Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 392
________________ हरिभद्रभारती इय मिच्छत्तुदयातो अविरतिभावाओ तह पमादाओ / जीवो कसायजोगा दुक्खफलं कुणति कम्मति / / / 569 / / જીવ (1) મિથ્યાત્વના ઉદયથી (2) અવિરતિના કારણે (3) પ્રમાદના સેવનથી અને (4) કષાયના યોગથી દુ:ખદાયક કર્મ બાંધે છે. सम्मत्तनाणचरणा मोक्खपहो वनिओ जिणिंदेहिं / सो चेव भावधम्मो बुद्धिमता होति नायव्वो // // 49 // સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ છે, એમ જિનેન્દ્રોમાં વર્ણવ્યું છે. આ મોક્ષમાર્ગ જ ભાવધર્મ છે, તેમ બુદ્ધિમાનોએ સમજવું. गंठित्ति सुदुब्भेदो कक्खडघणस्डगूढगंठिव्व / जीवस्स कम्मजणितो घणरागद्दोसपरिणामो // // 753 // જીવનો કર્મથી થયેલો અતિદુર્ભેદ, કર્કશ, ગાઢ, રૂઢ, અત્યંત ગૂઢ-ગુંચ વળેલો તીવ્રરાગદ્વેષપરિણામ ગ્રંથિરૂપ છે. जिणइ य बलवंतंपि हु कम्मं आहच्चवीरिएणेव / असइ य जियपुव्वोऽवि हु मल्लो मल्लं जहा रंगे // 783 // જેમ સ્પર્ધાના મેદાનમાં ઘણીવાર હારેલો મલ્લ પણ ક્યારેક (પોતાને હરાવનાર) મલ્લને હરાવે છે. તેમ જીવ પણ ક્યારેક પોતાના પરાક્રમથી બળવાન એવા પણ કર્મને જીતે છે. नाणस्स णाणिणं णाणसाहगाणं च भत्तिबहुमाणा / आसेवणवुड्डादी अहिगमगुणमो मुणेयव्वा // // 820 // જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનના સાધનોના ભક્તિ-બહુમાનપૂર્વક આસેવનવૃદ્ધિ ઉપાસના વગેરે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના હેતુઓ જાણવો. साहुणिवासो तित्थगरठावणा आगमस्स परिवुड्डी / एक्केक्वं भावावइनित्थरणगुणं तु भव्वाणं // // 873 // ગામમાં દેરાસર હોય, તો (1) સાધુઓ ગામમાં સ્થિરતા કરે (2) ગામમાં તીર્થકરની સ્થાપના થાય (3) સાધુસંગથી શ્રાવકોને આગમાર્થનો વર્ધમાન બોધ થાય. આ બધા પ્રત્યેક ભવ્યજીવોને સાક્ષાત્ તીર્થકરની ગેરહાજરીરૂપ ભાવાપત્તિને ઓળંગવામાટે ઉપકારરૂપ બને છે. एवं चिय जोएज्जा सिद्धाऽभव्वादिएसु सव्वेसु / सम्मं विभज्जवादं सव्वण्णुमयाणुसारेणं // // 921 // આ જ પ્રમાણે (પૂર્વોક્ત સમ્યકતાદિની જેમ) સિદ્ધ-અભવ્યઆદિ બધા જ ભાવો અંગે સર્વજ્ઞમતાનુસારે વિભજ્યવાદ - અનેકાંતવાદને સંબંધ કરવો. बहुविग्यो जियलोओ चित्ता कम्माण परिणती पावा / विहडइ दरजायं पि हु तम्हा सव्वत्थऽणेगंतो // // 923 // (1) આ જીવલોક ઘણા વિનોથી વ્યાપ્ત છે. તથા (2) કર્મોની પાપી પરિણતિઓ ખુબ જ વિચિત્ર છે. તેથી કાં'ક થયેલું પ્રયોજન પણ વિઘટિત થાય છે. તેથી સર્વત્ર અને કાન જે વક્તવ્ય છે. उदयक्खयक्खओवसमोवसमा एवऽत्थ कम्मुणो भणिता / दव्वं खेत्तं कालं भवं च भावं च संपप्प / / / 949 // કર્મોના (1) ઉદય (2) ક્ષય (3) ક્ષયોપશમ અને (4) ઉપશમ તીર્થકરોએ (1) દ્રવ્ય (2) ક્ષેત્ર (3) કાળ (4) ભવ અને (5) ભાવને પામીને બતાવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 390 391 392