Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 335
________________ ** સર્વજ્ઞસિદ્ધિ દ્વાર* * * तेसिमिह किं पमाणं ? इमस्स वयणस्स एरिसो अत्थो । तु एरिसो ति णिच्छयविरहम्मि य कह पवित्ती वि ? ॥१२४७॥ ( तेषामिह किं प्रमाणम् ? अस्य वचनस्येदृशोऽर्थः । न तु ईदृश इति निश्चयविरहे च कथं प्रवृत्तिरपि ? II) तेषामिह - विचारोपक्रमे अस्य वचनस्य ईदृश एवार्थो नत्वनीदृश इत्यत्र किं प्रमाणं ? नैव किंचित्, प्रत्यक्षादीनामविषयत्वादिति भावः । तथा च सति कुतो वेदवाक्यार्थनिश्चयः ? अथ च मा भून्निश्चयः, का नो हानिरिति चेत् आहनिश्चयविरहे च - निस्संदिग्धाविपरीतप्रत्ययाभावे च कथं तत - आगमात् प्रवृत्तिः प्रेक्षावतामुपपद्यते ? नैव कथंचनेतिभावः । પ્રેક્ષાવત્તાક્ષિતિપ્રસનાત્ ॥૬૨૪૭॥ ગાથાર્થ:- તેઓને (=મીમાસકોને) પ્રસ્તુતવિચારમા ‘આ વચનનો આવો જ અર્થ છે, આવો નહીં' એવા નિશ્ચયમાં પ્રમાણ શું છે? અર્થાત્ કોઇ પ્રમાણ નથી, કેમકે તે અર્થો પ્રત્યક્ષાદિના વિષયભૂત નથી. તેથી વેદવાકયના અર્થનો નિશ્ચય કેવી રીતે થઇ શકે? એમ ન કહેશો કે ભલે નિશ્ચય ન થાય, અમને શો વાંધો છે?” કેમકે નિશ્ચયના–નિ:સંદેહ અવિપરીતપ્રત્યયના અભાવમા સુજ્ઞપુરુષ કેવી રીતે આગમના આધારે પ્રવૃત્તિ કરવી યોગ્ય ગણાય? અર્થાત્ કોઇ રીતે યોગ્ય ન ગણાય, કેમ કે પ્રેક્ષાવત્તાની હાનિનો પ્રસંગ છે. (વાચોથી શાબ્દબોધ કરવામા (૧) આત્તિ – સંબંધિતપદોનુ સાન્નિધ્ય (૨) યોગ્યતાજ્ઞાન- શ્રોતાને એક પદાર્થનો બીજા-પદાર્થસાથે સંબંધ ધટી શકે છે કે નહીં, તેનું જ્ઞાન (૩)આકાક્ષા જે પદ વિના જે પદ અર્થસ્મારક ન બને તે પદને તે પદની આકાંક્ષા છે. આવી આકાંક્ષાનું જ્ઞાન અને (૪) વક્તાના તાત્પર્યનું જ્ઞાન. આ ચાર શાબ્દબોધમાં કારણ મનાયા છે. તેમા પણ કયા કયા પદોની આત્તિ લેવી તેવા સંશયસ્થળે દા.ત. નીલો ધટ: દ્રવ્ય પટ: વગેરે સ્થળે વકતાનુ તાત્પર્ય નીલપદાર્થ અને પટપદાર્થના અન્વયમા હોય, તો ત્યાં નીલપદાર્થનો ઘટપદાર્થસાથે દેખીતી આત્તિ હોવા છતાં આત્તિ ગણાય નહીં. એ જ રીતે સાકાંક્ષાપદોમા પણ જયારે સંશયાદિ થાય દા.ત. અયમેતિ પુત્ર: રાજ્ઞ: પુરુષોપસાર્યતામ્' આ સ્થળે ‘રાશ’ પદને પુત્રપદસાથે આકાક્ષા છે કે પુરુષપદસાથે? તેવે વખતે વક્તાનું તાત્પર્ય નિયામક બને છે. એ જ પ્રમાણે ધોડો, મીઠું આદિ અનેકાર્થ ધરાવતા સૈન્ધવાદિ પદોથી કયો અર્થ લેવો? તેમા પણ વકતાનો અભિપ્રેત અર્થ જ નિયામક બને છે. આમ શાબ્દબોધમાં વક્તાનું તાત્પર્ય જ મહત્ત્વનું કારણ છે. અપૌરુષેયવેદ માનવામા વક્તાનો અભાવ આવવાથી તાત્પર્યબોધ શી રીતે થશે? અમુક જ અર્થ લેવાનો, આવી જ આસિન ઇષ્ટ છે, અને આ—આ પદોને આંકાક્ષા છે, ઇત્યાદિ નિર્ણય કરવામાં નિયામક તત્ત્વ કર્યું રહેશે? અધ્યાપકનું તાત્પર્ય લેવામાં એને આવોજ તાત્પર્યબોધ કેવી રીતે થયો? તેવા પ્રશ્નના જવાબમાં ‘એના પૂર્વના અધ્યાપકપાસેથી આવો તાત્પર્યબોધ પ્રાપ્ત થયો' એમ કહેવામા પૂર્વ-પૂર્વની અનાદિતરફ દોરી જતી અનવસ્થા છે. અથવા કો'ક સર્વજ્ઞની કલ્પના આવશ્યક છે. અનાદિપરિશોધિતલાઘવતર્કથી તાત્પર્યબોધ માનવામાં પ્રમાણ નથી, કેમકે અંધપરંપરાની શંકાનુ સમાધાન થતું નથી. અને કો'કને તો પરિશોધક કલ્પવો જ રહ્યો, અન્યથા અપૌરુષયદોષ ઊભો જ છે. ઇશ્વરની કલ્પના પણ દૂષિત છે, તે ઇશ્વરવાદના ખંડનમા જોયુ. વળી ઇશ્વરને વક્તારૂપે દેહ ધારણ કરવો જરુરી પડે. અન્યથા ઇશ્વરનામનું અપૌરુષેયતત્ત્વ આવીને જ ઊભુ ૨હે. વળી ઇશ્વરના તાત્પર્યના ગ્રાહક વ્યક્તિવિશેષની લ્પનાદિ દોષો પણ ઊભા જ છે.) ૧૨૪૭ગા अत्र परआह અહીં પૂર્વપક્ષકાર કહે છે - जो चेव लोगिगाणं पदाणमत्थो स एव तेसिं पि । ता तदणुसारतो च्चिय णज्जइ एत्थं पि णो माणं ॥१२४८ ॥ (य एव लौकिकानां पदानामर्थः स एव तेषामपि । तस्मात् तदनुसारत एव ज्ञायते अत्रापि न मानम् ॥) य एव लोकिकानां पदानामर्थः स एव तेषामपि वैदिकानाम्, 'ता' तस्मात्तदनुसारतो- लौकिकपदार्थानुसारतो ज्ञायते वैदिकानामपि पदानामर्थ इति न कश्चिद्दोषः । अत्राह - 'इत्थं पि णो माणमिति' अत्रापि य एव लौकिकानां पदानामर्थः स एव वैदिकानामपि पदानामित्यस्यामपि कल्पनायां न मानं प्रमाणम्, संशयानिवृत्तेः । तथाहि यथा शब्दरूपत्वाविशेषेऽपि एके पौरुषेया अपरे चापौरुषेयाः शब्दा इति स्वरूपभेदस्तथार्थभेदोऽपि संभाव्यत एवेति ॥ १२४८ ॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- લૌકિકપદોનો જે અર્થ છે, તે જ વૈદિકપદોનો પણ અર્થ છે. તેથી લૌકિક પદાર્થોના અનુસારે વૈદિક પદોના અર્થનુ પણ જ્ઞાન થાય, તેથી દ્વેષ નથી. ઉત્તરપક્ષ:– ‘લૌકિકપદનો જે અર્થ છે, તે જ વૈદિકપદનો પણ અર્થ છે” આવી કલ્પનામા કોઇ પ્રમાણ નથી, કેમકે તેઅંગે સંશય નિવૃત્ત થતો નથી (સંશય:- લૌકિકપદોનો જે અર્થ છે, શું તે જ વૈદિકપદોનો પણ અર્થ હશે કે અન્ય?)જૂઓ-જેમ શબ્દરૂપતા સમાન હોવા છતા કેટલાક શબ્દો પૌરુષેય(પુરુષથી બોલાયેલા) છે. તો બીજા અપૌરુષેય (=પુરુષ–વ્યક્તિથી નહીં બોલાયેલા) છે. આમ સ્વરૂપભેદ છે. આ જ પ્રમાણે અર્થભેદ પણ સંભવી શકે છે. ૫૧૨૪૮૫ * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 288 * *

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392