________________
66
પસાર થયેલ એ વર્ષામાં આ પ્રદેશમાં જૈનધર્મથી ઘણા ભાગ વાકેફ થયા હતેા. તેના કિમતી સિદ્ધાંત અને અપૂર્વ ગૈારવ માટે જનસમાજમાં ઉંચા ભાવ પ્રવેશ થવા પામ્યા હતા, અને જૈન શબ્દ પરિચયથી દૂર નાસતા દેશમાં જૈનધર્મની જાહેોજલાલી ચળકી ઉઠી હતી, આટલા પ્રસ`ગમાં સ. ૧૯૬૨ માં અલ્હાાદ ( પ્રયાગ ) માં કુંભના મેળાનેા પ્રસ ́ગ લઈ સનાતન ધર્મ મહા સભા ભરવામાં આવતાં તેના મંત્રી શ્રીયુત મનમેહન માલવીય તરથી મહારાજશ્રીને આમત્રણ થતાં જૈન ધર્મના સિદ્ધાંતાના જનસમાજમાં વધારે પ્રકાશ પાડવાની ઉપયાગી તક જોઈ, તેઓશ્રી શિષ્ય સમુદૃાય તથા છાત્રગણુ સાથે ત્યાં પધાર્યાં અને “એક્સ” ના વિષય ઉપર ભાષણ આપ્યું. અગર જો કે ભાષણ આપવાને માટે દશ મિનિટના ટાઇમ મુકરર થયા હતા, પરંતુ એય શબ્દની વ્યાખ્યા કરી વમાન સમયમાં ધર્મને નામે એકય (મૈત્રી ભાવના) ના નાશ થવામાં મમત્વની મારામારા જે વધી પડી છે, તે સમજાવી ધર્મની શુદ્ધ વ્યાખ્યા દરેકના સિદ્ધાંતામાં કેવી રીતે એકત્ર છે, તે ખતાવવા શરૂ કર્યું" અને તેઓશ્રીની બુલંદ અને મીઠી વાણી તથા વાક્ય ચાતુર્ય ને તેમાં રહેલ ગૈારવથી હાજર રહેલ દશહજાર વ્યક્તિના સમુદાય એટ. લેા તા તદાકાર થઇ ગયા કે સભાને મહારાજશ્રીનુ ભાષણ લગભગ એક કલાક ચાલુ રહેવા દેવાને ફરજ પડી, એટલું જ નહિ પરંતુ સભા ખરખાસ્ત થવા પછી મહારાજશ્રોના આશ્રમસ્થાને હજારો લેકે જ્ઞાનગોષ્ઠિ કરવા આવવા લાગ્યા. તથા દરભંગા નરેશે પેાતાને અગલે પધારવા અરજ કરતાં ત્યાં જઈ “ જૈન અને બૈધ ધર્મ છ
એ વિષય ઉપર બહુ ખારીક વિવેચન કરી અનેક શંકાનું સમાધાન કર્યું, એટલું જ નહિં પરંતુ ત્યાં સ્થિરતા થતાં દરમિયાનમાં ‘ આય સમાજ’‘ક્રિશ્ચિયન સમાજ ’ વિગેરેના જુદા જુદા મેળાવડામાં આમત્રણ થતાં ત્યાં પધારી જૈન તત્ત્વ શું છે ? તે સરલ દૃષ્ટિથી સમજાવવાને ભગીરથ પ્રયત્ન કર્યો,
-
Jain Education International
[ 20 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org