________________
ભેદ કલ્પવાની આપત્તિ છે. (મતિજ્ઞાનમાં પણ બધાને બધે સ્થળે હમેશા બધાવિષયમાં એકસરખો જ બોધ થાય તેવો નિયમ નથી, પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયી અલગ અલગ પ્રકારે બોધ થાય છે. તેથી બોધના પ્રકારના ભેદથી ભેદ પાડવામાં તો અનંતભેદ કલ્પવાની આપત્તિ છે એમ તાત્પર્ય છે.)
શંકા:- જ્ઞાનાવરણીયકર્મના અનેક ભેદ હોવાથી એ કર્મથી આવાર્ય જ્ઞાનના પણ અનેક ભેદ થાય છે.
સમાધાન:- જ્ઞાનાવરણીયકર્મમાં ભેદ પણ અવશ્ય જ્ઞાનના સ્વભાવમાં ભેદ વિના સંભવે નહીં, કેમકે આવાર્યને અપેક્ષીને આવરણ હોય છે નહી કે આવરણને અપેક્ષીને આવાર્ય). અહીં તો આવાર્યજ્ઞાન એક જ સ્વભાવવાળું છે. તેથી તેના આવરણ પણ અનેક પ્રકારના શી રીતે હોઈ શકે? અર્થાત આવરણીય કર્મ પણ એક જ પ્રકારનું હોવું જોઇએ. તેથી તેના ભેદથી આવાર્યજ્ઞાનમાં ભેદ પાડવો યોગ્ય નથી. u૮૨લા સ્વભાવભેદમાં યુક્તિવિરોધ अथ मा निपप्तदयं दोष इति स्वभावतोऽपि ज्ञानस्य भेद इष्यते इति, अत्राह - શંકા:- આ દોષ આવે નહીં તે માટે જ્ઞાનનો સ્વભાવથી પણ ભેદ ઇચ્છનીય છે. અહીં સમાધાનમાં કહે છે.
तम्मि य सति सव्वेसिं खीणावरणस्स पावती भावो ।
तद्धम्मचातो च्चिय जुत्तिविरोहा स चाणिट्ठो ॥८३०॥ (तस्मिंश्च सति सर्वेषां क्षीणावरणस्य प्राप्नोति भावः । तद्धमत्वादेव यक्तिविरोधात्स चानिष्टः ॥ तस्मिन्-ज्ञानस्य स्वभावभेदे सति सर्वेषाम्-आभिनिबोधिकादिज्ञानानां भावः-सत्ता क्षीणावरणस्य सर्वज्ञस्य प्राप्नोति। कुत इत्याह - तद्धर्मत्वादेव-जीवस्वभावत्वादेव । ज्ञानं हि आत्मनो नौपाधिकं किंतु स्वभावभूतं, तस्य चेत् स्वरूपेणैवाभिनिबोधिकादिरूपतया भेदस्ततः क्षीणावरणस्यापि तद्भावः प्राप्नोति इति, स च क्षीणावरणस्याप्याभिनिबोधिकादिज्ञानभेदभावोऽनिष्टः । कुत इत्याह-युक्तिविरोधात् ॥८३०॥
ગાથાર્થ:-સમાધાન:- જો જ્ઞાનમાં સ્વભાવભેદ માનશો, તો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય કરનાર સર્વજ્ઞને મતિજ્ઞાનાદિ પાંચેય જ્ઞાનની સત્તા માનવી પડશે, કારણ કે તે જ્ઞાન જીવના સ્વભાવભૂત છે. આત્માનું જ્ઞાન પાધિક (=અન્ય
રક્ત વસ્તુનો સંક્રમિત થયેલો ધર્મ) નથી, પરંતુ સ્વભાવરૂપે છે. અને એ જ્ઞાનનો સ્વરૂપથી જ આભિનિબોધિકઆદિરૂપે ભેદ હોય, તો જ્ઞાનાવરણનો ક્ષય કરનાર સર્વજ્ઞને પણ તે ભિન્ન જ્ઞાન હોવા જોઈએ. પરંતુ ક્ષીણઆવરણવાળા સર્વજ્ઞને પણ આ જ્ઞાનના મતિજ્ઞાનાદિ ચાર ભેદ હોય તે ઈષ્ટ નથી. કેમકે ત્યાં યુક્તિ સાથે વિરોધ છે. u૮૩ના तमेव दर्शयति - હવે યુક્તિવિરોધ બતાવે છે
' अरहावि असव्वन्नू आभिणिबोहादिभावतो नियमा ।
केवलभावातो चे(व) सव्वन्नू णणु विरुद्धमिदं ॥८३१॥ (अर्हन्नपि असर्वज्ञः आभिनिबोधिकादिभावात् नियमात् । केवलभावात् चेत् सर्वज्ञः ? ननु विरुद्धमिदम् ॥ अर्हन्नपि-अष्टमहाप्रातिहार्याद्यैश्वर्यवानपि भगवानसर्वज्ञः,आभिनिबोधिकादिज्ञानभेदभावाद्-अस्मादृश इव नियमादसर्वज्ञः प्राप्नोति । केवलभावात् सर्वज्ञ एव भगवानिति चेत् ? नन्विदं विरुद्धम् । तथाहि-यदा भगवतः केवलज्ञानोपयोगस्तदा तद्भावेन निःशेषवस्तुजातपरिच्छेदात् सर्वज्ञत्वं, यदा त्वाभिनिबोधिकादिज्ञानोपयोगभावस्तदा देशतः
दस्मादृशस्येव तस्याप्यसर्वज्ञत्वं, न च भगवतः सर्वज्ञत्वमसर्वज्ञत्वं चेष्यत इति विरुद्धमेतदिति स्थितम् ॥८३१ ॥ ગાથાર્થ:-જો ક્ષીણઆવરણવાળાને પણ આભિનિબોધિકઆદિ જ્ઞાનભેદો હોય, તો આઠમહાપ્રાતિહાર્યવગેરે ઐશ્વર્યવાળા ભગવાન પણ આપણી જેમ અસર્વજ્ઞ થવાની આપત્તિ આવે. (કેમકે એ જ્ઞાનો અધુરા-અસર્વજ્ઞશાનો છે.)
શંકા:- ભગવાનને તો આભિનિબોધિકઆદિભેદોની સાથે કેવળજ્ઞાન પણ હોવાથી ભગવાન સર્વજ્ઞ જ રહેશે.
સમાધાન:- આ વિરુદ્ધ વાત છે. જયારે ભગવાનને કેવળજ્ઞાનનો ઉપયોગ હોય, ત્યારે કેવળજ્ઞાન હોવાથી તમામ વસ્તસમાયનો બોધ થશે. તેથી તે વખતે ભગવાન સર્વજ્ઞ હશે. અને જયારે મતિજ્ઞાનાદિનો ઉપયોગ હશે, ત્યારે આંશિક બોધ થવાથી આપણી જેમ ભગવાન પણ અસર્વજ્ઞ બનશે. આમ ભગવાનમાં સર્વજ્ઞત્વ-અસર્વજ્ઞત્વ બને આવે, પણ તે ઇષ્ટ નથી. તેથી આ કલ્પના તો વિરુદ્ધ જ છે એમ નિશ્ચિત થાય છે. પ૮૩૧
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 131 * * * * * * * * * * * * * * *