________________
* * * * * * * * * * * * * * * * * સર્વત્રસિદ્ધિ દ્વાર જ * * * * * * * * * * * * * *
जंपति य वीयरागो य भवोवग्गाहिकम्मुणो उदया ।
तेणेव पगारेणं वेदिजति जं तयं कम्मं ॥१२९१॥
(जल्पति च वीतरागश्च भवोपग्राहिकर्मण उदयात् । तेनैव प्रकारेण वेद्यते यत्तकत् कर्म ) जल्पति च वीतरागोऽपि सन् भगवान् भवोपग्राहिकर्मणः-तीर्थकरनामसंज्ञितस्योदयात्, यत्-यस्मात्तकत्भवोपग्राहि कर्म तेनैवाग्लान्या यथावस्थितवस्तुदेशनालक्षणेन प्रकारेण वेद्यते-अनुभूयानुभूय क्षयं नीयते, यदुक्तमा- "तं च कहं वेइज्जइ अगिलाए धम्मदेसणाईहिं" (छा. तच्च कथं वेद्यते? अग्लान्यिा धर्मदेशनादिभिरिति) ति । ततो भवोपग्राहिकानुगततया कृतकृत्यताऽभावात्तत्क्षयार्थं शुद्धदेशनाप्रवृत्तिरविरुद्धेति । स्यादेतद्, न रागादिकार्यत्वाद्वचनाद्रागादिमत्त्वानुमानमपि तु वक्तर्यात्मनि रागादेवक्तृत्वसहचारिणो दर्शनादन्यत्रापि वक्तृत्वोपलम्भात्सहचारिणो रागादेरनुमानमिति, यद्येवं तर्हि आत्मनि गौरत्वसहचरितस्य वक्तृत्वस्य दर्शनादन्यत्रापि कृष्णादौ वक्तरि गौरत्वमनुमातव्यम्। अथ न येन केनचित्सह स्वात्मनि दृष्टं वक्तृत्वं तस्य सर्वस्यापि गमकं, किंतु यस्मिन् सहचारिणि दृष्टे धर्मे व्यतिरिच्यमाने वक्तृत्वमपि व्यतिरिच्यते तस्यैव गमकम्, गौरत्वे च पुरुषान्तराद्व्यतिरिच्यमाने न वचनं व्यतिरिच्यते ततो न तस्यानुमानमिति, यद्येवं तर्हि यथा कृष्णादौ वक्तरि वृत्तिदर्शनाद्वचनस्य गौरत्वव्यतिरेकेऽभावासिद्धिस्तथा रागादिरहितेऽपि जिने विरोधाभावतो वचनस्य वृत्तिसंदेहाद्रागादिमत्त्वव्यतिरेके तस्याभावासिद्धिस्तुल्या, यदाह धर्मकीर्तिः- "तुल्यावृत्तितत्संदेहाभ्यामभावासिद्धिरिति” । तदेवं विपक्षेऽपि पुरुषत्ववक्तृत्वयोवृत्तिसंदेहात् पुरुषादित्वादित्ययं हेतुरनैकान्तिक इति ॥१२९१ ॥
ગાથાર્થ – ઉત્તરપલ:- ભગવાન વીતરાગ હોવા છતાં તીર્થંકરનામકર્મનામના ભવોપગ્રાહી (=સંસારોપકારક) કર્મના ઉદયથી ઉપદેશ આપે છે. કેમકે તે ભવોપગ્રાહી કર્મને આ પ્રકારે ગ્લાન થયા વિના યથાવસ્થિતવસ્તુદર્શક ઉપદેશ દેવારૂપ પ્રયત્નથી અનુભવી અનુભવી ક્ષીણ કરે છે. આગમમાં કહ્યું જ છે કે “તે (તીર્થકરનામકર્મ) કેવી રીતે વેદાય છે? (=અનુભવીને ક્ષય કરાય છે?) (ઉત્તર:-) અગ્લાન ધર્મદેશનાથી” આમ ભગવાન ભવોપગાહી કર્મથી યુક્ત હોવાથી પૂર્ણતયા કૃતકૃત્ય નથી. તેથી એ કર્મના ક્ષયમાટે થતી શુદ્ધદેશનાપ્રવૃત્તિ વિદ્ધરૂપ નથી.
પૂર્વપક્ષ:- વચન રાગાદિનું કાર્ય હોવાથી વચનથી રાગાદિમત્તાનું અનુમાન કરાતું નથી. પરંતુ વક્તા પોતાના આત્મામાં વકતૃત્વના સહચારી રાગાદિના દર્શનથી અન્યત્ર પણ વકતૃત્વ જોઈ સહચારી રાગાદિનું અનુમાન કરે છે. આમ આપણામાં રાગાદિસહકૃતવકતૃત્વ જોઈને ભગવાનમાં પણ તેવું અનુમાન થઈ શકે.
ઉત્તરપક્ષ:- આમ તો વક્તાએ પોતાનામાં ગૌરવને સહચારી વકતત્વના દર્શનથી અન્યત્ર કાળાવગેરે વક્તામાં પણ ગૌરવનું અનુમાન કરવું જોઇએ.
પૂર્વપક્ષ:- પોતાના આત્મામાં જે-તે સાથે જોયેલું વકતૃત્વ કંઈ તે બધાનું ગમક (અન્યત્ર વક્તામાં પણ નિશ્ચાયક) બને તેમ નથી. પરંતુ જે સહચારિભૂત જોયેલા ધર્મના અભાવમાં વકતૃત્વનો પણ અભાવ મળતો હોય, તે જ ધર્મનું નિશ્ચાયક એ વકતૃત્વ બને. અન્ય પુરુષમાં ગૌરવના અભાવમાં પણ વકતૃત્વનો (=વચનનો) અભાવ નથી, તેથી વકતૃત્વ ગૌરત્વનો નિરચાયક=અનુમાપક નથી.
ઉત્તરપt:- આમ કાળાવક્તામાં વચનની વૃત્તિ (રહાજરી) દેખાય છે, તેથી ગૌરવના અભાવમાં વકતૃત્વના અભાવની અસિદ્ધિ છે (અર્થાત ગૌરવના અભાવમાં વકતૃત્વ પણ ન હોય' એમ કહી ન શકાય) તે જ પ્રમાણે રાગાદિરહિત એવા પણ જિનમાં વિરોધાભાવના કારણે (વચનને રાગાદિના અભાવ સાથે વિરોધ ન હોવાથી) વચનની વૃત્તિનો સંદેહ (વચનની વૃત્તિ એ સાધ્યમાન હોવાથી
સંદેહ પદ પ્રયુક્ત છે.) હોઈ રાગાદિમત્તાના અભાવમાં વચનના અભાવની અસિદ્ધિ તુલ્યરૂપે છે. (અર્થાત “રાગાદિના અભાવમાં વચન હોય કે ન હોય એવી સંદેહાવસ્થામાં “રાગાદિના અભાવમાં વચન ન હોય' એમ કહી ન શકાય.)ધર્મકીર્તિએ કહ્યું છે “તુલ્યાવૃત્તિ-તત્સદેહ આ બેથી અભાવાસિદ્ધિ છે (બે ધર્મો વચ્ચે તુલ્યવૃત્તિ ન હોય, અર્થાત એકના અભાવમાં પણ બીજો ધર્મ રહેતો હોય તો અથવા રહેતો હોવાનો સંદેહ હોય તો એકના અભાવમાત્રથી બીજાના અભાવની સિદ્ધિ ન થાય.)
આમ રાગરહિત-વીતરાગરૂપે વિપક્ષમાં પણ પુરુષત્વ-વકતૃત્વની વૃત્તિ હોવાનો સંદેહ છે, તેથી પુરુષ'આદિ હેત સંશય હેત લેવાથી અનેકાન્તિક સમજવો. (જેમાં સાધ્ય નિશ્ચિત હોય, તે સપક્ષ અને જેમાં સાધ્યનો અભાવ નિશ્ચિત હોય, તે વિપક્ષ. અનુમાનનો હેતુ સપક્ષ-વિપક્ષ બંનેમાં રહેતો હોય, તો હેતુમાં “સાધારણાનેકાન્સિક દોષ આવે. પુરુષત્વ હેતુ રાગાદિમાન્ દેવદત્તાદિ સપક્ષમાં અને રાગાભાવવાન જિનાદિ વિપક્ષમાં રહેતો સંભવતો હોવાથી આ દોષયુક્ત છે.) ૧૧૯૧
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ -ભાગ ૨ - 304
*
* *
*
*
*
*
*
*
*
* *
* * *