Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 312
________________ ܀ ܀ ܀ ܀ ܀ q ܦ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ सति परस्परमिति विशेषणानुपपत्तेः, द्वयोर्हि विविक्तस्वरूपलाभे सति परस्परमित्युपपद्यते नान्यथेति, उक्त च - " अन्योऽन्यमिति यद्भेदं, व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योऽन्यव्याप्तिसंभवः ॥ १ ॥ इति । न चात्रोभयपक्षभाविनो दोषा आपद्यन्ते, केवलभेदा भेदलक्षणोभयानभ्युपगमेन तन्निबन्धनानां तेषामिहावकाशायोगात् । धर्मिधर्मा हि स्वभावत एवेत्थमन्योऽन्यसंलुलिता येन न तेषामंशेन भेदोऽभेदो वा केवलः शक्यो व्यवस्थापयितुमिति ॥ ११८८ ॥ ગાથાર્થ:- એકાન્તભેદપક્ષમા આ ધર્મના સંબંધી આ ધર્મો” એવા વિચાર-વ્યવહારમા કયો સંબંધ હશે? શુ (૧) તાદાત્મ્યરૂપ કે (૨) તદુત્પત્તિરૂપ કે (૩) સમવાયરૂપ? અર્થાત્ આ ત્રણમાંથી એકે સંબંધ ધટતો નથી. ભેદપક્ષનો આશ્રય કર્યો હોવાથી તાદાત્મ્યસંબંધ બેસતો નથી (કેમકે બે અભિન્નવસ્તુવચ્ચે તાદાત્મ્ય ઇષ્ટ છે.) ધર્મ-ધર્માંવચ્ચે કાર્ય-કારણભાવ સ્વીકાર્યો ન હોવાથી તદુત્પત્તિસંબંધ પણ સંભવે નહીં. (કેમકે જયા કાર્ય-કારણભાવ હોય, ત્યાં જ તદુત્પત્તિસંબંધ ઇષ્ટ છે.) અને સમવાયનો તો પૂર્વે જ પ્રતિષેધ કર્યો છે. એમ થાય કે એકાન્તભેદપક્ષે ધર્મ-ધર્મિભાવ ભલે ન હો.... એકાન્ત અભેદપક્ષે તો હશે જ આવી આશંકાનો જવાબ તૈયાર છે → એકાન્તાભેદપક્ષ સ્વીકારવામાં ધર્મ-ધર્મી એવા બે પ્રકારના નામાદિ વ્યવહાર કેવી રીતે યુક્તિયુક્ત થાય? ન જ થાય. તથાહિ- એકાન્તાભેદ હોય તો કાંતો માત્ર ધર્મ જ રહે, કાંતો માત્ર ધર્માં જ રહે. કેમકે પરસ્પર તેઓ અભિન્ન છે. જેમકે પરસ્પરનું સ્વરૂપ. તેથી ધર્મી ધર્મો' એમ બન્નેના અલગ-અલગ નામ શી રીતે સંગત ઠરે? કેમકે બેમાંથી એક જ છે. અહીં ‘અભિધાનાદિ’મા આદિથી બે પ્રકારે નામ તો સંગત ન થાય, પણ એકનુ પણ નામ અસંગત થાય એમ સમજવું, કેમકે ધર્મઅને ધર્માં આ બન્નેને પોતપોતાની સત્તામાટે પરસ્પર વિના ચાલે એમ નથી. ધર્મ હોય તો જ ધર્મી હોય, અને ધર્મી હોય તો જ ધર્મ હોય. તેથી બેમાંથી એકના પણ અભાવમાં બીજાનો પણ અભાવ આવે જ. તેથી એકનું પણ અભિધાન અયોગ્ય ઠરે. તેથી ધર્મ-ધર્માંવચ્ચે ભેદાભેદપક્ષ જ યોગ્ય છે. શંકા:- ભેદાભેદપક્ષ પણ શી રીતે યોગ્ય ઠરે? કેમકે તેમાં પણ જે આકારે-રૂપે ભેદ ઇષ્ટ છે, તે રૂપે ભેદ જ છે. તેથી તે ભેદની અપેક્ષાએ કેવી રીતે ધર્મ-ધર્માંવચ્ચે સંબંધ બેસે? તથા જે આકારે અભેદ છે, તે આકારે અભેદ જ છે. તેથી બન્નેનું અભિધાન અયોગ્ય છે. કહ્યું જ છે કે → ભેદ–અભેદ બન્નેને ઇચ્છવામા ભેદાભેદના કહેલા દોષો કેમ ન આવે? જે પ્રત્યેકમા પ્રસંગ પામે, તે બન્નેના સંયોગમા કેમ પ્રસંગ ન પામે?” હવે જો તમે અમે તો જે આકાર ભેદ છે, તે જ આકારે અભેદ, અને જે આકારે અભેદ છે, તે જ આકા૨ે ભેદ એમ કહીએ છીએ' એમ કહેશો તો તે પણ બરાબર નથી. કેમકે તેમા વિરોધ છે, તે આ પ્રકારે– જે આકારે ભેદ હોય, તે જ આકારે અભેદ કેવી રીતે સંભવે? અને જો અભેદ હોય તો ભેદ કેવી રીતે હોય? સમાધાન:- આ બધો વિસ્તાર અર્થહીન છે. કેમકે ભેદાભેદને પરસ્પર અત્યંતવ્યાપ્ત થવારૂપ એક અલગ જ જાતિરૂપ માનીએ છીએ. તેથી ઉપરોક્ત દોષોને અવકાશ નથી. ધર્મો ધર્મીસાથે પરસ્પર એકમેક ભાવે રહેલા છે. તેથી તે બેવચ્ચે એકાન્તે ભેદ નથી, કેમકે એકાન્તે ભેદ માનવામાં એકમેકભાવ અસંગત થાય. તે જ પ્રમાણે એકાન્તઅભેદ પણ નથી, કેમકે તેમા ‘પરસ્પર' આ પ્રમાણે-વિશેષણ અસંગત ઠરે... ( કેમકે જે એક જ હોય તેમા ‘પરસ્પરતા’ આવે કચાથી?) કેમકે બન્ને સ્વતંત્ર રીતે સ્વરૂપલાભ પામે, તો જ ‘પરસ્પરતા' સંગત બને, નહીંતર નહીં. કહ્યું જ છે કે “અન્યોન્ય એમ કહેવાથી ભેદ અને વ્યાપ્તિ કહેવાથી અભેદ. આમ ભેદાભેદમાં બન્નેની (ધર્મ-ધર્માંની) અન્યોન્યવ્યાપ્તિ સંભવે છે.” અને ભેદાભેદરૂપ જાત્યંતરના સ્વીકારમા ભેદપક્ષ અને અભેદપક્ષ–ઉભયમા સંભવતા દોષો આવવાની આપત્તિ નથી. માત્ર ભેદરૂપ કે માત્ર અભેદરૂપ ઉભયના અસ્વીકારથી તે બન્નેના કારણે સંભવતા દોષોનો અહીં' અવકાશ જ નથી. ધર્મી અને ધર્મો સ્વભાવથી જ આ પ્રમાણે પરસ્પરાનુવિદ્ધ છે કે જેથી તે બેમા અશથી માત્ર ભેદ કે અભેદનો નિર્ણય કરવો શકચ નથી. ૫૧૧૮૮૫ अमुमेव जात्यन्तरात्मकं भेदाभेदं दर्शयति - આચાર્યવર આ જાત્યંતરાત્મક ભેદભેદનુ જ હવે દર્શન કરાવે છે– एगो धम्मी धम्माऽणेगे जं तेण होंति भिन्न त्ति । जं पुण तेऽणुविद्धा सव्वेऽवि अतो अभिन्न ति ॥११८९ ॥ (एको धर्मी धर्माऽनेके यत्तेन भवन्ति भिन्ना इति । यत्पुनस्तेनानु विद्धाः सर्वेऽपि अतोऽभिन्ना इति ॥ ) यद्यपि धर्मा धर्मिणा लोलीभावेन व्याप्तास्तथाप्ययमेको धर्मी अनेके चामी धर्मा इति यत् - यस्मात् स्वरूपवैविक्त्यपरः प्रत्यय उपजायते तेन कारणेन धर्मी धर्माश्च परस्परं भिन्ना भवन्ति । यत् - यस्मात् पुनस्तेन धर्मिणा अनुविद्धा-लोलीभावेन જ ધર્મસગ્રહણ-ભાગ ૨ - 265 * * * ી આ

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392