________________
તેઓ (કેવળીઓ) પણ આપણી જેમ અસર્વજ્ઞ થવાની પૂર્વોક્ત આપત્તિ છે એવી શંકા ન કરવી, કેમકે કેવળીઓના તે (મતિઆદિ) જ્ઞાનો વિદ્યમાન લેવા છતાં અંશમાત્રબોધરૂપ પોતાના ફળ(=કાર્યશ્રી રહિત છે. (“ચ' હેત્વર્થે છે.) આ જ્ઞાનો કોની જેમ અફળ છે? તે દષ્ટાન્ત બતાવે છેજેમ નક્ષત્રવગેરે (આદિથી ચન્દ્ર, ગ્રહ અને તારાઓનો સમાવેશ થાય છે.) રાતે પોતાના (પ્રકાશવાદિરૂ૫) ફળના સાધક હોવા છતાં સૂર્યોદય થયે છત ફળ વિનાના થાય તેમ આ મતિજ્ઞાનવગેરે પૂર્વે (-છદ્મસ્થકાળે) સફળ લેવા છતાં કેવળજ્ઞાનની હાજરીમાં નિષ્ફળ થાય છે. આ૮૪દા कथं पुनः प्राक्सफलान्यपि तानि ज्ञानानि पश्चादफलानि जायन्त इत्याह - શંકા:- આ ચાર જ્ઞાનો પૂર્વે સફળ હોવા છતાં પાછળથી અસફળ કેવી રીતે થાય? અહીં સમાધાન આપે છે
सहकारिहेतुविरहा तस्साभावाउ चेव नायव्वो ।
केवलभावातो इय सव्वन्नुत्तम्मि अविरोहो ॥८४७॥
(सहकारिहेतुविरहात् तत्स्वाभाव्याच्चैव ज्ञातव्यः । केवलभावात् इति सर्वज्ञत्वेऽविरोधः ॥ सहकारितविरहात-छास्थभावलक्षणसहकारिकारणाभावात, यथा नक्षत्रादीनि निशालक्षणसहकारिका तथा 'तत्स्वाभाव्याच्चैव' तेषां हि आभिनिबोधिकादीनां ज्ञानानामेवंभूतः स्वभावो यावन्न केवलाभिव्यक्तिस्तावत्सफलता तदभिव्यक्तौ च निष्फलतेति । तत इतिः-एवमुपदर्शितप्रकारेण केवलभावात् सर्वज्ञत्वे सत्थविरोधो ज्ञातव्य इति स्थितम् ॥८४७॥
ગાથાર્થ:- સમાધાન:- જેમ રાતરૂપે સહકારીકારણના અભાવમાં નક્ષત્રવગેરે સ્વકાર્યમાં નિષ્ફળ જાય છે, તેમ છદ્મસ્થભાવરૂપે સહકારી કારણનો અભાવ હોવાથી મતિજ્ઞાનાદિજ્ઞાનો કેવળજ્ઞાનકાળે સ્વકાર્યમાં નિષ્ફળ જાય છે. વળી, મત્યાદિ ચારજ્ઞાનોનો તેવો જ સ્વભાવ છે કે જયાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી કાર્યમાં સફળ થવું અને કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારબાદ નિષ્ફળ જવું. આમ ઉપરોક્તપ્રકારે કેવળજ્ઞાન હોવાથી જિનો સર્વજ્ઞ હોય તેમાં વિરોધદોષ નથી. એમ સમજવું. પ૮૪૭ના ચરમાવ૨ણમયનિરૂપણ यदप्युक्तम्-'चरमावरणस्स खओ' इत्यादि, तत्रोभयपक्षेऽपि दोषाभावमाह - હવે પૂર્વપક્ષે જે ચરમાવરણસ્સ ખઓ' (ગા. ૮૩૨) ઈત્યાદિથી કેવળજ્ઞાનાવરણકર્મના લયઅંગે જે શંકા ઉઠવેલી તેનું સમાધાન આપે છે
चरमावरणस्स खए पतिसमयम्मिवि ण तस्स भावोत्ति ।
तस्साहव्वाउच्चिय तब्बंधातो य पतिसमयं ॥८४८॥ (चरमावरणस्य क्षये प्रतिसमयमपि न तस्य भाव इति। तत्स्वाभाव्यादेव तद्वन्धाच्च प्रतिसमयम् ) चरमावरणस्य-केवलज्ञानावरणस्य प्रतिसमयमपि क्षये सति न तस्य-केवलज्ञानस्य भावः-प्रादुर्भाव । कुत इत्याह 'तत्स्वाभाव्यादेव' केवलज्ञानस्य हीत्थंभूत एव स्वभावो यदुत निःशेषतः स्वावारककर्मपरिक्षये सति प्रादुर्भावस्तथा च सति कुतो देशतः क्षये तद्भाव इति । तथा 'तब्बंधाओ य पइसमयमिति' यद्यपि तस्य प्रतिसमयं देशतः क्षयस्तथापि प्रतिसमयमेव तावदपरतदावारककर्मपद्लसंघातबन्धनान्न तस्य केवलज्ञानस्य भावः ॥८४८॥
ગાથાર્થ:- કેવળજ્ઞાનાવરણકર્મનો પ્રતિસમય લય હોવા છતાં પ્રતિસમય કેવળજ્ઞાનના પ્રાદુર્ભાવની આપત્તિ નથી, કેમકે કેવળજ્ઞાનનો તેવો જ સ્વભાવ છે કે, પોતાના આવારક (કેવળજ્ઞાનાવરણ) કર્મના સંપૂર્ણ ક્ષય થયે જ પ્રગટ થયું. તેથી તે કર્મના દેશલયે શી રીતે કેવળજ્ઞાન સંભવે? વળી, જો કે કેવળજ્ઞાનાવરણનો પ્રતિસમય દેશત: ક્ષય છે, છતાં પણ પ્રતિસમય તેટલા જ બીજા કેવળજ્ઞાનાવરણકર્મપુદ્ગલસમુદાય બંધાવાના પણ ચાલુ જ છે. તેથી કેવળજ્ઞાનની પ્રતિસમય હાજરીની આપત્તિ નથી. પ૮૪૮ उपसंहारमाह - હવે ઉપસંહાર કરતાં કહે છે
ता चरमए च्चिय खओ झाणविसेसातों तीरए काउं ।
चिरसंचियपि हु तणं खणेण दावानलो दहति ॥८४९॥ * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 139 * * * * * * * * * * * * * * *