________________
* * * * * * * * * * * * * * * * * * * વાનાર * * * * * * * * * * * * * * * * * *
સમાધાન:-આમ ચરમસમયરૂપ એકસમયમાત્રમાં અનન્તકાળથી ભેગા કરેલા કેવળજ્ઞાનાવરણકર્મના પરમાણુ સમુદાયનો ક્ષય કરવો શી રીત શકય બને? અર્થાત કોઈ પણ રીતે શકય ન જ બને. કેમકે સમય ઘણો અલ્પ છે અને ક્ષમણીય કર્મપુત્રો અતિઘણા છે. કદાચ માની લઇએ કે એકસમયમાત્રમાં તે બધા કર્મોનો ક્ષય થઈ શકે, તો પણ આ સ્વીકારવું યોગ્ય નથી કેમકે આગમ સાથે વિરોધ છે. તેથી જ કહ્યું “નય' ઇત્યાદિ... (ચ પદ હેત્વર્થે છે.) આગમમાં કર્મયુગળોની સ્થિતિ અનંતકાળની નથી બતાવી પણ અસંખ્યકાળની જ બતાવી છે. હવે જો તમે માત્ર ચરમસમયે જ આવરણક્ષય સ્વીકારશો, તો કર્મયુદ્દગળ ની અનંતકાળ સુધી સ્થિતિ તમને માન્ય છે, તેમ નક્કી થશે. અને તો તમારી વાતને આગમ સાથે વિરોધ આવશે. u૮૩૪ उपसंहरन्नाह - હવે ઉપસંહાર કરતા કહે છે
तम्हा अवग्गहातो आरब्भ इहेगमेव णाणंति ।
जुत्तं छउमत्थस्साऽसगलं इतरं तु केवलिणो ॥८३५॥ - (तस्मादवग्रहादारभ्येहैकमेव ज्ञानमिति । युक्तं छद्मस्थस्यासकलमितरत्तु केवलिनः ॥
तस्मादिह-विचारप्रक्रमे अवग्रहादारभ्य छद्मस्थस्य सतो यत् असकलम्-असकलविषयं ज्ञानं तत्सर्वमप्येकमेव युक्तं, इतरत्तु सकलार्थविषयं केवलिन इति सकलासकलविषयतया ज्ञानस्य भेदद्वयमेव समीचीनं न तु भेदपञ्चकमिति ॥८३५॥
ગાથાર્થ:- તેથી પ્રસ્તુત વિચારવિમર્શમાં છદ્મસ્થનું અવગ્રહથી માંડી જેટલું પણ અસકળવિષયક (=અપૂર્ણ) જ્ઞાન છે તે બધું એક જ સ્વીકારવું યોગ્ય છે. અને જે સકળાર્થવિષયક જ્ઞાન છે તે કેવળીને છે. આમ સકળવિષયક અને અસકળ વિષયક એમ જ્ઞાનના બે ભેદ જ પાડવા યોગ્ય છે. પાંચ ભેદ પાડવા નહીં. પ૮૩પા
ચેકસ્વભાવ વિશેષથી અસિદ્ધ-ઉત્તરપલ अत्राचार्य आह - આ વિસ્તૃત પૂર્વપક્ષના જવાબમાં હવે આચાર્ય કહે છે
णत्तेगसहावत्तं आहेण विसेसओ पुण असिद्धं ।
एगंततस्सहावत्तणे उ कह हाणिवुडीओ ? ॥८३६॥ (ज्ञप्त्येकस्वभावत्वमोघेन विशेषतः पुनरसिद्धम् । एकान्ततत्स्वभावत्वे तु कथं हानिवृद्धी ? " यदुक्तं ज्ञप्त्येकस्वभावत्वाद् ज्ञानस्याभिनिबोधिकादिभेदो न युक्त इति, तत्र ज्ञप्त्येकस्वभावत्वं किमोघेन-सामान्येनेष्यते विशेषतो वा ? यद्योघेन ततः सिद्धसाध्यता, सामान्यतो ज्ञानस्य एकरूपत्वाभ्युपगमात् । अथ विशेषतो ज्ञप्त्येकस्वभावत्वं तर्हि तदसिद्धम् । कथमित्याह - ‘एगंतेत्यादि' तु हेत्वर्थे यस्मादेकान्ततत्स्वभावत्वे-सर्वथा ज्ञप्त्येकस्वभावत्वे सति ज्ञानस्य ये प्रतिप्राण्यनुभवसिद्धे हानिवृद्धी ते कथं स्यातां ? नैव कथंचनेतिभावः, तस्माद्विशेषतस्तदसिद्धम् ॥८३६॥
ગાથાર્થ:- ઉત્તરપલ:- પૂર્વપલે કહ્યું કે “બોધ એકમાત્ર સ્વભાવ હોવાથી જ્ઞાનનાં આભિનિબોધિકાદિભેદો યોગ્ય નથી.’ ત્યાં તેઓ જ્ઞાનનો બોધએકમાત્ર સ્વભાવ ઓધથી (=સામાન્યથી) સ્વીકારે છે કે વિશેષથી? જો ઓઘથી સ્વીકારતા હોય તો કશું નવું નથી કહેતા. એ તો સિદ્ધઅર્થને જ ફરીથી સિદ્ધ કરવાનો વ્યર્થ પ્રયત્ન છે, કેમકે અમે પણ જ્ઞાનની તે સ્વભાવે સામાન્યથી એકરૂપતાનો સ્વીકાર કરીએ જ છીએ. જો તેઓ જ્ઞાનનો જ્ઞપ્તિએકસ્વભાવ વિશેષથી (એકાન્ત)સ્વીકારતા હોય, તો તે અસિદ્ધ છે. કેમકે તે જ્ઞાનનો એકાન્ત-સર્વથા જ્ઞપ્તિએકમાત્ર સ્વભાવ હોય, તો તે સ્વભાવ તો દરેક પ્રાણીમાં સમાનતયા સ્વીકાર્ય હોવાથી દરેક જીવને અનુભવસિદ્ધ જ્ઞાનની હાનિ-વૃદ્ધિ કેવી રીતે સંભવે? અર્થાત ન જ સંભવે. (કેમકે દરેક જીવને હંમેશા તે સ્વભાવ એકસરખો રહેશે.) આમ અનુભવસિદ્ધ હાનિવૃદ્ધિ અનુ૫૫ન્ન થતી હોવાથી વિશેષથી જ્ઞપ્તિકસ્વભાવ અસિદ્ધ કરે છે. પ૮૩૬ एतदेव भावयति હવે આચાર્યવર્ય આ જ અર્થનું ભાન કરે છે.
__जं अविचलियसहावे णत्ते एगंततस्सभावत्तं ।।
___ण य तं तहोवलद्धा उक्करिसापकरिसविसेसा ॥८३७ ॥
(यदविचलितस्वभावे ज्ञत्वे एकान्ततत्स्वभावत्वम् । न च तत् तथोपलब्धात् उत्कर्षापकर्षविशेषात् ॥) * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 133 * * * * * * * * * * * * * * *