Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 317
________________ ܀܀܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ s llܪ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ચેષ્ટાથી વીતરાગતાની સિદ્ધિ यच्चोक्तम्- 'अन्नं च नज्जइ कह' इत्यादि तत्र समाधानमाह વળી પૂર્વપક્ષે ગા. ૧૧૪૧ મા ‘અન્ન ચ’ થી ‘વળી એમ શી રીતે જાણી શકાય કે આ રાગદ્વેષથી રહિત છે” ઇત્યાદિ જે કહ્યુ, ત્યાં સમાધાન આ છે एवं च नज्जइ तओ चेट्ठाओ चेव साहुसक्खि व्व । ववहारेणं निच्छि (च्छ) यभावेण उ आगमातो त्ति ॥ १२०० ॥ (एवं च ज्ञायते सकश्चेष्टात एव साधुसाक्षिवत् । व्यवहारेण निश्चयभावेन तु आगमादिति ॥) वीतरागत्वस्य तावन्निष्प्रतिपक्षं युक्त्या संभवो दर्शितः, ततश्चैवं- वीतरागत्वसंभवे सति 'तओ त्ति' सको वीतरागो व्यवहारेण चेष्टात एव ज्ञायते, साधुसाक्षिवत्, निश्चयभावेन तु आगमादन्यस्य तत्त्वतोऽतीन्द्रियार्थनिश्चयविषये प्रामाण्यायोगात् ॥૧૨૦૦ ॥ ગાથાર્થ:- આમ યુક્તિથી નિર્વિરોધરૂપે વીતરાગતાનો સંભવ બતાવ્યો. આમ વીતરાગતા સંભવતી હોવાથી વ્યવહારથી તો તેવી ચેષ્ટાથી જ તે વીતરાગ ઓળખાઇ જાય છે, જેમકે સાધુસાક્ષી. (અર્થાત્ સાચો સાક્ષી તેના વર્તનથી પરખાઈ જાય છે, તેમ વીતરાગ પણ તેની ચેષ્ટાથી ઓળખાઇ જાય છે.) અતીન્દ્રિયાર્થના નિશ્ચયના વિષયમાં તાત્ત્વિક રીતે જોઇએ તો આગમને છોડી ચેષ્ટાદિ અન્ય કોઇ પ્રમાણભૂત નથી. તેથી નિશ્ચયથી વીતરાગતાનો નિર્ણય આગમના સહારે થઇ શકે. (નિશ્ચયનય બાહ્યચેષ્ટાદિના આધારે નહીં, પણ આંતરિક પરિણતિ-પરિણામના આધારે તત્ત્વનો નિર્ણય કરે છે. અને છદ્મસ્થવ્યક્તિ બીજાના આંતરિકપરિણામનો નિર્ણય પોતાના ઇન્દ્રિયપ્રત્યક્ષાદિજ્ઞાનથી કરી શકતી નથી. તેથી તે વર્ધમાનાદિવ્યક્તિવિશેષમાં વીતરાગતાપરિણતિ છે કે નહીં? તેનો નૈયિનિર્ણય આગમના બળ પરજ કરી શકે.) ૧૨૦૦ના ननु व्यवहारतोऽपि स कथं चेष्टातो गम्यते ? तस्याः साध्येन सह प्रतिबन्धाभावात्, दृश्यन्ते हि खलु लब्ध्यादिनिमित्तं सरागा अपि वीतरागा इव चेष्टमाना इत्युक्तं प्रागित्यत आह શંકા:- વ્યવહારથી પણ વીતરાગ ચેષ્ટાથી શી રીતે જાણી શકાય? કેમકે ચેષ્ટાને વીતરાગતાસાથે વ્યાપ્તિ નથી. દેખાય જ છે કે લબ્ધિઆદિના આશયથી સરાગી જીવો પણ વીતરાગ જેવી ચેષ્ટા કરતા હોય છે. આ વાત પૂર્વે ગા. ૧૧૪૨માં કહી જ છે. અહીં સમાધાનમાં કહે છે सम्मेतरचेद्वाणं अस्थि विसेसो निमित्तभेदातो । एत्तो च्चिय ऊतो नज्जइ सो बुद्धिमंतेणं ॥१२०१॥ (सम्यगितरचेष्टयोरस्ति विशेषो निमित्तभेदात् । अत एव हेतुतो ज्ञायते स बुद्धिमता II) सम्यगितरचेष्टयोर्निमित्तभेदात् कारणात् अस्ति तावत्परस्परं स्वरूपतो विशेषो भेदः, यदि पुनर्निमित्तभेदेऽपि न तयोर्भेदो भवेत् ततो निर्हेतुकौ विश्वस्य भेदाभेदौ प्रसज्येयाताम् ! यदपि चोच्यते 'अयमेव हि भेदो भेदहेतुर्वा यदुत विरुद्धधर्माध्यासः कारणभेदश्चेति' तदपि प्लवेतेति । 'एत्तो च्चिय इत्यादि' अत एव चेष्टाविशेषलक्षणाद्धेतोः स वीतराग व्यवहारेण बुद्धिमता पुंसा ज्ञायते, साधुसाक्षिवत् । दृश्यन्ते खल्वद्यापि निपुणधिषणाः समवगतसम्यगितरचेष्टाविशेषा दर्शनमात्रेणापि साध्वितरसाक्षिणोरवगन्तार इति ॥ १२०१ ॥ ગાથાર્થ:- સમ્યકચેષ્ટા અને મિથ્યાચેષ્ટા (=દાભિકચેષ્ટા) વચ્ચે નિમિત્તભેદના કારણે પરસ્પર સ્વરૂપથી વિશેષ-ભેદ રહ્યો છે. નિમિત્તભેદ હોવા છતાં તે બેમા સ્વરૂપભેદ ન હોય, તો જગતભરના ભેદ-અભેદ નિર્હુતક થવાનો પ્રસંગ આવે. અને *આ જ ભેદ અથવા ભેદહેતુ છે કે વિરુદ્ધધર્મો રહેવા અથવા કા૨ણભેદ હોવો' એવી પંક્તિ પણ નકામી થઇ જાય. તેથી સાચી અને ખોટી ચેષ્ટાવચ્ચે નિમિત્તભેદે સ્વરૂપભેદ માનવો જ જોઇએ. તેથી જ ચેષ્ટાવિશેષરૂપહેતુથી વ્યવહારથી બુદ્ધિમાન પુરુષ *તે વીતરાગ છે” તેમ જાણી જાય. અહીં સાચો સાક્ષી દૃષ્ટાન્ત છે. *સાચી-ખોટી ચેષ્ટા વચ્ચેના અંતરને જાણવાવાળા સૂક્ષ્મબુદ્ધિવાળાપુરુષો દર્શનમાત્રથી સાચા સાક્ષી અને ખોટા સાક્ષીને જાણી જાય છે એ વાત વર્તમાનમા પણ દેખાય છે. ૫૧૨૦૧ આ ધર્મસગ્રહણિ-ભાગ ૨ - 270 * * * *

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392