંગે પોતાના સ્વરૂપની જેમ યુનિ વહન કરતી નથી. અર્થાત સ્વતલ્ય યોગ–તેમનું આપાદન કરી શકતી નથી. (-પ્રભા દ્રવ્યરૂપ છે, માટે ભિન્ન છે, માટે ચંદ્રાદિને છોડીને જઈ શકે. પણ તે જ પ્રભાનું સ્વરૂપ દ્રવ્યરૂપ નથી, ગુણરૂપ છે, તેથી તે પ્રભાને છોડીને ન જઈ શકે. જ્ઞાન પણ ગુણરૂપ છે. એટલે દ્રવ્યરૂપ પ્રભા જેમ ગુણપ પોતાના સ્વરૂપઅંગે દેષ્ટાન્નરૂપ ન બની શકે તેમ જ્ઞાન માટે પણ દષ્ટાન્નરૂપ ન બની શકે.) તેથી ચંદ્રાદિપ્રભાનું દૃષ્ટાન્ન ઉપમા માત્ર જ છે તેમ નિર્ણય થાય છે. ૧૩૩૪ अस्मिन्नेव विषये कथंचित् परमताभ्युपगमेऽपि मतान्तरेणाविरोधं दर्शयति આ જ વિષયમાં કથંચિત પરમતના સ્વીકારમાં પણ મતાન્તરે વિરોધ નથી, તે બતાવે છે अन्ने सागारं खलु सव्वगतं पि हु कहंचि जंपति । विसयादिजोगतो च्चिय सियवादसुदिट्ठपरमत्था ॥१३३५॥ (अन्ये साकारं खलु सर्वगतमपि हु कथंचिद् जल्पन्ति । विषयादियोगत एव स्याद्वादसुदृष्टपरमार्थाः ॥ - अन्ये आचार्याः स्याद्वादसुदृष्ट परमार्था-अनेकान्तनीतिनिपुणा भगवतः केवलज्ञानं कथंचित् साकारं- विषयगताकारसंगतं तथा सर्वगतमपि-सद्भावतो विश्वगतमपि खलु जल्पन्ति। कथमित्याह-विषयादियोगतः-परिच्छेद्यपरिच्छेदकभावेन विषययोगतोऽशेषवस्तुयोगतश्चेत्यर्थः तत्खलु केवलज्ञानं साकारं, विषयगतस्याकारस्य तस्य तत्परिच्छेद्यतया तत्संबन्धित्वात् । तथा परिच्छेद्यपरिच्छेदकभावत एवाशेषवस्तुयोगतः सद्भावतोऽशेषवस्तुगतमपीति ॥१३३५॥ ગાથાર્થ:- સાદવાદ–અનેકાન્તની નીતિથી પરમાર્થને સારી રીતે જોનારા કેટલાક આચાર્યો કેવળજ્ઞાનને કથંચિત સાકાર-વિષયગતઆકારને અનુરૂપ તથા સદ્ભાવથી સર્વગત પણ કહે છે. કેમકે વિષયાદિનો યોગ છે. તાત્પર્ય:- જ્ઞાનનો વિષયસાથે પરિચ્છેદ્ય-પરિચ્છેદકભાવસંબંધ છે. વિષય પરિચ્છેદ્ય, જ્ઞાન=પરિચ્છેદક) કેવળજ્ઞાનનો આ સંબંધથી સઘળી ગ્ય વસ્તસાથે યોગ છે. તેથી વિષયગતઆકાર પણ કેવળજ્ઞાનનો તત્પરિચ્છેદ્યરૂપે (ત= કેવળજ્ઞાન, કેવળજ્ઞાનથી પરિચ્છેદ્વરૂપે) સંબંધી બનતો હોવાથી કેવળજ્ઞાન સાકાર છે. (અહીં સંબંધ આમ જોડી શકાય— વિષયાકાર પરિચ્છેદક કેવલજ્ઞાન વિષયાકાર પરિચ્છેદકતાવત કેવલજ્ઞાન (એટલે કે કેવલજ્ઞાનમાં વિષયાકાક્તરપરિચ્છેદકતા ધર્મ છે. આ ધર્મ જ સંબંધરૂપ બનશે. તેથી] પરિચ્છેદકતા સંબંધથી વિષયાકારવત કેવલજ્ઞાન. આમ કેવલજ્ઞાનને વિષયાકારવાળું માની શકાય.) આ જ પ્રમાણે પરિચ્છેદ્ય- પરિચ્છેદકભાવસંબંધથી કેવલજ્ઞાનનો અશેષવસ્તુ સાથે સંબંધ છે. તેથી કેવલજ્ઞાન સર્વપરિચ્છેદકરૂપે સદ્ભાવથી અશેષવસ્તગત છે. ૧૩૩પા ઉપયોગક્યચર્ચા इह च केवलज्ञानलाभे सति केवलज्ञानदर्शनोपयोगचिन्तायां क्रमोपयोगादा(वा) चार्याणामनेकधा विप्रतिपत्तिरतः संक्षेपतो विनेयजनानुग्रहार्थं तामपि प्रदर्शयन्नाह - કેવલજ્ઞાન પામ્યા પછી કેવલજ્ઞાન-કેવલદર્શનના ઉપયોગની વિચારણામાં ક્રમિક ઉપયોગઆદિવિષયમાં આચાર્યો અનેક પ્રકારે વિવાદ ધરાવે છે. તેથી સંક્ષેપથી શિષ્યવર્ગ પ્રતિ અનુગ્રહથી આ વિવાદ બતાવતા કહે છે केई भणंति जुगवं जाणति पासति य केवली णियमा । . अण्णे एगंतरितं इच्छंति सुतोवदेसेणं ॥१३३६॥ (केचिद् भणन्ति युगपद् जानाति पश्यति च केवली नियमात् । अन्ये एकान्तरितमिच्छन्ति जानाति श्रुतोपदेशेन ॥) केचन-सिद्धसेनाचार्यादयो भणन्ति-ब्रुवते, किमित्याह - युगपत्-एकस्मिन् काले केवली-केवलज्ञानवान्, नत्वन्यश्छद्मस्थः जानाति पश्यति चेति, नियमात्-नियमेन । अन्ये पुनराचार्या-जिनभद्रगणिक्षमाश्रमणप्रभृतय इच्छन्ति मन्यन्ते, किमित्याह-एकान्तरितं केवली जानाति पश्यति चेति-एकस्मिन् समये जानाति एकस्मिन् समये पश्यतीत्यर्थः। कथमेतदिच्छन्तीत्यत आह-श्रुतोपदेशेन-आगमानुसारेणेत्यर्थः ॥१३३६॥ ગાથાર્થ:- સિદ્ધસેનાચાર્યવગેરે કેટલાક કહે છે કે એક જ કાલે કેવલજ્ઞાની (-છદ્મસ્થ નહીં) અવશ્ય જાણે છે અને જૂએ * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 323 * * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392