________________
સર્વજ્ઞસિદ્ધિ દ્વાર
તેમ કેવલજ્ઞાન-દર્શનાવરણરૂપ ઉભયાવરણનો ક્ષય થયે ભગવાનમાં કેવલદર્શન પણ સંભવે નહીં. આમ કેમ? એનો જવાબ આ છે– પ્રસ્તુતમા એકસાથે બે ઉપયોગ તો સંભવે નહીં, કેમકે સૂત્રમાં તે તે સ્થાને નિષેધ કર્યો છે, અને એ પણ બરાબર નથી કે તેના (દર્શનના) આવરણનો ક્ષય થવા છતા તેનો પ્રાદુર્ભાવ ન થાય, કેમકે તો તો પછી પણ તેના અભાવનો પ્રસંગ છે. તેથી કેવલદર્શનાવરણના ક્ષયથી ઉત્પન્ન થતું કેવલદર્શન સામાન્યમાત્રગ્રાહી હોવાથી સર્વવસ્તુગ્રાહક કેવલજ્ઞાનમાં જ સર્વથા અન્તર્લીન થાય છે, તેથી માત્ર કેવલજ્ઞાન જ પ્રકાશે છે, નહીં કે તેથી પૃથભૂત દારૂપે કેવલદર્શન પણ. ૫૧૩પરા अत्र सिद्धान्तवादी केवलदर्शनस्य स्वरूपतः पार्थक्यं सिसाधयिषुरिदमाह
-
અહીં સિદ્ધાન્તવાદી કેવલદર્શનની સ્વરૂપથી કેવલજ્ઞાનથી ભિન્નતા સિદ્ધ કરવાની ઇચ્છાથી કહે છે – देसण्णाणोवरमे जह केवलणाणसंभवो भणितो । देसदंसणविगमे तह केवलदंसणं होतु ॥ १३५३ ॥
(देशज्ञानोपरमे यथा केवलज्ञानसंभवो भणितः । देशदर्शनविगमे तथा केवलदर्शनं भवतु ॥)
यथा भगवति मत्यादिदेशज्ञानोपरमे केवलज्ञानसंभवः स्वरूपेण भणितस्त्वया तथा चक्षुर्दर्शनादिदेशदर्शनविगमे सति केवलदर्शनमपि ततः पृथक् स्वरूपतो भवतु, न्यायस्य समानत्वात्, अन्यथा पृथक्तदावरणकल्पनानैरर्थक्यापत्तेः ॥१३५३ ॥
ગાથાર્થ:- ભગવાનમાં જેમ મત્યાદિદેશજ્ઞાનનો વિલય થયે છતે કેવલજ્ઞાનનો સ્વરૂપથી સંભવ કહ્યો છે, તેજ પ્રમાણે ચક્ષુર્દર્શનાદિ દેશદર્શનનો વિલય થયે છતે તેથી (=કેવલજ્ઞાનથી) અલગભૂત કેવલદર્શનનો સ્વરૂપથી સંભવ હોય, તે જ ન્યાયની સમાનતાથી યોગ્ય ગણાય, નહીંતર તો અલગ કેવલદર્શનાવરણીયની ક્લ્પના જ નિરર્થક થવાની આપત્તિ આવે. ૫૧૩૫ગા अह देसणाणदंसणविगमे तव केवलं मतं गाणं ।
ण मतं केवलदंसणमिच्छामेत्तं णणु तदेवं ॥१३५४॥
(अथ देशज्ञानदर्शनविगमे तव केवलं मतं ज्ञानम् । न मतं केवलदर्शनमिच्छामात्रं ननु तदेवम् ॥)
अथ देशज्ञानदर्शनविगमे तव केवलज्ञानमेवैकं मतं न मतं केवलदर्शनमिति, अत्राह - ननु तदेवमिच्छामात्रम्अभिप्रायमात्रं, नत्वत्र काचनापि युक्तिः, न चेच्छामात्रतो वस्तुसिद्धिः, सर्वस्य सर्वेष्टार्थसिद्धिप्रसक्तेः । यदप्युक्तम्-न चैतदपि समीचीनं (यत्तदावरणं क्षीणं तथापि तन्न प्रादुर्भवतीति, तत्र) क्षयोपशमाविशेषेऽपि मत्यादीनामिव जीवस्वाभाव्यादेव केवलज्ञानावरणकेवलदर्शनावरणक्षयेऽपि सततं तयोरप्रादुर्भावाविरोधात् ॥ १३५४॥
ગાથાર્થ:- તમને દેશજ્ઞાન-દર્શનના વિગમમાં એક કેવલજ્ઞાન જ ઇષ્ટ છે, કેવલદર્શન ઇષ્ટ નથી, પણ આ તો તમારી ઇચ્છામાત્ર છે– અભિપ્રાયમાત્ર છે, એમા કોઇ યુક્તિ નથી, અને ઇચ્છામાત્રથી કંઇ વસ્તુસિદ્ધિ ન થાય, અન્યથા તો બધાના બધા જ અર્થની એમ ઇચ્છામાત્રથી સિદ્ધિ થવાનો પ્રસંગ આવે. વળી તમે એવું જે કહ્યું કે તેના આવરણનો ક્ષય થાય છતા તે પ્રાદુર્ભાવ ન પામે' ઇત્યાદિ, તે પણ બરાબર નથી. જેમ મત્યાદિજ્ઞાનોમાં ક્ષયોપશમભાવ સમાનતયા હોવા છતા તથાજીવસ્વભાવથી જ એકસાથે પ્રાદુર્ભાવ પામતા નથી, તેમ તથા-જીવસ્વભાવથી જ કેવલજ્ઞાનાવરણ-કેવલદર્શનાવરણના સાથે ક્ષયરૂપ સમાનતા હોવા છતા સતત તે બન્નેનો પ્રાદુર્ભાવ ન થાય તેમા વિરોધ નથી. ૫૧૩૫૪ા
अथोच्येत "दव्वतो णं केवलनाणी सव्वदव्वाइं जाणइ पासइ" (छा. द्रव्यतः केवलज्ञानी सर्वद्रव्याणि जानाति पश्यति) इत्यादि सूत्रं केवलज्ञानदर्शनाभेदपरं, केवलज्ञानिन एव सतो ज्ञानदर्शनयोरभेदेन विषयनिर्देशात्, सूत्रं च युष्माकमपि प्रमाणं, तत्कथमत्र विप्रतिपद्यत इति, तत्राह
-
અભેદવાદી:- દ્રવ્યથી કેવલજ્ઞાની સર્વદ્રવ્યને જાણે છે, જૂએ છે' ઇત્યાદિ સૂત્રો કેવલજ્ઞાન-દર્શનના અભેદના સૂચક છે, કેમકે કેવલજ્ઞાનીરૂપે જ નિર્દેશ કરી જ્ઞાન-દર્શનના વિષયનો અભેદરૂપે નિર્દેશ કર્યો છે. અને સૂત્ર તો તમને પણ પ્રમાણભૂત છે. તેથી આ બાબતમા કેમ વિવાદ કરો છો?
અહીં સિદ્ધાન્તવાદી કહે છે–
भण्णति जहोहिणाणी जाणति पासति य भासियं सुत्ते ।
य णाम ओहिदंसणणाणेगत्तं तह इमं (हं) पि ॥ १३५५ ॥
(भण्यते यथाऽवधिज्ञानी जानाति पश्यति च भाषितं सूत्रे । न च नामाऽवधिदर्शनज्ञानैकत्वं तथा इदमपि II)
* * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 330 * * *