Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust
________________
* * * * * * * * * * * * મોક્ષસુખ દ્વાર * * *
ગાથાર્થ:- શાલિ-અંકુરાદિમાં કારણભૂત બીજ બળી ગયા પછી શાલિ આદિના અંકુરની ફરીથી ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મબીજ બળ્યા પછી ભવાકુરની (=સંસાર/જન્મરૂપ અંકુરની ) ઉત્પત્તિ નિષિદ્ધ છે, કેમકે કર્મરૂપ નિમિત્ત દૂર થયા છે. ૫૧૩૮૧ા जम्माभावे ण जरा ण य मरणं ण य भयं ण संसारो ।
एतेसिमभावातो कहं ण सोक्खं परं तेसिं ? ॥१३८२॥
(जन्माभावे न जरा न च मरणं न च भयं न संसारः । एतेषामभावात् कथं न सौख्यं परं तेषाम् ? ॥)
जन्माभावे न जरा - वयोहानिलक्षणा आश्रयाभावात्, न च मरणं-प्राणत्यागलक्षणं, तदभावे न च भयमिहलोक - भयादिभेदभिन्नं तन्निबन्धनभवकारागृहावताराभावात् न च संसारो - नारकादिभवभ्रमणस्पो, जन्माभावात्, एतेषां - जन्मादीनामभावात् कथं न सौख्यं परं तेषां सिद्धानां ? सौख्यमेवेति भावः । जन्मादीनामेव दुःखरूपत्वादिति ॥ १३८२ ॥
ગાથાર્થ:- જન્મના અભાવમાં (૧) વયહાનિરૂપ ઘડપણ નથી, કેમકે જન્મરૂપ આશ્રય જ નથી. (અથવા જન્મપ્રાપ્ત શરીરજીવનરૂપ આશ્રય નથી, ) તથા (૨) પ્રાણત્યાગરૂપ મરણ નથી. અને (૩) મરણના અભાવથી ઇલોકભય પરલોકભયવગેરે ભયો નથી, કેમકે ભયોમા કારણભૂત સંસારરૂપ કારાવાસમાં ફરીથી અવતરવાનું રહ્યું નથી. તથા (૪) નારકાદિ ભવોમા ભ્રમણરૂપ સંસાર નથી કેમકે જન્મ જ નથી. આમ જન્માદિ ન હોવાથી સિદ્ધોને શ્રેષ્ઠ સુખ કેમ ન હોય? અર્થાત્ તેવું સુખ જ છે. કારણ કે જન્મવગેરે જ દુ:ખરૂપ છે. ૫૧૩૮૨ા
(૩) અવ્યાબાધ
'अव्याबाधात' इति प्रपञ्चयन्नाह
અવ્યાબાધ લેવાથી' એ અર્થનો વિસ્તાર કરતા કહે છે. –
-
अव्वाबाधाओ च्चिय सयलिंदियभोगविसयपज्जते ।
उस्सुगविणिवित्तीतो संसारसुहं व सद्धेयं ॥ १३८३ ॥
(अव्याबाधादेव सकलेन्द्रियभोगविषयपर्यन्ते । औत्सुक्यविनिवृत्तितः संसारसुखमिव श्रद्धेयम् II)
सदा
अव्याबाधात एव सिद्धानां सौख्यं श्रद्धेयम् । किमिवेत्याह- 'सकलेन्दिय भोगविषयपर्यन्ते' अशेषचक्षुरादीन्द्रियप्रकृष्टरूपादिविषयानुभवचरमकाले औत्सुक्यनिवृत्तेः- अभिलाषव्यावृत्तेरुपजायमानं संसारसुखमिव, तस्यापि मनोज्ञविषयो - भोगतः तद्विषौत्सुक्यनिवृत्तिरूपत्वात्, उक्तंच - "वेणुवीणामृदङ्गादिनादयुक्तेन हारिणा । श्लाघ्यस्मरकथाबद्धगीतेन स्तिमितः ॥ १ ॥ कुट्टिमादौ विचित्राणि, दृष्ट्वा रूपाण्यनुत्सुकः । लोचनानन्ददायीनि, लीलावन्ति स्वकानि हि ॥२॥ अम्बरागुरुकर्पूरधूपगन्धानितस्ततः । पटवासादिगन्धांश्च, व्यक्तमाघ्राय निःस्पृहः ॥३॥ नानारससमायुक्तं, भुक्त्वा मात्रया । पीत्वोदकं च तृप्तात्मा, स्वादयन् स्वादिमं शुभम् ॥४॥ मृदुतूलीसमाक्रान्तदिव्यपर्यङ्कसंस्थितः । सहसाम्भोदसंशब्दश्रुतेर्भयघनं भृशम् ॥५ ॥ इष्टभार्यापरिष्वक्तस्तद्रतान्तेऽथवा नरः । सर्वेन्द्रियार्थसंप्राप्त्या, सर्वबोधनिवृत्तिजम् ॥६॥ ચંદ્રેયતિ સ હૈદ્ય, પ્રશાન્તનાન્તરાત્મના । મુત્તાત્મનતતો નિત્યં સુષમાહુર્મનીષિળ: I૧૭ કૃત્યાદ્રિ” ॥૨૩૮૩ ॥
ગાથાર્થ:- આંખવગેરે બધી જ ઇન્દ્રિયોના ઉત્કૃષ્ટરૂપાદિ વિષયના અનુભવના અંતિમસમયે ઔત્સુકચ-અભિલાષા નિવૃત્ત થવાથી જે સંસારસુખ ઉત્પન્ન થાય છે, તેના જેવું સિદ્ધોનુ સુખ અવ્યાબાધના કારણે જ હોય છે, તેમ શ્રદ્ધા કરવી જોઇએ; કેમકે આવું સંસારસુખ પણ મનોજ્ઞવિષયોના ઉપભોગથી તેઅંગેની ઉત્સુકતાની નિવૃત્તિથી ઉદ્દભવ્યું છે,-નિવૃત્તિરૂપ છે. કહ્યું જ છે કે વેણુ, વીણા, મૃદંગઆદિના નાદથી યુક્ત તથા શ્લાઘ્ય કામકથાથી ગુમ્મિત મનોહર ગીતોથી હંમેશા સ્તિમિત (અનુત્સુક) થયેલો u! ભીંત–ભોયવગેરેમા પોતાના જ લીલાયુક્ત અને આંખને આનંદ દેનારા વિચિત્ર રૂપો જોઇને અનુત્સુક (=ધરાઇ ગયેલો)ારા તથા અમ્બર, અગુરુ, કપૂર અને ધૂપ વગેરેના ગંધ અને સુગંધમય વસ્ત્રોને વ્યક્તરૂપે સુધીને નિ:સ્પૃહ થયેલો (=ગન્ધચ્છાથી રહિત થયેલો.)પ્રજ્ઞા અનેક પ્રકારના રસોથી યુક્ત પ્રમાણસર ભોજન આરોગી અને માત્રા=પ્રમાણોપેત પાણી પીને તથા શુભ સોપારી આદિ સ્વાદિમ ચાવીને તૃપ્ત થયેલો ૫૪ા કોમળ પથારીથી યુક્ત દિવ્ય પલંગમા રહેલો તથા અચાનક વાદળોની અત્યંત ભયજનક ગર્જનાના શ્રવણથી ઇષ્ટ પત્નીથી આલિંગન કરાયેલો અથવા સુરતસુખને અનુભવ્યા બાદ પુરુષ સવૅન્દ્રિયના સર્વવિષયસુખનો બોધ થવાથી ઉત્સુક્તાની નિવૃત્તિથી ાપ-૬ા તે પ્રશાન્ત અન્તરાત્માથી જે સુખ અનુભવે છે, તે મનોહર છે. તેથી જ મુક્ત જીવોને નિત્ય સુખ છે તેમ મનીષીઓ કહે છે. ( મુક્તાત્માઓ સહજ-સદા પ્રશાન્ત-અનુત્સુક હોવાથી નિત્ય સુખી છે.) ગા.... ૫૧૩૮૩૫
* * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -339 *
Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392