________________
આગમત વિકલ્પની માફકજ બીજો વિકલ્પ પણ શાસ્ત્રકારો અપ્રતિપાતીસગ્યકુત્વ વાળાની અપેક્ષાએ જણાવે છે કે કાં તે બે વાર વિજયાદિ ચાર અનુત્તરમાં ઉપજીને અર્થાત્ ત્રણ વખત મનુષ્ય ભવમાં અને બે વખત દેવમાં ઉપજીને પાંચ ભવે મોક્ષે જ જાય અને એમ ન બને તે ત્રણ વખત અય્યત દેવલોકમાં ઉત્પન્ન થવાથી કંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી અપ્રતિપતિત એવા સમ્યકત્વને ધારણ કરતા રોકાય અર્થાત્ જ્યારે અમ્યુત દેવેલેકના ત્રણ ભવ લેવા પડે, કેમકે અચુતદેવલોકમાં દેવતાઓની સ્થિતિ અધિકમાં અધિક બાવીસ સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. તેથી ત્રણ વખતે તે અશ્રુત દેવલેકમાં ઉત્પત્તિ થવાથી છાસઠ સાગરોપમ દેવલોકના થાય. ત્યારે મનુષ્યના ચાર ભવ લેવા જ પડે. સમ્યકત્વની યાદ રાખવાની જરૂર છે કે પંચેન્દ્રિય તિર્યંચે અને નારકીઓ
શન્દ્રિય તિ પણ સમ્યક્ત્વને ધારણ કરનાર હોય છે, તે સમ્યફવની ધારણાને એ અસાધારણ પ્રભાવ છે કે સમ્યક્ત્વને ધારણ કરવાનું નરક અને તિર્યંચના આયુષ્યમાં બને, પણ સમ્યકત્વને ધારણ કરતી વખત નરક અને તિર્યંચના આયુષ્યને બંધ તે કઈ પણ કાલે કેઈપણ જીવ કરેજ નહિં. અર્થાત્ જે ઔદ્યારિક શરીર કે જે માત્ર મનુષ્ય અને તિર્યંચને જ હોય છે. તે દારિક શરીરને ધારણ કરનારે જીવ જે સમ્યક્ત્વ ધારણ કરનાર છતે આયુષ્ય બાંધે તે તે કેવલ વૈમાનિકનું આયુષ્ય બાંધે, અને વૈક્રિયશરીર કે જે આજન્મ સુધી નારકી અને દેવતાને જ હેય છે, તેઓ જે સમ્યકત્વને ધારણ કરતા છતાં આગલા ભવનું આયુષ્ય બાંધે તે કેવલ મનુષ્યભવનું જ બધે. - આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે અપ્રપતિસમ્યક્ત્વની ભવાતરગતિમાં નરક કે તિર્યંચગતિના ભવેને તે અવકાશ હોય નહિં.
એટલે સ્પષ્ટ થયું કે અપ્રતિપતિતસમ્યકત્વવાળા સાધુની અપેક્ષાએ જેમ વિજયાદિચાર અનુત્તરના બે અને મનુષ્યના ત્રણ