________________
*
* * * * * * * * * * *
* * * *
ચારિત્રદ્વાર
જે
જે
જ *
*
*
*
* * *
*
* *
*
* *
*
*
ત્યારે જ શુભભાવ ઉત્પન્ન થાય છે; નહીં કે જયારે ત્યારે. આ અર્થનું સૂચન કરવા જ “પ્રાયઃ પદનું ઉપાદાન કર્યું છે. અને ઉત્પન્ન થયેલા શુભમનોભાવથી સંકિલષ્ટ મનોભાવ શીવ્રતયા નાશ પામે છે, કેમકે અશુભભાવને શુભભાવસાથે સીધો વિરોધ છે. જેમકે અગ્નિને પાણી સાથે.
જગતમાં કારણના નાશ–અભાવ વિના કાર્યનો નાશ થાય નહીં. તેથી અશુભભાવની નિવૃત્તિ માટે તેના સહકારી કારણભૂત અશુભવાકાર્યાનિરોધનો ઉલ્લેખ કર્યો. વળી પવનાદિ સહકારીમાત્રનો વિરોધ કરવામાત્રથી પણ કંઇ અગ્નિ જયાં સુધી પાણી ન પડે ત્યાં સુધી ઠરી જતો નથી, તેથી પ્રસ્તુતમાં પણ અશુભભાવના વિરોધી એવા શુભભાવનો ઉલ્લેખ કર્યો. વળી આ શુભભાવ પણ પ્રાય: અશુભવાકાયના નિરોધરૂપ સહકારી કારણ વિના ઉદય પામે નહીં, તેથી પણ અશુભવાકકાયનિરોધનો ઉલ્લેખ સાર્થક કરે છે. પ૯૪૧ વાણિજયોચિત કળા' નો જવાબ यच्चोक्तम्- 'वाणिज्जुचियकलं चियेति (कलंपिवेति)' तत्राह - પૂર્વપલે જે “વાણિજયોચિત કલા (ગા. ૯૨૬) ઇત્યાદિ કહ્યું તેનો હવે જવાબ આપે છે
वाणिज्जुचियकलाए तु णेवमपसत्थगो मुणेयव्वो ।
पायमणवज्जवित्ती निच्छयओ सोवि पडिसिद्धो ॥९४२॥ . (वाणिज्योचितकलायां तु नैवमप्रशस्तको ज्ञातव्यः । प्रायोऽनवद्यवृत्तिनिश्चयतः सोऽपि प्रतिषिद्धः ॥ __वाणिज्योचितकलायां तु न एवं-चौर्योचितकलायामिवाप्रशस्तकः परिणामो ज्ञातव्यः किंतु प्रशस्तः, यतः प्रायोऽनवद्या वृत्तिरेषा, निश्चयतः पुनः सोऽपि वाणिज्योचितकलासंभवी परिणामः प्रतिषिद्धः ॥९४२॥
ગાથાર્થ:- વાણિજયસંબંધી ઉચિતકલામાં કંઈ ચોરીને યોગ્ય કલાની જેમ અપ્રશસ્ત પરિણામ હોતો નથી, પરંતુ પ્રશસ્ત પરિણામ હોય છે, કેમકે પ્રાય: આ વાણિજયવૃત્તિ નિર્દોષ હોય છે. આ વાત વ્યવહારથી થઈ. નિશ્ચયથી તો વાણિજયઉચિતકલા સંબંધી પરિણામ પણ પ્રતિષેધપાત્ર જ છે. આટલું સમજી રાખવું. ૯૪રા कथमेतदवसीयत इति चेत् ? आह - નિશ્ચયથી વાણિજયોચિત કલા પ્રતિષિદ્ધ છે એવો ખ્યાલ કેવી રીતે આવે? તેવી શંકાના સમાધાનમાં કહે છે
उचियादणत्थगं चिय धम्मादुचितत्तणेण तस्सत्ति ।
पहिसेहविहाणा इय इटेयरसिद्धिकलियाई ॥९४३॥
(उचिताद्यनर्थकमेव धर्मादुचितत्वेन तस्येति । प्रतिषेधविधाने इति इष्टेतरसिद्धिकलिते ॥) यस्मान्निश्चयनयमतेन इदं वाणिज्यमुचितमादिशब्दादनुचितं सर्वथानर्थकमेव-अनर्थकरमेव इति, तस्मात्तस्य वाणिज्यस्य धर्माधुचितत्वेन ये प्रतिषेधविधाने ते इष्टेतरसिद्धिकलिते-प्रतिषेध इष्टसिद्धिकलितो विधानमनिष्टसिद्धिकलितमिति । ननु कथं धर्मोचितस्य प्रतिषेध इष्टसिद्धिकलितः? तस्य धर्मफलत्वेनोपादातुमुचितत्वात्, न, निश्चयतो धर्मार्थं तत्र प्रवृत्ताविष्यमाणायां तदभावस्यैव कर्तुमुचितत्वात्, सर्वसङ्गपरित्यागस्तत्त्वतो धर्म इति हि समयसारविदः, तदुक्तम्-“धर्मार्थयस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥१॥ इति" यदा तु कर्मोदयदोषतो न निश्चयतो धर्मे प्रवर्तितुमुत्सहते तदा वरमुचितवाणिज्यकलायामेव प्रवर्तेत, तस्याः प्रायो निरवद्यवृत्तित्वात्, न तु चौर्यादिकर्मणि, तस्य नरकादिकुगतिहेतुसंक्लिष्टपरिणामकारणत्वादत एवोच्यते 'वाणिज्जुचियकलाए तु णेवमपसत्थगो मुणेयव्वोत्ति' ॥९४३॥
ગાથાર્થ:- નિશચયનયમતથી ઊંચિત કે (આદિપદગ્રાહ્ય)અનુચિત વાણિજય સર્વથા અનર્થકર જ છે. તેથી તે વાણિજયઅંગે ધર્માદિ ઉચિતરૂપે તો પ્રતિષેધ અને વિધાન જ ઈષ્ટ-અનિષ્ટરૂપે સિદ્ધ થાય છે. અર્થાત વાણિજયાદિકલામાં ઔચિત્યનો પ્રતિષેધ ઇષ્ટસિદ્ધિરૂપ છે. અને ઔચિત્યનું વિધાન અનિષ્ટસિદ્ધિરૂપ છે.
શંકા-ધર્મોચિતવેપાર ધર્મરૂપફળથી યુક્ત છે. તેથી ઉપાદેયતરીકે યોગ્ય છે. તેના પ્રતિષેધને ઇષ્ટસિદ્ધિરૂપ કેમ માનો છો?
સમાધાન:- નિશ્ચયનયથી તો ધર્મ માટે વાણિજયાદિમાં પ્રવૃત્ત થવાની ઇચ્છા રાખવા કરતાં તો વેપારાદિ ન કરવા જ બહેનર છે. કારણ કે સર્વસંગનો ત્યાગ જ તાત્વિક ધર્મરૂપ છે. એમ શાસ્ત્રના રહસ્યોના જાણકાર કહે છે. કહ્યું જ છે કે “ધર્મમાટે જેને ધનની ઈચ્છા છે, તેને ઇચ્છા ન રાખવી એ જ શ્રેષ્ઠતર છે, કેમકે (ખરડાઈન) કાદવ ધોવા કરતાં કાદવનો દૂરથી સ્પર્શ જ ન કરવો વધુ સારો છે.” * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -175 * * * * * * * * * * * * * *