________________
*** સર્વજ્ઞસિદ્ધિ દ્વાર ન * *
प्रसिद्धेस्तथाविधात्मप्रयत्न भाषाद्रव्यमात्रहेतुकत्वात् । ततो दृष्टस्य - अनुभूतस्य विवक्षाविरहस्य परित्यागेनादृष्टस्यविवक्षासद्भावस्य परिकल्पना एषा - पूर्वोक्ता, सा च निबिडजडि मावष्टब्धान्तःकरणतासूचिका । आह च “કૃષ્ટમથ विधूयान्यदृष्टं कल्पयन्ति ये । मूढाः पिण्डं परित्यज्य, ते लिहन्ति करं वृथा ॥” इति ॥१२८६॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- સ્વપ્નાદિ અવસ્થાઓમાં તથા વિચિત્તાવસ્થામાં પણ અન્તરાલમાં કાંક સૂક્ષ્મવિવક્ષા ધરબાયેલી હોય છે. ‘અહીં શું પ્રમાણ છે?” એવી શંકા ન કરવી, કેમકે વચનરૂપ કાર્યથી જ આ વિવક્ષા ગમ્ય છે” એમ કાર્યાનુમાન અહીં પ્રમાણ છે. વચનનું વિવક્ષાને છોડી અન્ય કોઇ કારણ સંભવતુ નથી, તેથી વિવક્ષા વિના પણ વચન હોય, તે કેવી રીતે સંભવે?
ઉત્તરપક્ષ:– જો, સ્વપ્નાદિકાલે પણ એ વિવક્ષા હોય, તો તેનો (વિવક્ષાનો) સ્વસંવિદિતસ્વભાવ હોવાથી અવશ્ય તે કાલે (=સ્વપ્નાદિકાલે ) અનુભવ થવો જોઇએ, જેમકે એ જ સ્વપ્નાદિઅવસ્થાઓમા વિવક્ષાપૂર્વક બોલાયેલા વચનનો અનુભવ હોય છે. તેથી જ દેખાય છે કે કેટલાક જાગૃતઅવસ્થામાં કહેતા હોય છે કે રાત્રે સ્વપ્નમા મેં અમુક-તમુકસાથે તે-તે અભિપ્રાયને અનુસારે આવી આવી વાત કરી.' બીજાઓ પણ કહે છે—આ કલ્પનાઓ કંઇ પ્રતિસંવિદિત થયા વિના જ ઉદય પામતી કે વિલય પામતી નથી કે જેથી તેઓ (=કલ્પનાઓ) હોવા છતાં ઉપલક્ષિત ન થાય...(અર્થાત્ કલ્પનાઓ સંવિદિત હોવાથી ઉદ્ભવ પામે તો ઉપલક્ષિત થાય છે.) આમ સ્વપ્નાદિઅવસ્થાઓમાં પણ વિવક્ષાપૂર્વક જ કંઇ બોલાય.તે અવશ્ય સંવેદન-અનુભવમાં આવે જ. તેથી જ સ્વપ્નવગેરેઅવસ્થાઓમાં કોઇકવાર વચનો વિવક્ષા વિનાના પણ હોય છે, તેમ સ્વસંવેદનરૂપ અનુભવપ્રમાણ થી સિદ્ધ થાય છે. તથા વિવક્ષા કાર્યગમ્ય છે.' એવું કથન પણ બરાબર નથી, કેમકે વચન વિવક્ષાના કાર્યરૂપે અપ્રસિદ્ધ છે, કેમકે વચનના કારણો તો તેવા પ્રકારના આત્મપ્રયત્ન અને ભાષાદ્રવ્ય આ બે જ છે. તેથી સ્વપ્નાદિમા વિવક્ષાના અભાવરૂપ દૃષ્ટનો ત્યાગ કરી વિવક્ષાની હાજરીરૂપ અદૃષ્ટની પૂર્વોક્ત પરિકલ્પના અત્યંત જડતાથી અક્કડ થયેલા અંત:કરણની સૂચિકા છે. કહ્યું જ છે કે દૃષ્ટઅર્થને છોડી જેઓ અદૃષ્ટાર્થની કલ્પના કરે છે. તે પિંડને (=ખાવાની ચીજને)છોડી ફોગટના હાથ ચાટે છે.” ૧૨૮૬ા જ્ઞાનપૂર્વકની વિક્ષા નિર્દોષ
अभ्युपगम्यापि भगवति विवक्षां दोषाभावमाह
ભગવાનમા વિવક્ષાનો સ્વીકાર કરવામા પણ દોષાભાવ બતાવે છે.
ण य परिसुद्धा एसा रागोऽवि वदंति समयसारण्णू । विहिताणुद्वाणपरस्स जह तु सज्झायझाणेसु ॥ १२८७ ॥
(न च परिशुद्धा एषा रागोऽपि वदन्ति समयसारज्ञाः । विहितानुष्ठानपरस्य यथा तु स्वाध्यायध्यानेषु ॥
न चाप्येषा-विवक्षा परिशुद्धा सती रागः, अपि भिन्नक्रमः स च यथास्थानं योजित इति वदन्ति समयसारज्ञाःसिद्धान्तोपनिषत्परिज्ञानकुशलाः, यथा विहितानुष्ठानपरस्य स्वाध्यायध्यानेषु वर्त्तमानस्य साधोः, तस्माद्भवन्त्यपि भगवति विवक्षा न दोषाय, परिशुद्धस्वरूपायास्तस्या रागत्वायोगात् ॥१२८७॥
ગાથાર્થ:- (‘અપિ’પદ ન ચ' પદને સંબદ્ધ છે.) સિદ્ધાન્તના રહસ્યના પરિજ્ઞાનમાં કુશળ પ્રાજ્ઞો વિશુદ્ધ વિવક્ષા રાગરૂપ નથી' એમ કહે છે. અહીં દૃષ્ટાન્ત આ છે→ સ્વાધ્યાય-ધ્યાનમા રહેલા અને વિહિતાનુષ્ઠાનમાં તત્પર સાધુની (ઉપદેશાદિવખતે ) વિવક્ષા રાગરહિત હોય છે. તેથી ભગવાનમાં સંભવતી પણ વિવક્ષા પરિશુદ્ધ હોવાથી રાગરૂપ ન હોવા થી દોષરૂપ નથી. ૫૧૨૮ગા
अपि च - વળી,
मणपुव्विगा विवक्खा णय केवलिणो मणस्सऽभावातो ।
अवि णाणपुव्विग च्चिय चेट्ठा सा होइ णायव्वा ॥ १२८८॥
(मनःपूर्विका विवक्षा न च केवलिनो मनसोऽभावात् । अपि ज्ञानपूर्विकैव चेष्टा सा भवति ज्ञातव्या ॥)
न च केवलिनः–सर्वज्ञस्य मनःपूर्विका भावमनःकारणिका विवक्षा, कुत इत्याह- मनसोऽभावात् - भावमनसोऽभावात् अपि तु ज्ञानपूर्विकैव- केवलज्ञानपूर्विकैव । ततः सा - विवक्षा चेष्टा- आत्मपरिस्पन्दरूपा भवति ज्ञातव्या, न त्विच्छा, मनसा हि पर्यालोचनमिच्छा लोकेऽभिधीयते इति ॥१२८८ ॥
*****
આ ધર્મસંગ્રહણિ-ભાગ ૨ – 302 + + + +