Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 374
________________ * * * * * * * * * * * * * * સર્વરસિદ્ધિ કાર જે * * * * * * * * * * * * * * હઠાવવા યોગ્ય નથી” એમ માનતા હો તો સાંભળો- કે કર્મક્ષયથી પણ ઉદ્ભવેલું જ્ઞાન કે દર્શન અવશ્ય સતત પ્રવૃત્ત જ રહે એવું નથી. અહીં દષ્ટાન્ન બતાવે છે. અંતરાયકર્મના દાનાન્તરાયાદિ પાંચ ભેદ હોવાથી તેનો ક્ષય પણ પાંચ પ્રકારે છે. ક્ષીણાન્તરાયકર્મવાળા અરિહંતને આ અંતરાયના પાંચ પ્રકારના ક્ષય હોવા છતાં તેઓ (Fભગવાન) સતત નથી દાન દેતા નથી લાભ પામતા કે નથી ભોગવતા (એકવાર ઉપયોગમાં આવે તેવી અનાદિવસ્તુ ભોગવતા) કે નથી ઉપભોગ (=વારંવાર ઉપયોગમાં આવતી દેવજીંદાદિ વસ્તુનો ઉપયોગ) કરતા, પરંતુ કાર્ય ઉત્પન્ન થયે જ આપે છે, લે છે, ભોગવે છે, અને ઉપલક્ષણથી ઉપભોગ કરે છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં કેવલજ્ઞાન-દર્શનના વિષયમાં પણ તે બન્નેના આવરણનો ક્ષય થવા છતાં એકસાથે બન્નેના ઉપયોગનો સંભવ નથી, કેમકે તેવો જ જીવસ્વભાવ છે. ૧૩૪૨-૧૩૪૩ - स्यादेतत्, यदि पंचविधान्तरायक्षयेऽपि भगवान्न सततं दानादिक्रियासु प्रवर्तते ततः किं तत्क्षयस्य फलमित्यत आह - શંકા:- જો પાંચ પ્રકારના અંતરાયનો ક્ષય થવા છતાં ભગવાન સતત દાનાદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થતા ન હોય, તો તે અંતરાયક્ષયનું ફળ શું? લાભ શો? આ શંકાનું સમાધાન બતાવે છે दिंतस्स लभंतस्स य भुंजंतस्स य जिणस्स एस गुणो । खीणंतराइयत्ते जं से विग्धं ण संभवति ॥१३४४॥ • (ददतो लभमानस्य च भुञ्जानस्य च जिनस्य एष गुणः । क्षीणान्तरायत्वे यत्तस्य विजं न संभवति ॥) . जिनस्य-क्षीणसकलघातिकर्मणः क्षीणान्तरायत्वे सत्येष गुणो जायते, यदुत- 'से' तस्य जिनस्य ददतो लभमानस्य भुञानस्य चकारस्यानुक्तसमुच्चयार्थत्वादुपभुञ्जानस्य च यद्विघ्नो न संभवति। प्राकृतत्वाच्च विघ्नशब्दस्य नपुंसकनिर्देशः ॥१३४४।। ગાથાર્થ:- સમાધાન:- સકલ ઘાતિકર્મનો ક્ષય કરનાર જિનને અંતરાયકર્મ ક્ષીણ થવાથી એ લાભ–ગુણ થાય છે કે, તે જિનને આપતા, લેતા, ભોગવતા (ચકાર નહીં કહેલાના સમાવેશમાટે હોવાથી) અને ઉપભોગ કરતા વિપ્ન સંભવતા નથી. અર્થાત જિન દાનાદિકાર્યમાં પ્રવૃત્ત થાય, ત્યારે તે કાર્યો વિના વિપ્ન પાર પડે છે. પ્રાકૃત હોવાથી મૂળમાં “વિપ્ન' શબ્દનો નપુંસકલિંગમાં નિર્દેશ છે. ૧૩૪૪ अमुमेव गुणं प्रकृतेऽपि योजयन्नाह - આ જ લાભ પ્રસ્તતમાં પણ યોજતા કહે છે. उवउत्तस्सेमेव य णाणम्मि व दंसणम्मि व जिणस्स । खीणावरणगुणोऽयं जं कसिणं मुणति पासति वा ॥१३४५॥ (उपयुक्तस्यैवमेव च ज्ञाने वा दर्शने वा जिनस्य । क्षीणावरणगुणोऽयं यत् कृत्स्नं जानाति पश्यति वा ॥) एवमेव-दानादिक्रियासु प्रवृत्तस्येव ज्ञाने दर्शने चोपयुक्तस्य केवलिनोऽयं क्षीणावरणगुण:- क्षीणावरणत्वे सति गुणः, यदुत-कृत्स्नं-लोकालोकात्मकं जगत् जानाति पश्यति, नतु जानतः पश्यतो विघ्नः संभवति ॥१३४५॥ ગાથાર્થ:- દાનાદિક્રિયાઓમાં પ્રવૃત્તિની જેમ ઉપયોગ મુકનાર કેવલીને આવરણક્ષયનો લાભ–ગુણ એ છે કે, તે કેવલી લોકાલોકાત્મક આખા જગતને જાણે છે અને જૂએ છે. અને આ જાણવા-જોવામાં વિઘ્નો આવતા નથી. ૧૩૪પા લબ્ધિથી સર્વા-દશી વાદીઠ – અહીં યુગપદુપયોગવાદી કહે છે पासंतो वि ण जाणइ जाणं व ण पासती जति जिणिंदो । एवं ण कदाचि वि सो सव्वण्णू सव्वदरिसी य ॥१३४६॥ (पश्यन्नपि न जानाति जानन् वा न पश्यति यदि जिनेन्द्रः । एवं न कदाचिदपि स सर्वज्ञः सर्वदर्शी च ॥) यदि पश्यन्नपि भगवान्न जानाति, दर्शनकाले ज्ञानोपयोगानभ्युपगमात्, जानन्वा यदि न पश्यति, ज्ञानोपयोगकाले दर्शनोपयोगानभ्युपगमात्, तत एवं सति न कदाचिदप्यसौ सर्वज्ञः सर्वदर्शी च प्राप्नोतीति ॥१३४६॥ ગાથાર્થ:- જો ભગવાન જોતા હોવા છતાં જાણતા નથી, કેમકે દર્શનકાળે જ્ઞાનોપયોગ સ્વીકાર્યો નથી, અથવા જાણતા હોવા છતાં જોતા નથી, કેમકે જ્ઞાનકાલે દર્શનોપયોગ સ્વીકાર્યો નથી, તો આમ હોવાથી આ (=ભગવાન) કયારેય સર્વજ્ઞ અને સર્વદર્શી નહીં બનવાની આપત્તિ છે. કેમકે જયારે સર્વજ્ઞ છે, ત્યારે સર્વદર્શી નથી અને સર્વદર્શી છે ત્યારે સર્વજ્ઞ નથી.) ૧૩૪૬ જ જ જે જ જ ક ક ન ક ક જ જ ન જ જ ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 327

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392