________________
+4
સર્વજ્ઞસિદ્ધિ દ્વાર
++
ગાથાર્થ:- ભગવતીસૂત્રમાં પચીસમાં શતક (=અધ્યયન)ના છઠ્ઠા ઉદ્દેશમાં સ્નાતક=કેવલીને વિશેષિત કરીને સ્પષ્ટરૂપે એકતર (જ્ઞાન–દર્શન બેમાથી એક) ઉપયોગ કહ્યો છે. તો કહ્યું, આવો સ્પષ્ટ આગમાર્થ પામ્યા પછી અન્યથા વિચારી શા માટે અમે અમારા આત્માને ઠગીએ? ૫૧૩૮૫
सांप्रतं सिद्धान्तवाद्येव जिनभद्रगणिक्षमाश्रमण आत्मनोऽनुद्धतत्वमागमभक्तिपरं ख्यापयन्नाह
હવે સિદ્ધાન્તવાદી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પોતાની આ અનુદ્ધતતા આગમભક્તિ૫૨ક છે, તેમ બતાવતા કહે છે– कस्स व णाणुमतमिणं जिणस्स जति होज्ज दो वि उवयोगा । णूणं ण होंति दोण्णी जतो णिसिद्धा सुते बहुसो ॥१३५९ ॥
(कस्य वा नानुमतमिदं जिनस्य यदि भवेतां द्वावप्युपयोगौ । नूनं न भवतो द्वौ यतो निषिद्धौ श्रुते बहुश: II) निगदसिद्धम् ॥१३५९ ॥
ગાથાર્થ:- અથવા જો જિનેશ્ર્વરને બન્ને ઉપયોગ એકસાથે પણ હોય તો તે કોને અનુમત ન હોઇ શકે? અર્થાત્ વસ્તુતત્વ બધા જ શિષ્ટપુરુષોને અનુમત હોય છે. (તો તમે બે ઉપયોગ સાથે હોવાની વાતનો વિરોધ કેમ કરો છો? એવી શંકાના સમાધાનમાં કહે છે) છતાં બે ઉપયોગ (એકસાથે) હોતા નથી, કેમકે શ્રુત-આગમમા વારંવાર તેઅંગે નિષેધ કર્યો છે. (અને આગમના બળ વિના કરેલી સારી ના પણ સાચી નથી બનતી) ૫૧૩૫૯૫ સામાન્ય-વિશેષ સર્વજ્ઞતા અબાધક
अत्रापरश्चोदयन्नाह
અહીં બીજી વ્યક્તિ કહે છે
-
जं दंसणणाणाई सामन्नविसेसगहणख्वाइं ।
तेण ण सव्वण्णू सो णाया ण य सव्वदरिसी वि ॥ १३६० ॥
(यद् दर्शनज्ञाने सामान्यविशेषग्रहणरूपे । तेन न सर्वज्ञः स न्यायाद् न च सर्वदर्शी अपि ॥)
यत् - यस्मात् दर्शनज्ञाने यथाक्रमं सामान्यविशेषग्रहणरूपे तेन कारणेन स भगवान् न्यायात् - न्यायेन न सर्वज्ञो नापि सर्वदर्शी प्राप्नोति ॥१३६० ॥
ગાથાર્થ:– દર્શન અને જ્ઞાન ક્રમશ: સામાન્યગ્રહણરૂપ અને વિશેષગ્રહણરૂપ છે. ન્યાયથી વિચારીએ તો તે ભગવાન સર્વજ્ઞ પણ નથી અને સર્વદર્શી પણ નથી. ૫૧૩૬ના
अथ कोऽसौ न्यायो यद्वशादसावसर्वज्ञोऽसर्वदर्शी च प्रसज्यत इति ? तमाह
એવો કયો ન્યાય છે કે જેના કારણે ભગવાન અસર્વજ્ઞ અને અસર્વદર્શી બનવાનો પ્રસંગ આવે છે?” તેઅંગે કહે છે– समुदितमुभयं सव्वं अण्णतरेण णवि घेप्पति तयं च ।
भेदाभेदेऽवि महो एसो खलु होइ णातो त्ति ॥ १३६१ ॥
(समुदितमुभयं सर्वमन्यतरेण नापि गृह्यते तच्च । भेदाभेदेऽपि मिथः एष खलु भवति न्याय इति ॥
समुदितमुभयं - सामान्यविशेषलक्षणं सर्वं समस्तं वस्तु, सकलमपि वस्तु सामान्यविशेषात्मकमित्यर्थः, तच्च समुदितमुभयं - सामान्यविशेषरूपं मिथः- परस्परं भेदाभेदेऽपि सति नान्यतरेण- ज्ञानेन दर्शनेन वा गृह्यतेऽविषयत्वात्। न हि रूपरसादीनामन्योऽन्यं भेदाभेदेऽपि चक्षुराद्यन्यतमेन्द्रियोद्भवेनाध्यक्षेण सर्वेषां ग्रहो भवतीति । एष खलु भवति न्यायो ज्ञातव्य इति ॥ १३६१ ॥
ગાથાર્થ:- બધી જ વસ્તુ સામાન્ય-વિશેષરૂપઉભયથી સમુદિત છે. અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક છે. આ બન્ને (=સામાન્ય-વિશેષ વચ્ચે પરસ્પર ભેદાભેદ હોય, તો પણ જ્ઞાન કે દર્શનથી ગ્રહણ થશે નહીં, કેમકે વિષયભૂત નથી. (જ્ઞાન માત્ર વિશેષગ્રાહી છે અને દર્શન માત્ર સામાન્યગ્રાહી છે.) અહીં દૃષ્ટાન્ત:-રૂપ, રસવગેરેમાં પરસ્પરભેદાભેદ હોવા છતા આંખઆદિ કો'ક એક ઇન્દ્રિયથી કંઇ એ બધાનો પ્રત્યક્ષબોધ થતો નથી. આ જ મુદ્દો ન્યાયરૂપ છે. ૫૧૩૬૧ા
अत्राचार्य आह
અહીં આચાર્ય જવાબ આપે છે.
-
-
**** धर्मसंगल-लाग २ - 332**