Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 367
________________ ++ सर्वसिद्धि द्वार + + न च तस्य—सर्वज्ञज्ञानस्य छायाणुभिरपि - छायाणुपक्षेऽपि ज्ञेययोगो - ज्ञेयसंबन्धः संभवति । कुत इत्याह - विप्रकर्षात् –देशादिविप्रकर्षभावात् । तथा अणुप्रभृतिषु च - सूक्ष्मद्रव्येषु छायापुद्गलानामभावात् न तैर्योगः । स्थूलेषु हि छायाणुसंबन्धो, न सूक्ष्मेषु, तथादर्शनादिति । तथा ज्ञेयानि पुद्गलद्रव्यरूपाण्यप्यनन्तानि ततो युगपत्तत्तत्प्रतिबद्धच्छाया - परमाणु संक्रमाभ्युपगमे तेषां छायाणूनां परस्परं पिण्डभावसंभवात् ज्ञानस्य परिच्छेदस्य पिण्डभाव एव प्राप्नोति न तु वैविक्त्यं, विषयप्रतिच्छायाधीना हि विषयपरिच्छित्तिस्तथाऽभ्युपगमात्, विषयप्रतिच्छायाश्चोक्तवत्परस्परं पिंडरुपतामापन्ना इति परिच्छेदस्य वैविक्त्येनाभावः । तथा सिद्धानां सकलकर्मविनिर्मुक्तानां ज्ञानस्य न सर्वथा छायाणुभिरपि ज्ञेययोग इति संटङ्कः । इत्याह–‘योगसंभवाभावात्' तेषामशरीरतया छायाणुभिः सहाकाशस्येव संबन्धविशेषसंभवाभावात्, अन्यथा 'तेसावरणपसंग त्ति' तेषां - सिद्धानामावरणप्रसङ्गात्, तैर्हि छायाणुभिः सहान्योऽन्यव्याप्तिसंबन्धाभ्युपगमे त एवावारका भवेयुस्तथा च सिद्धत्वक्षितिरिति । तथा शेषस्य - छायाणुव्यतिरिक्तस्यासंक्रान्तस्य ज्ञेयस्य परिच्छेदविरहप्रसङ्गात्। ज्ञानं हि संक्रान्तमेव वेदयते, संक्रान्ताश्च ज्ञाने छायाणव एव न तत्प्रतिबद्धं ज्ञेयं, तत् कथं तत् ज्ञेयं वस्तु ज्ञानमवगच्छेत् ? तथारूपछायाऽण्व - न्यथानुपपत्त्या तदपि ज्ञेयं वस्तु ज्ञानं वेदयते, तेनायमदोष इति चेत् ? नैवं, सार्वज्ञस्यापि ज्ञानस्यानुमानत्वप्रसंगादिति यत्किंचिदेतत् ॥१३२७-१३२८॥ ગાથાર્થ:- છાયાપક્ષે પણ સર્વજ્ઞજ્ઞાનનો જ્ઞેયસાથે સંબંધ સંભવતો નથી કેમકે (૧)તે જ્ઞેયો દેશાદિથી અત્યંત દૂર રહ્યા હોય છે. (૨) અણુવગેરે સૂક્ષ્મદ્રવ્યોમાં છાયાપુદ્ગલોનો અભાવ હોય છે. એવું જ દેખાય છે કે સ્ટૂલ દ્રવ્યોમા જ છાયાણુઓનો સંબંધ હોય છે સૂક્ષ્મોમા નહીં. (તેથી અણુઓસાથે પણ શેયસંબંધ ન સંભવે.)(૩) પુદ્ગલદ્રવ્યરૂપ શેયો અનન્ત છે. તે બધાને પ્રતિબદ્ધ છાયાણુઓનો એકસાથે સક્રમ સ્વીકારવામાં તે છાયાણુઓનો પરસ્પર પિંડભાવ થવાનો સંભવ છે, અને તેથી પરિચ્છેદાત્મક જ્ઞાન પણ પિણ્ડાત્મક થવાની પ્રાપ્તિ છે, નહીં કે વૈયકિતક. પૂર્વપક્ષે એવું સ્વીકાર્યું છે કે વિષયની પ્રતિચ્છાયાને આધીન જ વિષયનો પરિચ્છેદ છે. અને ઉપર કહ્યુ તેમ પરસ્પરપિંડરૂપતાને પામેલા છે. તેથી પચ્છેિદમાં વિવિક્તા-વૈયક્તિકભાવ આવતો નથી. વળી (૪)સકલ કર્મરાશિથી વિમુક્ત સિદ્ધોના જ્ઞાનનો છાયાણુઓદ્વારા પણ સર્વથા જ્ઞેયસાથે યોગ થતો નથી, કેમ કે તેઓ (=સિદ્ધોઅશરીરી હોવાથી આકાશની જેમ તેઓનો છાયાણુઓ સાથે સંબંધવિશેષ સંભવતો નથી, અન્યથા સિદ્ધોને આવરણનો પ્રસંગ છે. તે આ પ્રમાણે—તેઓનો (=સિદ્ધોનો) છાયાણુઓસાથે અન્યોન્યવ્યાપ્તિરૂપ સંબંધ સ્વીકારવામાં એ છાયાણુઓ આવારક બની રહેશે, અને આમ તો સિદ્ધોની સિદ્ધતાને ક્ષતિ પહોંચશે. (૫) છાયાણુથી ભિન્ન હોવાથી સંક્રાન્ત નહીં થયેલા શેયનો પરિચ્છેદ નહીં થવાનો પ્રસ`ગ છે. કેમકે પરમતે સંક્રાન્ત જ્ઞાન જ વેદાય છે. (=અનુભવાય છે.)અને જ્ઞાનમાં તો છાયાણુઓ જ સંક્રાન્ત થયા છે, નહીં કે તે છાયાણુઓસાથે પ્રતિબદ્ધ જ્ઞેયવસ્તુઓ. તેથી તે જ્ઞેયવસ્તુઓનુ સવેદન–જ્ઞાન કેવી રીતે કરશે? પૂર્વપક્ષ:- તેવા પ્રકારના છાયાણુઓની અન્યથા અનુપપત્તિ હોવાથી તે જ્ઞેયવસ્તુનુ પણ જ્ઞાન સંવેદન કરે જ છે. તેથી આ પક્ષ નિર્દોષ છે. ઉત્તરપક્ષ:- આ બરાબર નથી. આમ અન્યથાઅનુપપત્તિના સહાયે જ્ઞેયનું સંવેદન માનવામા સર્વજ્ઞના જ્ઞાનને અનુમાનજ્ઞાન માનવાનો (–નહીં કે પ્રત્યક્ષજ્ઞાન) પ્રસંગ છે. તેથી આ તુચ્છ છે. ૫૧૩૨૭–૨૮ા ‘સર્વગતાવભાસ’ પદના અર્થની ચર્ચા इह केचित् "सर्वगतावभास" मित्यादिवचनश्रवणतः सद्भावतो विश्वगतं केवलज्ञानमभिमन्यन्ते, तन्मतमपाचिकीर्षुराह ‘સર્વગતાવભાસ...’ ઇત્યાદિવચનના શ્રવણથી કેટલાક ‘કેવલજ્ઞાન સદ્ભાવથી વિશ્વગત છે' એવી ભ્રાન્ત માન્યતા રાખે છે. હવે આ માન્યતા દૂર કરવા આચાર્યવર્ય કહે છે णय सव्वगयं एयं सत्ताख्वेण जं अणंतो तु 1 धम्मरहितो अलोगो कह गच्छति तो तयं झत्ति ? ॥ १३२९ ॥ (न च सर्वगतमेतत् सत्तारूपेण यदनन्तस्तु । धर्मरहितोऽलोकः कथं गच्छति तस्मात्तकत् झटिति ॥) न च, चकारो मतान्तरप्रतिक्षेपसमुच्चयद्योतनार्थः, सत्तारूपेण - सद्भावेन सर्वगतं - सकलवस्तुगत मेतत्- केवलज्ञानम्। कुत इत्याह-असंभवात्, असंभवश्च यत् - यस्मादनन्त एव, तुरवधारणे, धर्म्मरहितो-धर्मास्तिकायविरहितोऽलोकोऽस्ति, 'ता' तस्मात्कथं तकत्–केवलज्ञानमलोके झटिति गच्छति ? नैव गच्छतीतिभावः । तत्र गत्युपष्टम्भकधर्मास्तिकायाभावात् समयमात्रेण च सामस्त्येन गमने तस्यानन्तत्वविरोधाच्च, अत एव धर्मरहित इति अनन्त इति च विंशेषणद्वयमुपादायीति ॥१३२९॥ **** धर्मसंग्रह - भाग २ - 320**** ++++ +++ of

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392