Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 333
________________ ******* * * * * સર્વજ્ઞસિદ્ધિ કાર જ ન આગમ કથંચિદ્ દ્રવ્યાર્થતયા-અર્થાત્મકરૂપે નિત્ય છે.' એમ અમને સમત છે. (તેથી ઇતરેતરાયાદિોષો સંભવતા નથી.) વળી, ‘આ ઋષભ સર્વજ્ઞ છે. એ માત્ર અર્થવાદરૂપ (લોકાદિમા પ્રસિદ્ધઅર્થનું પ્રતિપાદકવચન અર્થવાદ કહેવાય. એ આગમાપ્રમાણરૂપ ન માની શકાય એવો એક મત છે.) નથી, પણ તાત્ત્વિક છે. કેમકે આ કેવલજ્ઞાન આગમીય ચોદના (-વિધિનિષેધ પ્રવૃત્તિ/નિવૃત્તિ હેતુક પ્રેરણા) નું ફળ છે, જેમકે તમને જ સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો' એવી પ્રેરણાના ફળતરીકે સ્વર્ગ માન્ય છે. ૧૨૪બા तामेव नो (चो) दनामाह આ પ્રેરણા બતાવતા કહે છે– भणियं च सग्गकेवलफलत्थिणा इह तवादि कायव्वं । सग्गो व्व फलं केवलमसेसदव्वादिविसयं तं ॥१२४१॥ (भणितं च स्वर्गकेवलफलार्थिना इह तपआदि कर्तव्यम् । स्वर्ग इव फलं केवलमशेषद्रव्यादिविषयं तु ॥ भणितं चागमे यतः स्वर्गकेवलफलार्थिना तप आदिशब्दात् ध्यानं च यथासंख्यं कर्त्तव्यमिति । ततोऽग्निहोत्रमित्यादिचोदनायाः स्वर्ग इव, फलं तत्- केवलज्ञानमशेषद्रव्यादिविषयम् - अशेषद्रव्यपर्यायप्रपञ्चविषयमधिकृतनोदनाया इति નાર્થવાદઃ ૦૬૨૪૬॥ ગાથાર્થ:- આગમમાં કહ્યું છે કે “સ્વર્ગ અને કેવળજ્ઞાનના ઇચ્છુકે યથાસખ્ય (=ક્રમશ:)તપ અને ધ્યાન કરવા જોઇએ" આમ, ‘અગ્નિહોત્ર’ઇત્યાદિપ્રેરણાવાકચના સ્વર્ગાત્મકફળની જેમ સધળા દ્રવ્ય-પર્યાયોના વિસ્તારને વિષય બનાવતું કેવળજ્ઞાન ઉપરોક્ત આગમપ્રેરણાનું ફળ છે, તેથી માત્ર અર્થવાદરૂપ નથી. (આમ ‘સ્વર્ગ–કેવળજ્ઞાનાર્થીએ તપ-ધ્યાનાદિ કરવા' એ આગમવિધિવાકય છે. તેથી ઋષભદેવ સર્વજ્ઞ હતા' ઇત્યાદિવચનોને અર્થવાદરૂપ માનીએ તો પણ દોષ નથી. કેમ કે એ વચનો વિધિવાકચસાથે એકવાકયતા ધરાવે છે. જૈનમતે જે ગૃહીતગ્રાહી હોય કે જે સિદ્ધાર્થપ્રતિપાદક હોય તે અપ્રમાણ' એવું માન્ય નથી. સ્વપરનો સત્યાત્મક નિર્ણય કરાવતું જ્ઞાન નિશ્ર્ચયથી અને તેમાં હેતુ બનતું વચન ઉપચારથી પ્રમાણભૂતતરીકે માન્ય છે. (હા, વક્તગત તેવા દોષોનો બોધ કે સંશય વક્તાના વચનમાં અપ્રમાણતાનો નિર્ણય કે સંશય કરાવે)‘ઋષભદેવ સર્વજ્ઞ હતા' ઇત્યાદિવચનો વિધિવચનોસાથે એકવાકયતા ધરાવે છે, માટે જ પ્રમાણભૂત છે. આગમગતવિધિવચનો વિષેયાર્થ (તપ ધ્યાનાદિ)ની પ્રશસ્તતા (સ્વર્ગાદિફળજનકતાદિરૂપ)ને અપેક્ષીને જીવોને તે વિધિમા પ્રેરે છે. અર્થવાદવાકય તે વિધ્યર્થમા પુરુષાર્થથી પ્રાપ્તફળનો નિર્દેશ કરવાદ્વારા વિધેયાર્થની એ પ્રશસ્તતાનું જ અંકન કરે છે. આમ ઋષભદેવ સર્વજ્ઞ હતા' ઇત્યાદિવચનો પણ પ્રમાણભૂત જ છે.) ૫૧૨૪ા જેનાગમની પ્રમાણતા अथोच्येत - स्यात्केवलं ज्ञानं नोदनायाः फलं यदि स आगमः प्रमाणं स्यात्, यावता स प्रमाणमेव न भवतीत्यत आह શંકા:- જો તે આગમ (=તપાદિથી સ્વર્ગાદિ બતાવનું જેનાગમ) પ્રમાણભૂત હોત, તો જરુર તે આગમપ્રેરણાનું ફળ કેવળજ્ઞાન હોત; પરંતુ તે આગમ જ પ્રમાણભૂત નથી... અહીં સમાધાન બતાવે છે– णिच्छियमव्विवरीयं जणेइ जं पच्चयं जहा चक्खू । ता माणमागमो सो णायव्वो बुद्धिमंतेहिं ॥१२४२॥ - (निश्चितमविपरीतं जनयति यत् प्रत्ययं यथा चक्षुः । तस्माद् मानमागमः स ज्ञातव्यो बुद्धिमद्भिः ॥) निश्चितं न संशयितं तमपि अविपरीतम् - अविपर्यस्तं यत् यस्मात् प्रत्ययं जनयति, यथा निरादीनवं चक्षुः, 'ता' तस्मात्सः - आगमो मानं-प्रमाणमेव बुद्धिमता ज्ञातव्योऽन्यथा वेदस्यापि न प्रामाण्यं प्राप्नोति, विशेषाभावात् ॥ १२४२ ॥ ગાથાર્થ:- સમાધાન:- આ આગમ નિશ્ચિત-અસંશિયત અને તે પણ વિપર્યય વિનાનો પ્રત્યય ઉત્પન્ન કરે છે, જેમકે નિર્દોષ આંખ. તેથી આ આગમ પ્રમાણભૂત છે, એમ બુદ્ધિમાન પુરુષોએ સ્વીકારવું જોઇએ; અન્યથા તો વેદ પણ અપ્રમાણભૂત થવાની આપત્તિ છે. કેમ કે વેદને પ્રમાણરૂપ માનવામાં કોઇ વિશેષ કારણ નથી. ૫૧૨૪૨ા एयरस य पामण्णं सत एव कहंचि होइ दट्ठव्वं । एवं च ततो सग्गे व्व णिच्छओ तम्मि उववण्णो ॥१२४३॥ ( एतस्य च प्रामाण्यं स्वत एव कथञ्चिद्भवति द्रष्टव्यम् । एवं च ततः स्वर्ग इव निश्चयस्तस्मिन् उपपन्नः ॥) एतस्य च – आगमस्य प्रामाण्यं निश्चिताविपरीतप्रत्ययोत्पादकत्वेन कथंचित् - स्याद्वादनीत्या स्वत एवं भवति द्रष्टव्यम् । एवं च सति ततः - आगमात्कथंचित् स्वतः प्रमाणभूतात् स्वर्ग इवतस्मिन् - केवलज्ञाने निश्चय उपपन्न इति ॥१२४३॥ * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -286 + + +++

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392