Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 321
________________ * * * * * * * * * * * * * * * * સર્વસિલિ કાર જ જ * * * * * * * * * * * * * बहुतरज्ञा अत्र-जगति प्रत्यक्षत एव दृश्यन्ते, तस्मादित्थंभूतातिशयदर्शनात्परिणामस्येव ज्ञानस्यापि प्रकर्षभावः संभाव्यते । अपिर्भिन्नक्रमः, स च यथास्थानं योजित एवेति ॥१२०७॥ ગાથાર્થ:- કેટલાક બીજા પાસેથી ત્રણવાર સાંભળી પાઠ દેવા સમર્થ છેય છે, કેટલાક બીજા પાસેથી બેવાર સાંભળી પાઠ દેવા સમર્થ હોય છે. કેટલાક બહુજ્ઞ ( બહુ જાણવાવાળા) હેય છે. તો કેટલાક બહુતરજ્ઞ હેય છે. એમ આ જગતમાં પ્રત્યક્ષથી દેખાય છે. આમ આવા પ્રકારના અતિશયના દર્શનથી પરિણામ(શુભાશુભભાવ) ની જેમ જ્ઞાનનો પણ પ્રકર્ષભાવ સંભવે છે. (મૂળમાં વિ-અપેિ પદ જ્ઞાન સાથે સંલગ્ન છે.) ૧૨૦૭ા અતીન્દ્રિય પ્રતિભાશાનમાં પણ તરતમભાવ પર ગાદ – અહીં (જ્ઞાનમાં તરતમભાવને ઇન્દ્રિય–ઔપાધિક બતાવવાના પ્રયાસમાં) પૂર્વપક્ષકાર કહે છે सो इंदियदारेणं नियनियविसएसु चेव जुत्तो त्ति । पावइ अतिप्पसंगो अन्नहपरियप्पणे नियमा ॥१२०८॥ (स इन्द्रियद्वारेण निजनिजविषयेषु एव युक्त इति । प्राप्नोति अतिप्रसंगोऽन्यथापरिकल्पने नियमात् ॥ स तरतमभावो ज्ञानस्येन्द्रियद्वारेणैव दृश्यतेऽविगानेन तथानुभवात् । ततः सोऽपि सर्वोत्तमप्रकर्षभावो ज्ञानस्येन्द्रियद्वारेणैव निजनिजविषयेषु युक्तो यतोऽन्यथा-विवक्षितप्रकारमृते प्रकारान्तरेण प्रकर्षभावस्य परिकल्पने क्रियमो नियमादतिप्रसङ्ग प्राप्नोति, अनिष्ट प्रकारान्तरेणापि कल्पनाप्रसक्तेः। तत्कथं प्रकर्षभावसंभवादतीन्द्रियप्रत्यक्ष-भावानुमानमिति ॥१२०८॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:-જ્ઞાનનો એ તરતમભાવ ઇન્દ્રિયોદ્વારા જ થતો દેખાય છે, કેમકે નિર્વિવાદપણે તેવો જ અનુભવ છે. (દેખાય જ છે કે કોકને આંખથી ઓછુ દેખાય, કોકને વા ઈત્યાદિ,તેથી જ્ઞાનનો તે સર્વોત્તમપ્રકર્ષભાવ પણ ઇન્દ્રિયોના પોતપોતાના વિષયમાં ઇન્દ્રિયોદ્વારા જ થાય તે યોગ્ય છે. (અર્થાત જૂદી જૂદી વ્યક્તિને આંખના રૂપઆદિ વિષયના જ્ઞાનમાં જે તરતમભાવ છે તેમાં તેને વ્યક્તિની આંખની તેવી તેવી ઓછી-વની શક્તિઆદિ જ કારણભૂત છે. અને તે અનુભવસિદ્ધ છે. તેથી તે રૂપાદિવિષયમાં જ્ઞાનનો સર્વોત્કૃષ્ટભાવ પણ આંખની વિશિષ્ટશક્તિઆદિરૂપ ઇન્દ્રિયદ્વારા જ શકય છે.) જો આ પ્રકારે પ્રકર્ષભાવ સ્વીકારવાના બદલે બીજા પ્રકારે પ્રકર્ષભાવની કલ્પના કરશો, તો અવશ્ય અતિપ્રસંગ આવશે. કેમકે અન્ય અનિષ્ટ પ્રકારે પણ કલ્પના કરવાનો પ્રસંગ છે. તેથી પ્રકર્ષભાવના સંભવથી અતીન્દ્રિય પ્રત્યક્ષની સત્તાનું અનુમાન શી રીતે થઇ શકે? ૧૨૦૮ अत्राचार्य आह - અહીં આચાર્યવર ઉત્તર આપે છે. मोत्तूण इंदिए जं पइभाणाणस्स दीसती वुड्डी । આવિરહિણો તા સનિત્ય(લ્યો. પSિI.)પરિસો મન્નો ૨૨૦૨ (मुक्त्वा इन्द्रियाणि यत् प्रतिभाज्ञानस्य दृश्यते वृद्धिः । आवरणहासतस्तस्मात् सकलार्थप्रकर्षोऽन्यः ॥) . मुक्त्वा इन्द्रियाणि-चक्षुरादीनि यत्-यस्मात् प्रतिभाज्ञानस्य तदावरणीयकर्महासभावतो दृश्यते वृद्धिस्तातस्मात्सकलार्थगोचरप्रकर्षभावो ज्ञानस्यान्य एव-इन्द्रियजज्ञानगतप्रकर्षात् व्यतिरिक्त एवातीन्द्रियोऽवसेय इति ॥१२०९॥ ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- ચક્ષઆદિઇન્દ્રિયને છોડી પ્રતિભાશાનમાં પણ તેના આવરણભૂત કર્મના બ્રાસથી વૃદ્ધિ દેખાય છે. અર્થાત જે ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન જ્ઞાનરૂપ છે, તેમાં પણ તરતમભાવ દેખાય છે. તેથી માત્ર ઇન્દ્રિયજ્ઞાનમાં જ તરતમભાવ હોય, તેવી વાત ઊડી જાય છે. તેથી જ સકલવસ્તવિષયકજ્ઞાનનો પ્રકર્ષભાવ પણ ઇન્દ્રિયજ્ઞાનગતપ્રકર્ષભાવથી ભિન્ન જ અતીન્દ્રિય છે, તેમ સમજવું જોઇએ. (આમ જ્ઞાનના તરતમભાવમાં ઇન્દ્રિય નહીં, જ્ઞાનાવરણીયકર્મનો બ્રાસ હેતુ છે. આ હેતુ ઍન્દ્રિયક-અતીન્દ્રિય બન્ને પ્રકારના જ્ઞાનમાં સંભવે છે.) ૧૨૦લ્લા स्यादेतत्, अस्ति प्रतिभाज्ञानं, परं न तत् सकलार्थविषयं, कतिपयविषयतयैव लोके तस्यानुभा(भ)वात्, तत्कथमतीन्द्रियज्ञानप्रकर्षः सकलवस्तुविषय इत्यत आह - પૂર્વપક્ષ:- પ્રતિભાશાન છે, એ બરાબર, પણ તે સકલાર્થવિષયક નથી. કેમકે કેટલાકઅર્થવિષયકતરીકે જ લોકમાં તેનો (પ્રતિભાશાનનો) અનુભવ છે. તેથી અતીન્દ્રિયજ્ઞાનનો પ્રકર્ષ સકલવસ્તવિષયક છે તેમ કેવી રીતે કહેવાય? અહીં આચાર્ય ઉત્તર આપે છે.* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 274 * * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392