________________
* સર્વજ્ઞસિદ્ધિ દ્વાર
यथाविप्लवमावेगप्रतिपत्तिप्रदर्शनात् । परोक्षगतिसंज्ञायां, तथा वृत्तेरदर्शनात् ॥ २ ॥ तस्माद्भूतम भूतं वा, यद्यदेवातिभाव्यते । भावनापरिनिष्पत्तौ, तत् स्फुटाकल्पधीफलम् ॥३ ॥” इति, अमीषां चानुष्टभामयं संक्षेपार्थः - चौरस्वप्नो नाम यत्र स्वप्ने चौरानभिमुखमापततः पश्यति, आदिशब्दस्तदन्यैवंविधप्रकारसूचनार्थः, तैः कामादिभिरुपप्लुता अभूतानपि - अविद्यमानानपि पुरतोऽवस्थितानिव प्रियतमादीन् भावान् पश्यन्ति । कथं पुनरेतदवसीयते पुरतोऽवस्थितानिव तांस्ते पश्यन्तीत्यत आह‘યથેત્યાદ્રિ’ પ્રવેશ:-સંપ્રમઃ જાયાવસ્થાવિશેોરોમાગ્રતક્ષળમ્પતક્ષળો વા, प्रतिपत्तिः - दर्शनानुरूपमनुष्ठानं कान्ताकण्ठाकर्षणादि कस्को वेत्याभाषणं, साहंकारश्च खड्गादिपरिग्रहः, अनयोर्यथाविप्लवं - कामादिविप्लवानतिक्रमेण दर्शनात् यथाविप्लवमावेगप्रतिपत्तिदर्शनेऽपि कथं प्रत्यक्षवत् स्पष्टाभं तेषां दर्शनमित्याह - परोक्षस्य गतिः - ज्ञानं तस्याः संज्ञानिश्चयस्तस्यां सत्यां तेन प्रकारेण वृत्तेः- प्रवृत्तेरावेगादिरूपाया अदर्शनात्, तस्मात् भूतमभूतं वा यत् यदेवातिशयेन भाव्यते तत् भावनाप्रकर्षे सति स्फुटाकल्पकधीफलं स्फुटाया अकल्पिकाया धियो हेतुर्भवतीत्यर्थः । तत्र यदसत्यं तत् पूर्वविज्ञानारूढं तस्मादव्यतिरिक्तमुत्तरज्ञानस्य हेतुर्भवति, यत् पुनः सत् तत् भाव्यमानं स्वभावेनैव हेतुर्भवति, न ज्ञान તં પ્રસફેન ।।૨૩૨૪॥
ગાથાર્થ:- બીજા માયાસુનવીય(=બૌદ્ધ) આચાર્યોનો મત:- સ્વપ્ન, કામ, શોકઆદિઅવસ્થાઓમાં વિષયની ગેરહાજરીમાં પણ સ્પષ્ટઆભાવાળું જ્ઞાન છે. (સ્વપ્નમાં સ્વપ્નમાં દેખાતી વસ્તુઓ, કામાવસ્થામા-કામરાગથી પીડાતી વ્યક્તિને ભાસતી કામ્યવ્યક્તિ, શોકાવસ્થામા શોકાર્તવ્યક્તિને જે સંબધી શોક છે, કલ્પનામાં ભાસતી તે વસ્તુ/વ્યક્તિ તે કાળે હાજર ન હોવા છતાં તેની હાજરીઆદિની સ્પષ્ટ પ્રતીતિ થાય છે.) એ જ પ્રમાણે અવિધમાન એવા પણ અતીત-અનાગતભાવોઅંગે વીતરાગનુ કેવળજ્ઞાન સ્પષ્ટાભાવાળુ હોઇ શકે છે. અને સ્ફુટાભાવાળું હોવાથી જ પ્રત્યક્ષ છે. કેમકે ‘પ્રત્યક્ષ’શબ્દના પ્રયોગમા ‘અર્થસાક્ષાત્કારિતા’ જ હેતુભૂત છે, જેમકે ‘ગો'શબ્દના પ્રયોગમાં ‘ખુર, સ્કન્ધાદિમત્તા’ કારણભૂત છે. વીતરાગના જ્ઞાનમા પણ તે અર્થસાક્ષાત્કારિતા સમાનતયા છે જ. તેથી વીતરાગજ્ઞાન કેમ પ્રત્યક્ષરૂપ ન હોય? અર્થાત્ પ્રત્યક્ષરૂપ જ છે. તેથી જ કહ્યું છે- ‘ભાવનાબળથી ભયાદિની જેમ સ્પષ્ટ ભાસે છે. જે અવિસંવાદી સ્પષ્ટ છે તે અકલ્પક-નિર્વિકલ્પ પ્રત્યક્ષ છે.' આનો અર્થ→ સ્પષ્ટ–ગ્રાહ્યાર્થના સ્પષ્ટાભાવાળુ જે મનોવિજ્ઞાન છે, તે પ્રત્યક્ષ છે: આ જ્ઞાનની સ્પષ્ટાભતા કેવી રીતે છે? તે બતાવે છે ભાવનાબલત” ભાવનામાં પ્રકર્ષરૂપ જે સામર્થ્ય છે, તેના બળથી તે મનોવિજ્ઞાન સ્પષ્ટ થાય છે. અહીં ‘ભયાદિમા’ એ દૃષ્ટાન્ત છે. ભયાદિવખતે સ્પષ્ટાભ મનોવિજ્ઞાન પ્રસિદ્ધ છે, તેના આધારે ભાવનાબળથી થતા મનોવિજ્ઞાનની સ્પષ્ટાભતા પ્રસિદ્ધ કરી. એમ તો અસત્યવિકલ્પરૂપ પણ ભાવિત કરાતુ મનોવિજ્ઞાન સ્પષ્ટપ્રતિભાસવાળું હોઇ શકે છે, ભ્રાન્ત બની શકે છે. અને તે પ્રત્યક્ષરૂપ નથી. તેથી તેનો નિષેધ કરવા કહે છે ‘અવિસંવાદિ’ વિસંવાદ વિનાનું. આ પ્રત્યક્ષ વિસવાદરહિતનું છે અને નિર્વિકલ્પક છે. સ્ફુટાભમય હોવાથી જ અકલ્પકતા= નિર્વિકલ્પતા સિદ્ધ છે. તાત્પર્યં:- ભગવાનનું જ્ઞાન પણ ભાવનાપ્રકર્ષના કારણે સ્પષ્ટાભાવાળું અને ‘પ્રમાણથી પરિશુદ્ધવિષયવાળુ હોવાથી અભ્રાન્ત હોય છે. તેથી એ જ્ઞાન પ્રત્યક્ષ છે. ભાવનાબળથી મનોવિજ્ઞાન સ્પષ્ટઆભાવાળુ કેવી રીતે બને? તેવી આશંકા દૂર કરવા કહે છે ‘ભયાદો ઇવ’ આની વ્યાખ્યા તેઓએ જ આ પ્રમાણે કહી છે—કામ, શોક, ભય, ઉન્માદ, ચોરસ્વપ્નઆદિથી વિપ્લવિત થયેલાઓ અવિધમાન એવા પણ ભાવોને જાણે સામે જ રહેલા હોય, તેમ જૂએ છે. (૧) યથાવિપ્લવ આવેગની પ્રતિપત્તિ દેખાતી હોવાથી પરોક્ષગતિસંજ્ઞામા તથાવૃત્તિ દેખાતી નહીં હોવાથી (૨) તેથી સદ્ભૂત કે અસદ્ભુત જે જેની અતિભાવના થાય છે. તે તે ભાવનાની પરિનિષ્પત્તિ થયે સ્ફુટ નિર્વિકલ્પકબુદ્ધિરૂપ ફળવાળું બને છે. (૩)આ અનુષ્ટુપ શ્લોકોનો સંક્ષેપાર્થ આ પ્રમાણે છે→ ચોરસ્વપ્ન= જે સ્વપ્નમાં ચોરને સામે આવતા જૂએ. અહીં ચોરસ્વપ્નાદિમા આદિપદથી બીજા પણ આવા પ્રકારના અર્થોનું સૂચન થાય છે. આમ કામ, શોક, ભય, ઉન્માદ, ચોરસ્વપ્નાદિથી અભિભૂત થયેલો (=વિપ્લવિત) અવિધમાન એવા પણ પ્રિયતમાદિભાવોને જાણે સામે જ ઊભા ન હોય' એમ જૂએ છે. એ શી રીતે ખબર પડે કે તેઓ એ ભાવોને જાણે કે સામે ઊભા ન હોય તેમ જૂએ છે? તેથી કહે છે. શરીરની રોમાચરૂપ કે કંપનરૂપ અવસ્થાવિશેષરૂપ આવેગ=સભ્રમ, તથા દર્શનને અનુરૂપ સ્ત્રીના કંઠને ખેંચવાદિરૂપ ચેષ્ટા, કોણ છે? ઇત્યાદિ ભાષણ અને અહંકારપૂર્વક તલવારઆદિ પકડવા આવી પ્રવૃત્તિઓ. આમ કામાદિના અભિભવને અનુરૂપ (યથા) વિપ્લવ આવેગ અને પ્રવૃત્તિઓ દેખાય છે. તેથી તેઓ તેવા ભાવોને જાણે કે સામે ઊભા ન હોય તેમ જૂએ છે” તેવો ખ્યાલ આવી શકે છે. અભિભવને અનુરૂપ આવેગ-પ્રત્તિપત્તિ દેખાતી હોય, તો પણ તેઓનુ દર્શન પ્રત્યક્ષની જેમ સ્પષ્ટાભાવાળુ જ છે, તે શી રીતે જાણી શકાય? તે અંગે કહે છે- પરોક્ષના જ્ઞાનના નિશ્ચયમા અર્થાત્ તે જ્ઞાન જો પરોક્ષ હોય તો આવેગાદિ દેખાય નહિ.
એક વ * * * ધર્મસગ્રહણિ-ભાગ ૨ – 317 * * *
܀ ܀ ܀