________________
T ASS
O
sease:
Gae% ( રાજદરબારમાં જૈન શ્રદ્ધા છે
:~ ત્રઃG સ્થાન અને સ્થિતિ સરલ થવા પછી તેની મજબૂતી માટે સત્તાની છક - જમાવટ ઉપાગી હતી, અને તે પ્રમાણે સમયની અનુકૂળતા સહજ સાધ્ય થવા પામી. મહારાજશ્રીના જાહેર ભાષણની ચર્ચા છેક રાજદરબાર સુધી પહોંચી અને કાશી નરેશ તરફથી મહારાજશ્રીને આમંત્રણ કરવામાં આવ્યું. જેનધર્મના અને જેનધર્મ ગુરૂના આચાર-વિચાર અને રહેણીકણથી અજાણ નરેશ તરફથી મહારાજ શ્રીને રાજદરબારમાં પધારવા ફેટીન અને નાવને બંદોબસ્ત કરી ખબર આપવામાં આવ્યા, પરંતુ તે સામગ્રી મહારાજશ્રી માટે નિરૂપયોગી હતી. તેઓશ્રીએ બંધ આપવાને આ પ્રસંગ કિમતી વિચાર્યો અને તેથી પગપ્યાણ શિષ્યમંડળ તથા વિદ્યાથી વગ સાથે કાશી નરેશને દરબારે પધાર્યા.
આ પ્રસંગે કાશી નરેશે ત્યાંના વિદ્વાનો અને રાજગુરૂને પણ આમંત્રણ કરેલ હતું. સર્વના સ્થાન ગોઠવવામાં આવ્યાં હતાં અને નરેશસહ સર્વ હાજર હતા. મહારાજશ્રી પધારતાં સર્વે તરફથી સત્કાર કરવામાં આવ્યું અને તેમના માટે તૈયાર કરેલ આસન પર બીરાજવા વિનંતિ કરવામાં આવી, પરંતુ મુનિધર્મ સમજાવતાં તેઓ પોતાની કામળ ઉપર જમીને બરાજ્યા અને ધર્મચર્ચા શરૂ થઈ.
મહારાજશ્રી આટલા વખતના અનુભવથી સમજી શકયા હતા કે આ પ્રદેશમાં જીવદયા માટે લકલક્ષ બીલકુલ નથી. અને તેથી રાજદષ્ટિએ આ વાત પ્રથમ ચર્ચવાથી કિમતી લાભ થવા વકી છે તેથી મહારાજશ્રીએ ધર્મભાવના” સમજાવતાં જણાવ્યું કે–
[ 16 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org