________________
* * * * * * * * * * * * * * * * * * * શાનદ્દાર * * * * * * * * * * * * * * * * * * (૩) શાશ્વત છે. (૪) પોતાની કાળમર્યાદા સુધી રહેલી વસ્તુ પણ શાશ્વત કહેવાય. તેથી તે કાળમર્યાદા પછી નષ્ટ થવાની આપત્તિ રહે છે. જયારે આ (કેવળજ્ઞાન) અપ્રાતિપાતી છે. પતન-નાશ થવાના સ્વભાવવાળું પ્રતિપાતી ગણાય. કેવળજ્ઞાન હમેશા રહેવાનું હોવાથી અપ્રતિપાતી છે.
શંકા:- તો પછી અપ્રતિપાતી કહેવાથી પર્યાપ્ત છે. શાસ્વત કહેવાની જરુર નથી, કેમકે નિરર્થક છે.
સમાધાન:-એમ નથી. અપ્રતિપાતી એવું પણ અવધિજ્ઞાન શાશ્વતકેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે નાશ પામતું હોવાથી નથી હોતું, જયારે કેવળજ્ઞાન તો સદાકાલ ( પોતાની અનંતકાળની કાળમર્યાદા ) સુધી રહેતું લેવાથી શાશ્વત પણ છે અને (ક્યારેય પડવાનું ન લેવાથી) અપ્રતિપાતી પણ છે. તેથી બન્ને વિશેષણ સુયોગ્ય છે. તથા (૫) આ કેવળજ્ઞાન એકવિધ (એકપ્રકારવાળું છે.) કેમકે આવરણનો નિ:શેષક્ષય એક પ્રકારરૂપ જ છે. કેવળજ્ઞાન શબ્દનો અર્થ પૂર્વે બતાવ્યો છે. u૮૨૭ જ્ઞાનની વિષયભેદથી પંચવિધતા અસિદ્ધ अत्र पर आह - અહીં બીજી વ્યક્તિ કહે છે.
णत्तेगसहावत्ता आभिणिबोहादि किंकओ भेदो ? ।
नेयविसेसाओ चे ण सव्वविसयं जतो चरमं ॥८२८॥ (ज्ञप्त्येकस्वभावत्वादाभिनिबोधादिः किंकृतो भेदः? । ज्ञेयविशेषात् चेत्, न सर्वविषयं यतश्चरमम् ) ज्ञप्त्येकस्वभावत्वात्-परिच्छेदैकरूपत्वात् ज्ञानस्याभिनिबोधिकादिभेदः किंकृतः-किंनिमित्तः? निर्निबन्धनत्वान्नैवासौ युक्त इति भावः। ज्ञेयविशेषात्-ज्ञेयभेदादाभिनिबोधिकादिको भेद इति चेत्तथाहि-वर्तमानकालभावि वस्तु आभिनिबोधिकज्ञानस्य ज्ञेयं, त्रिकालवर्ति च शब्दगोचरः सामान्यं श्रुतज्ञानस्येत्यादि । अत्राह- 'नेत्यादि' यदेतदुक्तं तन्न । यस्मात्सर्वविषयं सर्वे-आभिनिबोधिकादिज्ञानविषया अपि विषया यस्य तत्तथा चरमं केवलज्ञानं, न च तत्र विषयभेदेऽपि भेदोऽस्ति, तन्नासौ भेदसाधनायालमिति ॥८२८॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જ્ઞાનનું બોધ એકમાત્ર સ્વરૂપ છે. તેથી તેના આભિનિબોધિકાદિ ભેદોનું નિમિત્ત શું છે? અર્થાત ભેદઅંગે કોઇ નિમિત્ત ન હોવાથી આ પાંચ ભેદ પાડવા યોગ્ય નથી.
શંકા:- શેય(વિષય)ના ભેદથી આભિનિબોધિકઆદિભેદ પાડ્યા છે. જેમકે વર્તમાનકાળભાવી વસ્તુ મતિજ્ઞાનનો વિષય છે, જયારે શબ્દનો વિષય બનતું ત્રિકાળવર્તી સામાન્ય શ્રુતજ્ઞાનનું શેય છે.
સમાધાન:- આ કથન બરાબર નથી. કેમકે મતિજ્ઞાનઆદિ બાકીના ચારે જ્ઞાનના બધા વિષયો છેલ્લા-કેવળજ્ઞાનના વિષય બને છે. અને છતાં કેવળજ્ઞાનમાં એ વિષયોના ભેદે કોઈ ભેદ પાડવામાં આવ્યો નથી. તેથી વિષયભેદ જ્ઞાનમાં ભેદ પાડવા સમર્થ નથી. ૨૮ પ્રતિપતિ-આવરણભેદ અસિદ્ધ
अह पडिवत्तिविसेसा णेगम्मि विऽणेगभेदभावातो ।
आवरणविभेदोवि हु सहावभेदं विणा न भवे ॥८२९॥ (अथ प्रतिपत्तिविशेषात्, न, एकस्मिन्नप्यनेकभेदभावात् । आवरणविभेदोऽपि ह स्वभावभेदं विना न भवेत् ॥)
अथोच्येत न विषयभेदात् ज्ञानस्य भेदमिच्छामः किंतु प्रतिपत्तिविशेषात्-प्रतिपत्तिप्रकारभेदादिति । तदपि न युक्तम्। कुत इत्याह - एकस्मिन्नप्यनेक भेदभावात्-एकस्मिन्नपि ज्ञाने अनेकभेदभावप्रसङ्गात्, देशकालपुरुषस्वरूपभेदेन प्रत्येकमाभिनिबोधिकादिज्ञानानां प्रतिपत्तिप्रकारानन्त्यभावात् । स्यादेतत्, तदावरणीयं कर्म अनेकभेदमतस्तदावार्य ज्ञानमप्यनेकभेद(द)त्वं प्रतिपद्यत इत्यत आह-'आवरणेत्यादि' आवरणविभेदोऽपि 'ह' निश्चितं न स्वभावभेदं विना भवितुमर्हति, आवार्यापेक्षं ह्यावरणं तच्चैकस्वभावमिति कथं तदावरणमनेकधा भवेदिति ॥८२९॥
ગાથાર્થ:-શંકા-અમે વિષયભેદથી જ્ઞાનનો ભેદ ઇચ્છતા નથી. પરંતુ પ્રતિપત્તિ(=બોધ) ના પ્રકારના ભેદથી જ્ઞાનભેદ ઇચ્છીએ છીએ. (મતિજ્ઞાનમાં જે પ્રકારનો બોધ થાય છે. શ્રુતજ્ઞાનમાં તેનાથી ભિન્ન પ્રકારનો બોધ થાય છે. એમ કહેવાનું તાત્પર્ય છે.)
સમાધાન:- આ પણ હેય છે. કેમકે આમ માનવાથી એક જ્ઞાનમાં પણ અનેક ભેદ ક૯૫વાની આપત્તિ આવશે. દેશ, કાળ, પુરુષ. અને સ્વરૂપના ભેદથી મતિજ્ઞાનાદિજ્ઞાનોમાં પ્રત્યેકમાં બોધનો પ્રકાર અલગ અલગ હોવાથી દરેકના અનન્ત અનન્ત
* * * * * * * *
* * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 130 * * * * * * * * * * *
* *
*