________________
આગમત તરફ જેવું લક્ષ્ય હતું તેવું જ લક્ષ્ય દવાના સેવનતરફ જશે ત્યારે આત્મપષણ થવાનું, અને જ્યારે એ આત્મપષણની ભાવના જાગ્રત થશે ત્યારેજ સામાયકઆદિની પ્રતિજ્ઞા સફળ થશે!
સામાન્ય રીતે આપણે આપણું શરીરની હંમેશાં સંભાળ રાખ્યા કરીએ છીએ, પરંતુ જ્યારે એ શરીરને કાંટે વિગેરે વાગે છે ગુમડા વિગેરેની પીડા થઈ આવે છે ત્યારે આપણે એ શરીરને વિશેષતાપૂર્વક સંભાળીએ છીએ. પેલા એજ પ્રમાણે એ શરીરની સંભાળની માફક-જ્યારે આપણું જ્ઞાનદિકની ખામી દ્વારા આપણા આત્મામાં ખામી આવે છે–ત્યારે આપણે આપણા આત્માની સંભાળ લઈએ છીએ કે? જે આપણને આપણા આત્માની દવાનું ભાન થયું હોત તે જરૂર આપણને આત્મામાં ખામી આવતાં ચમકારે થાત! પરંતુ એ દવા જાણવા માટે આપણે ક્યાં દરકાર કરીએ? શરીરની દવા ગતવા માટે આપણે ઘરેઘરે, ગામે ગામે, શહેરે શહેરે, અરે દેશે દેશ ફરવામાં પણ પાછા પડતા નથી. જેને બોલાવવા પણ ન ગમે એવા વૈદ્યોની ગુલામી ખુશામત કરતાં પણ અચકાતા નથી. ભલા આપણુ આત્માની દવા મેળવવા માટે આપણે શું કર્યું? હવે જૈનશાસનની પ્રાપ્તિના કારણે એ દવા મેળવવાનો અવસર આપણને પ્રાપ્ત થયે છે. હવે પણ જે આપણે એ નહિ મેળવીએ હવે પછી કયારે મેળવવાના?
ભલા! કદાચ આપણે જાણવાની દ્રષ્ટિએ દવાને જાણું પણ લઈએ, છતાં આત્માને કયે રસ્તે દોર? એનું આપણને ભાન ન થાય તે એ પણ છાર ઉપર લીપણુજ સમજવું!
એક માણસનું શરીર રોગગ્રસ્ત થયું. લેહી સુધરતું નથી, અને ઉપરથી ભપકાદાર કપડાં પહેરી લીધાં છે. તે શું શરીરને કંઈ ફાયદો થઈ જવાને? જરાપણ નહિ. એ જ પ્રમાણે જ્ઞાન-દર્શનચારિત્રની પ્રવૃત્તિરૂપ કપડાં પહેરી લીધાં પણ વિષયાદિક ખસેડવા પાલવતા ન હોય તે એનું ફળ શું? માત્ર વેશ ધારણ કરવાથી