________________
++
બમ બમ
++++++++
પૂર્વપક્ષ:- દેવદત્તમાં દેશાન્તરપ્રાપ્તિનો ગતિમત્તા સાથેનો અવિનાભાવ ષ્ટ છે, તેથી ત્યા તેના બળે સૂર્યમા પણ દેશાન્તરપ્રાપ્તિ ગતિમત્તાનો નિર્ણય કરાવે તે સમજી શકાય છે.
܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܫ qall ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀
ઉત્તરપક્ષ:- એ જ પ્રમાણે સાચા સાક્ષીમા પણ તેવી યોગ્યચેષ્ટાનો માધ્યસ્થભાવસાથે અવિનાભાવ દૃષ્ટ છે, તેથી વીતરાગમા પણ આ યોગ્યચેષ્ટા તેવા માધ્યસ્થ્યભાવનો નિર્ણય કરાવી શકે. આ સમાન તર્ક છે. (કેમકે શિષ્ટપુરુષો સર્વત્રસમાનતયા વર્તે છે. અને વિવક્ષિતસ્થળે કાર્યકારણભાવ કે વ્યાપ્ય-વ્યાપકભાવાદિ પ્રત્યક્ષસિદ્ધ ન હોય, તો પણ બાધાદિદોષો ન હોય, તો અન્યત્ર સિદ્ધ એ ભાવને વિવક્ષિતસ્થળે પણ માન્ય રાખે છે.)
પૂર્વપક્ષ:- પણ અહીં ચેષ્ટાનો પ્રકૃષ્ટમાસ્થ્યભાવસાથે અવિનાભાવ કચારે'ય જોવાયો નથી.
ઉત્તરપક્ષ:- એમ તો દેવદત્તમા પણ તેવા પ્રકારની આકાશમાં ગતિમત્તાસાથે દેશાન્તરપ્રાપ્તિનો અવિનાભાવ જોવાયો નથી, તેથી બન્ને સ્થળે દલીલ સમાન જ રહેશે. (પ્રસ્તુતમાં શંકા થાય, કે સૂર્ય તો પ્રત્યક્ષ છે, તેથી ત્યા સામાન્યતોદેષ્ટથી ભલે સિદ્ધિ થાય, પણ વીતરાગ જ અપ્રત્યક્ષ છે, તેથી તદ્ગત વીતરાગતાસાથે વિશિષ્ટ ચેષ્ટાનો સંબંધ શી રીતે યુક્તિ-યુક્ત ગણાય? આવી શંકાના સમાધાન મા અપ્રત્યક્ષસ્થળે પણ સંબંધની સિદ્ધિ બતાવે છે.) ૫૧૨૦૨૫
अपि च -
વળી,
जह चेव अपच्चक्खो आया ईहादिएहिँ लिंगेहिं ।
गम्मइ तहेव भासादिलिंगओ वीयरागो वि ॥ १२०३ ॥
(यथैवाप्रत्यक्ष आत्मा ईहादिभिर्लिङ्गैः । गम्यते तथैव भाषादिलिङ्गतो वीतरागोऽपि ॥)
यथैवाप्रत्यक्षः सन्नात्माऽप्रत्यक्षत्वत एव तेन सहान्वयमुखेन प्रतिबन्धग्रहणमन्तरेणापीहादिभिः - ईहापोहमार्गणादिभिर्लिङ्गैः - गम्यते - अनुमीयते तथैव भाषादिलिङ्गतो वीतरागोऽप्यनुमीयते तदन्यथानुपपत्त्या प्रतिबन्धनिश्चयस्यो - भयत्राप्यविशेषादिति ॥ १२०३ ॥
ગાથાર્થ:- આત્મા અપ્રત્યક્ષ હોવાથી જ આત્માસાથે ઇહાપોહમાર્ગણાદિ (-વિચાર) લિંગોનો અન્વયરૂપે પ્રતિબન્ધ (=વ્યાપ્તિ)પ્રત્યક્ષથી ગ્રાહ્ય થતો નથી, છતાં એ જ ઇહાદિથી આત્માનુ અનુમાન થાય છે. તે જ પ્રમાણે તેવી ભાષાઆદિ લિંગોનો વીતરાગભાવસાથે અન્વયભાવને આગળ કરી પ્રતિબન્ધ પ્રત્યક્ષથી અગ્રાહ્ય છે (કેમકે વીતરાગભાવ અપ્રત્યક્ષ છે.) છતા પણ તે લિંગોથી વીતરાગભાવનું અનુમાન થઇ શકે છે.
શંકા:- આત્માસ્થળે તો આત્માના અભાવમાં ઇહાદિભાવો જ અનુપપન્ન બને-ઇહાદિભાવોની અન્યથાઅનુપપત્તિનો પ્રસંગ છે. એ પ્રસંગ જ ઇહાદિની આત્માસાથે વ્યાપ્તિ સિદ્ધ કરાવી અનુમાનમા પ્રયોજક બને છે.
સમાધાન:- આ વાતતો વીતરાગભાવસ્થળે પણ સમાન છે. તેવાપ્રકારની ભાષાઆદિ ચેષ્ટા વીતરાગભાવ વિના અનુપપન્ન છે. આ અન્યથાઅનુપપત્તિનો પ્રસંગ જ ભાષાઆદિ લિંગસાથે વીતરાગભાવની વ્યાપ્તિને સિદ્ધ કરે છે. અને એ વ્યાપ્તિથી વીતરાગભાવ સિદ્ધ થાય છે. ૧૨૦૩૩ા
અતીન્દ્રિયપ્રત્યક્ષથી સર્વજ્ઞતાસિદ્ધિ
यदपि च सर्वज्ञत्वमधिकृत्योक्तम् – 'सव्वं च जाणइ कह' मित्यादि, तत्रापि प्रतिविधानमाह
તથા પૂર્વપક્ષે સર્વજ્ઞતાને ઉદ્દેશી જે ‘સવ્વ ચ... (બધુ જ કેવી રીતે જાણે? ગા. ૧૧૪૬) ઇત્યાદિ કહ્યું, ત્યાં અમારો જવાબ આ છે.→
सव्वं च जाणइ तओ पच्चक्खेणेव ण पुण सव्वेहिं ।
भिन्निंदियावसेयादिभणियदोसो वि ण य एत्थ ॥ १२०४ ॥
(सर्वं च जानाति सकः प्रत्यक्षेणैव न पुनः सर्वैः । भिन्नेन्द्रियावसेयादिभणितदोषोऽपि न चात्र II)
सर्वं च वस्तु 'तओ त्ति' सकः सर्वज्ञः प्रत्यक्षेणैव जानाति, न पुनः सर्वैः प्रत्यक्षादिभिः प्रमाणैः । न चात्र - प्रत्यक्षेण परिज्ञाने 'भिन्नेन्द्रियावसेया रूपादय' इत्यादिकः प्राग्भणितो दोषोऽपि लगति ॥ १२०४ ॥
++
ગાથાર્થ:- આ સર્વજ્ઞ બધી જ વસ્તુ પ્રત્યક્ષથી જ જૂએ-જાણે છે, નહીં કે પ્રત્યક્ષાદિ બધા પ્રમાણથી. તથા પ્રત્યક્ષથી જ્ઞાન કરવામા ‘રૂપવગેરે ભિન્ન ઇન્દ્રિયોથી જ્ઞેય છે. ઇત્યાદિ પૂર્વોક્ત દોષો પણ લાગતો નથી. ૫૧૨૦૪
********* * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ – 272 * * * * * * * *