________________
+++++++++++++++++सर्वसिनिवार +++++++++++++++++
બતાવી શકે તે વ્યક્તિઅંગે “સર્વજ્ઞ' તરીકેનો લોકવ્યવહાર થાય છે.) વર્તમાનકાળે પણ “તે વ્યક્તિ સર્વજ્ઞ હતી એમ સુસંપ્રદાય (સંવિગ્ન ગીતાર્થોની પરંપરા) થી જાણી શકાય. ૧૨૩થા अथ यदि व्यवहारतः स सर्वज्ञो ज्ञायते तर्हि परमार्थतस्तस्याभाव एव, व्यवहारस्यापारमार्थिकत्वादित्यत आह
શંકા:- જો વ્યવહારથી તે સર્વજ્ઞ છે તેમ જણાતું હોય, તો પરમાર્થથી તો તેનો અભાવ સિદ્ધ થાય છે, કેમકે વ્યવહારમાં પારમાર્થિકપણું હોતુ નથી. આ શંકાના સમાધાનમાં કહે છે.
चउवेदो वि हु एवं णज्जइ ववहारणयमएणेव ।
अचउव्वेदेहिं अह अत्थि सो एवमितरोवि ॥१२३८॥
(चतुर्वेदोऽपि हु एवं ज्ञायते व्यवहारनयमतेनैव । अचतुर्वेदैरथास्ति स एवमितरोऽपि ॥) चतुर्वेदोऽपि 'हु' निश्चितमचतुर्वेदैर्व्यवहारनयमतेनैव एवं पृष्टकतिपयपदार्थप्रकाशनेन ज्ञायते नान्यथा, अथ च स:चतुर्वेदः परमार्थतोऽस्ति न पुनर्व्यवहारतः प्रतीयमानत्वेन तस्याभावः, एवमितरोऽपि-सर्वज्ञोऽपि व्यवहारनयमतेन ज्ञायमानः पारमार्थिको भविष्यतीति ॥१२३८॥ - ગાથાર્થ:- સમાધાન - ચતુર્વેદી (ચાર વેદના જાણકાર)ને ચાર વેદને નહીં જાણનાર કેટલાક પ્રશ્નો પૂછે ત્યારે એ 'ચતુર્વેદી એ અર્થો બતાવે છે. તેના આધારે એ અચતર્વેદી પણ વ્યવહારનયના આધારે અવશ્ય “આ ચતુર્વેદી છે એમ જણે છે, આમ વ્યવહારથી જાણવા છતાં તેનો પરમાર્થથી અભાવ નથી, કેમકે તે ચતુર્વેદી છે જ. આ જ પ્રમાણે વ્યવહારથી જ્ઞાત થતા સર્વજ્ઞ પરમાર્થથી પણ શકે છે. ૧૨૩૮ .. . अह णिच्छएणवि इमो णज्जइ अन्नेण तुल्लणाणेण ।
इयरम्मि (वि) तुल्लमिणं संति य बहवेऽत्थ सव्वन्नू ॥१२३९॥ (अथ निश्चयेनापि अयं ज्ञायतेऽन्येन तुल्यज्ञानेन । इतरस्मिन्नपि तुल्यमिदं सन्ति च बहवोऽत्र सर्वज्ञाः ॥) अथ निश्चयेनाप्ययं चतुर्वेदोऽन्येन तुल्यज्ञानेन चतुर्वेदेनेतियावत् ज्ञायते, ततस्तस्य नाभावः परमार्थतो युक्त इति । अत्राह- 'इयरम्मीत्यादि' इतरस्मिन्नपि सर्वज्ञे इदं तदन्येन सर्वज्ञेन सर्वज्ञतया परिज्ञानं तुल्यम् । न चान्यः सर्वज्ञो न विद्यते येन सर्वज्ञेन तदन्येन परिज्ञानं न भवेत्, यत आह-सन्ति च बहवोऽत्र-जगति सर्वज्ञाः ॥१२३९॥
* ગાથાર્થ:- શંકા:- બીજા ચતુર્વેદીને તત્ય જ્ઞાનવાળો હોવાથી આ ચતુર્વેદી છે' એમ નિશ્ચયમથી પણ જાણી શકાય છે. તેથી ચતુર્વેદીનો પરમાર્થથી અભાવ હોવો યોગ્ય નથી.
સમાધાન:- બીજા સર્વજ્ઞને તુલ્ય જ્ઞાન હોવાથી “આ સર્વજ્ઞ છે એવો નિશ્ચય સર્વજ્ઞમાટે પણ સમાનતયા થઇ શકે છે. અને એવું પણ નથી કે બીજો કોઈ એવો સર્વજ્ઞ જ નથી, કે જેની સાથે સરખામણીદ્વારા આનો સર્વજ્ઞતરીકે નિર્ણય ન થઈ શકે. કેમકે આ જગતમાં ઘણા સર્વજ્ઞ છે. ૧૨૩લા ઋષભાદિની સર્વજ્ઞતા આગમસિદ્ધ છે, નહીં કે અર્થવાદરૂપ अथ तदानीं सर्वज्ञस्तदन्यसर्वज्ञेन निश्चयतो ज्ञायते, ज्ञायताम्, इदानीं तु कथमित्यत आह -
શંકા- સર્વજ્ઞકાળે ભલે એક સર્વજ્ઞથી બીજો સર્વજ્ઞ જણાતો હોય, તો જણાય; પરંતુ વર્તમાનમાં કેવી રીતે જાણી शाय?... અહીં સમાધાન બતાવે છે–
एण्हि पि आगमातो कहंचि णिच्चो य सो मओ अम्हं ।
णय एस अत्थवादो फलं जतो चोदणाए उ ॥१२४०॥ (इदानीमपि आगमात् कथंचिद् नित्यश्च स मतोऽस्माकम् । न च एषः अर्थवादः फलं यतश्चोदनायास्तु ॥ इदानीमपि निश्चयतः सर्वज्ञ ऋषभादिको ज्ञायते, आगमतः-आगमप्रमाणतः । स चागमोऽस्माकं कथंचिद्व्यार्थतया नित्यो मतः । न चैष ऋषभः सर्वज्ञ इत्येवमादिकोऽर्थवादो, यस्मादिदं केवलज्ञानं चोदनायाः फलं, यथा 'अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम' इत्यस्याः फलं स्वर्ग इति ॥१२४०॥
ગાથાર્થ:- સમાધાન:- વર્તમાનમાં પણ આગમપ્રમાણથી ઋષભાદિ સર્વજ્ઞતરીકે નિશ્ચયથી જાણી શકાય છે. અને આ
++++++++++++++++
AER-HIN२ - 285+++++++++++++++