________________
જગન્ધિદેશ કે
પૂર્વપક્ષ:- આગમથી અને સંસારથી અનન્ત પુદ્ગળોનુ ગ્રહણ સિદ્ધ નથી, જેથી બાંધવાયોગ્ય કર્મપુદ્ગળોના અભાવમા બન્ધાભાવ આવે. અહીં આગમાર્થ આ પ્રમાણે છે→ જયાં સુધી આ જીવ એજન કરે છે, વેપન (=કંપન) ક૨ે છે, ચાલે છે, સ્પંદન કરે છે, ધન ક૨ે છે, ક્ષોભ પામે છે, ઉદીરણા કરે છે, તે–તે ભાવે પરિણામ પામે છે, ત્યા સુધી આ જીવ સપ્તવિધકર્મ બાંધે છે (આયુષ્ય સિવાય) અથવા અવિધ કર્મબાંધે છે અથવા ષવિધ કર્મ (મોહનીય-આયુષ્ય સિવાય) બાંધે છે, અથવા એકવિધ (=વેદનીય ) કર્મ બાંધે છે.” ઇત્યાદિ... કર્મ બાંધતા જીવોનો સંસરણરૂપ સંસાર તો પ્રતીત જ છે. અર્થાત્ જો કર્મબંધ અટકી જાય, તો સંસાર અટકી જાય, પણ સંસાર ચાલુ છે, માટે કર્મબંધ ચાલુ છે, અને કર્મબંધ ચાલુ તો જ રહે, જો અનન્તકર્મનો બંધ ન હોય. (કર્મપુદ્ગળોનો જથ્થો સર્વજીવથી અનંતગુણ છે. પણ દરેક જીવ પ્રતિસમય છુટતાં છુટતાં અસંખ્યકાળે પૂરા છૂટી જાય એ પ્રમાણે જ પુદ્ગળો ગ્રહણ કરે, અનતાનંત નહીં. આ ગ્રહણ કુલ જથ્થાની અપેક્ષાએ એટલુ નાનુ છે કે બધા જીવો આમ કરે તો પણ જથ્થો ખાલી ન થાય. આમ બહુતર બંધ અને કર્મબંધાભાવનો પરિહાર બન્ને સિદ્ધ થાય. પૂર્વપક્ષનો આ આશય છે.) ૫૭૬૨ા अत्र गुरुराह -
અહીં ગુરુવર જવાબ આપે છે–
आगममोक्खाओ (न) किं ? विसेसविसयत्तणेण सुत्तस्स । तं जाविह संपत्ती न घडइ तम्हा ण दोसो तु ॥७६३ ॥
(आगममोक्षात् किम् ? विशेषविषयत्वेन सूत्रस्य । तं यावदिह संप्राप्ति र्न घटते तस्मान्न दोषस्तु ॥)
इह-विचारप्रक्रमे आगमान्मोक्षाच्च सूत्रस्य 'पल्ले महइमहल्ले' इत्यादिरूपस्य विशेषविषयत्वेन - असंयतः कोऽपि प्रायोभावमाश्रित्यैवं बध्नातीत्येवंरूपेण किन्न तं ग्रन्थिं यावत् संप्राप्तिः (न) घटते ? घटत एवेति भावः, नञ्द्वयस्य प्रकृत्यर्थगमकत्वात् । तत्रागमस्तावदयम् - "सम्मत्तम्मि उ लद्धे पलियपुहुत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागरसंखंतरा होंति ॥१ ॥ एवं अप्परिवडिए सम्मत्ते देवमणुयजम्मेसु । अन्नयरसेढिवज्जं एगभवेणेव सव्वाई ॥२॥* (छा. सम्यक्त्वे तु लब्धे पल्यपृथक्त्वेन श्रावको भवति । चरणोपशमक्षयाणां सागरोपमाणि संख्यातान्यन्तरं भवन्ति ॥१॥ एवमपरिपतिते सम्यक्त्वे देवमनुजजन्मनोः । अन्यतरश्रेणिवर्जान्येकभवेनैव सर्वाणि ॥२॥) इति । मोक्षस्तु प्रकृष्टगुणानुष्ठानभावतः कर्म्मपुद्गलानां प्रसिद्ध एव, अन्यथोत्तरोत्तरदेशविरत्यादिगुणलाभानुपपत्तेः । यत एवं तस्मान्नायमनन्तरोक्तस्तं यावदिह संप्राप्तिर्न युज्यत इत्येवंरूपो दोषो भवति । इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथा यत्तदधिकारे एवोक्तम्- 'पक्खिवे ण किंचीत्ति' तद्विरुध्यत एव, अप्रमत्तसंयतस्यापि बन्धकत्वात्, यथोक्तम्- "अप्पमत्तसंजयाणं बंधट्ठई होइ अट्ठ उ मुहुत्ता । उक्कोसा उ जहन्ना भिन्नमुहुत्तं तु विन्नेया ॥१॥" (छा. अप्रमत्तसंयतानां बन्धस्थितिर्भवत्यष्ट तु मुहूर्ताः । उत्कृष्टा तु जघन्या भिन्नमुहूर्तं तु विज्ञेया) इति ॥ तस्मादोघविषयमेतदिति ॥७६३ ॥
ગાથાર્થ:- પ્રસ્તુત વિચારમા આગમ અને મોક્ષના આધારપર જ ‘પલ્લે મહઇમલ્લ' ઇત્યાદિસૂત્ર સામાન્યરૂપ નથી, વિશેષવિષયવાળુ છે તેમ નિશ્ચિત થઇ શકે છે. તમે આગમ અને સંસારના બળપર કર્મબન્ધાભાવની શકગ્રતા નકારી તથાવિધ કર્મબન્ધનો નિશ્ચય કરો છો, અમે આગમ અને જીવનો દેખાતો મોક્ષ એ બેના બળપર તમે સૂચવેલા સૂત્રનો વિષય વિશેષ છે, એમ નિશ્ચય કરીએ છીએ. 'કો'ક અસંયત જ પ્રાય:ભાવને આશ્રયી આ સૂત્રાનુસાર કર્મબન્ધ કરે છે નહીં કે બધા' આવો વિશેષાર્થ એ સૂત્રનો છે. તેથી અનાદિમિથ્યાત્વીજીવને ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ કેમ ન સંભવે? અર્થાત સંભવે જ. કેમકે બે નકાર પ્રકૃત્યર્થ (=મૂળ વિધાન)નો બોધ કરાવે છે. (તાત્પર્ય મિથ્યાત્વી જીવ ગ્રન્થિપ્રદેશ પ્રાપ્ત કરી શકે નહીં એવું નથી.’ આ વાકચગત બે નિષેધથી બોધ એમ થાય કે મિથ્યાત્વી જીવ ગ્રંથિપ્રદેશ પ્રાપ્ત કરી શકે છે.) અહીં આ સંબંધી આગમાર્થ આ પ્રમાણે છે → ‘સમ્યક્ત્વ પ્રાપ્ત થયા બાદ પલ્યોપમપૃથ (૨ થી ૯ પલ્યોપમ) જેટલી સ્થિતિનો બ્રાસ થાય ત્યારે શ્રાવક થાય છે. (પાંચમુ ગુણસ્થાન પામી શકે) તથા સંખ્યાતસાગરોપમ જેટલી સ્થિતિનો હ્રાસ થયે ચારિત્રનો ઉપશમ, ક્ષય, (–ક્ષયોપશમ) થાય છે. અર્થાત્ ચારિત્ર પામી શકે છે. પ્રા આમ દેવ-મનુષ્યજન્મોમા સમ્યક્ત્વ અખંડ રહે, એક ભવમા` અન્યતર શ્રેણિ (ઉપશમક્ષપક શ્રેણિ આ બેમાંથી એક) ને છોડી બધુ પ્રાપ્ત થઇ શકે. (અર્થાત્ એક જ ભવમાં સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણિક્ષપકશ્રેણિ આ બેમાંથી એક, વીતરાગભાવ, કેવળજ્ઞાન અને અંતે મોક્ષ પ્રાપ્ત થઇ શકે. સિદ્ધાંતમતે એક ભવમાં બન્ને શ્રેણિ માડી શકાય નહીં. અર્થાત્ ઉપશમશ્રેણિ માંડનાર ક્ષપકશ્રેણિ માંડી શકે નહીં)ારા આમ આગમમાં જીવને એકભવમાં જ આ બધી પ્રાપ્તિ બતાવી છે. અને તે પ્રાપ્તિ ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ વિના સંભવે નહીં. આમ આગમબળપર ગ્રંથિપ્રદેશપ્રાપ્તિ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે પ્રકૃષ્ટગુણઅનુષ્ઠાનથી (=પ્રકૃષ્ટગુણની આરાધનાથી) કર્મપુદ્દગળોનો મોક્ષ પ્રસિદ્ધ જ છે. તે–તે ગુણોની આરાધનાથી જો * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 98 * *
++++