________________
++ यारित्रद्वार
સમાધાન:– (મૂળમા ચપદ હેતુસૂચક છે.) ચારિત્રપરિણામ પ્રગટ થયા બાદ તે ભરતે ગામાદિપરિગ્રહ સંબધી કોઇ પણ પ્રકારની યાવત્ માત્ર અનુમતિરૂપ પણ પ્રવૃત્તિ કરી નથી. તેથી ચોક્કસ જાણી શકાય કે ભરતને એ ચારિત્રપરિણામ પ્રાપ્ત થતી વખતે ગામઆદિવિષયક મૂર્છા દૂર થઇ હતી. ૫૧૦૦૮
णय इय मुच्छाविगमो तुम्हाणं तत्थ तह पवित्तीओ। पत्तेयबुद्धणातं एवमजुत्तं मुणेयव्वं ॥१००९ ॥
(न चेति मूर्च्छाविगमो युष्माकं तत्र तथाप्रवृत्तेः । प्रत्येकबुद्धज्ञातमेवमयुक्तं ज्ञातव्यम् II)
न च इतिः-एवं भरतस्येव मूर्च्छाविगमो युष्माकं तत्र - ग्रामादिपरिग्रहविषये, कुत इत्याह - "तथाप्रवृत्तेः ' तथा ग्रामादिव्यापारचिन्तनेन प्रवृत्तेः, तस्मात्प्रत्येकबुद्धज्ञातं - भरतोदाहरणमेवम्-उक्तेन प्रकारेणायुक्तं ज्ञातव्यमिति ॥ १०९ ॥ ગાથાર્થ:- પણ ભરતની જેમ તમને મૂર્છાનાશ સંભવતો નથી. કેમકે તમારી તો ગામાદિના સારસંભાળની ચિંતાસૂચિત ગામાદિપરિગ્રહઅંગે પ્રવૃત્તિ ચાલુ છે. તેથી તમે પ્રત્યેકબુદ્ધ ભરતનું આપેલું દૃષ્ટાન્ત તમારેમાટે યોગ્ય નથી તેમ સમજવું. ૫૧૦૦૯ના
અશુભજનક વચન શાસ્ત્રવચન નથી.
पुनरपि परस्य मतमाशङ्कते
ફરીથી પૂર્વપક્ષીય મતની આશંકા કરે છે.
—
सिय विहियाणुट्ठाणं एयं अम्हाण ता ण दोसो उ ।
सत्थं एत्थ पमाणं जहेव चितिवंदणादीसु ॥ १०१०॥
(स्याद् विहितानुष्ठानमेतदस्माकं तस्मान्न दोषस्तु । शास्त्रमत्र प्रमाणं यथैव चैत्यवंदनादिषु ॥ )
स्यादेतत् एतत्ग्रामादिव्यापारचिन्तनतत्फलग्रहतत्फलभोगादिकमस्माकं विहितानुष्ठानं 'ता' तस्मान्नैव दोषस्तुरेवकारार्थो भिन्नक्रमश्च, यस्मादत्र विहितानुष्ठानविषये शास्त्रं प्रमाणं, यथा चैत्यवन्दनादिषु, अस्ति च ग्रामादिपरिग्रहतत्फलपरिभोगादौ शास्त्रमस्माकमिति ॥ १०१० ॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આ ગામાદિના વ્યાપારચિંતન, તેના ફળનું ગ્રહણ અને પરિભોગવગેરે બાબતો અમારેમાટે શાસ્ત્રવિહિત અનુષ્ઠાન છે. તેથી દોષરૂપ નથી. (મૂળમાં ‘તુ’પદ જકારાર્થક છે અને ન સાથે સંલગ્ન છે.) કેમકે વિહિતઅનુષ્ઠાનના વિષયમાં શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. (નહીં કે તર્કવિતર્ક કે વાદવિવાદ) જેમકે ચૈત્યવંદનઆદિના વિષયમા ગામાદિપરિગ્રહ તથા તેના ફળનો પરિભોગવગેરેઅંગે અમારા શાસ્ત્રમા વિધાન છે. ૫૧૦૧૦ના
अत्राचार्य आह -
અહીં આચાર્ય સુંદર માર્ગદર્શન આપે છે.
असुहपरिणामबीजं जमणुट्ठाणं विहेइ तं किह णु ? सत्यंति अतो एसो पक्खेवो होइ नायव्वो ॥१०११॥
(अशुभ परिणामबीजं यदनुष्ठानं विदधाति तत्कथं नु । शास्त्रमिति अत एष प्रक्षेपो भवति ज्ञातव्यः ॥ ) यच्छास्त्रमशुभपरिणामबीजमनुष्ठानं विदधाति तत्कथं नु शास्त्रमित्युच्यते, रागादिशासनपरं हि शास्त्रं तत्त्वतः शास्त्रमुच्यते, अन्यत्पुनः कुशास्त्रमेव, यदुक्तम्- "यस्माद्रागद्वेषोद्धतचित्तान्समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखात् शास्त्रमिति निरुच्यते तस्माद् ॥ १ ॥” इति ॥ अतो ग्रामादिपरिग्रहतत्फलपरिभोगाद्यभिधायि यद्वचनमेष प्रक्षेपः केनापि गृद्धिमता कृतो ज्ञातव्यमिति (इति) ॥१०११ ॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- જે શાસ્ત્ર અશુભપરિણામના બીજભૂતઅનુષ્ઠાનનું વિધાન કરે તે શાસ્ત્ર જ શી રીતે કહી શકાય? કેમકે જે શાસ્ત્ર રાગાદિપર શાસન–નિયંત્રણ કરે તે જ તાત્ત્વિક શાસ્ત્ર ગણાય. બાકીના તો (–રાગાદિપર નિયંત્રણ નહીં કરનારા) તો કુશાસ્ત્ર જ છે. કહ્યું જ છે કે - જેથી રાગદ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા જીવોને સદ્ધર્મમાં સમ્યગનુશાસન કરે છે, (=સ્થાપે છે) અને દુ:ખથી રક્ષણ કરે છે તેથી તે શાસ્ત્રતરીકે નિરુક્ત થાય છે. (શાસ્ અને ૐ આ બે ધાતુના સંયોજનથી શાસન અને ત્રાણ (=રક્ષણ) નું કાર્ય કરે તે શાસ્ત્ર એમ નિરુક્તિ સર્વસંમત છે.) તેથી ગામાદિનો પરિગ્રહ, તેના ફળનો પરિભોગ આદિ સૂચવતા વચનો
+ धर्मसंसदशि-लाग २ -198+ ***
++++