________________
પુસ્તક ૩-જુ એ ધનથી દુનિયાભરની દરેક વસ્તુ ખરીદી શકાય છે. મેળવી શકાય છે, તેમજ તે દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકાય છે, તે આવવાથી ફાયદે કરનાર હોવાથી પણ જરૂરી ગણાય, પરંતુ ધર્મ નહિ આવવાથી નુકશાન નથી, તેમ એ આવવાથી ફાયદે પણ દેખાતું નથી. એક મનુષ્ય ધર્મ કર્યો અને બીજાએ ધર્મ ન કર્યો, કરનારને નફે થયે અને નહિ કરનારને નુકશાન થયું એમ કાંઈ દષ્ટિગોચર થતું નથી. જરૂરી તેજ ગણાય “કે જેના ન આવવાથી અડચણ હોય અથવા આવવાથી ફાયદે હેય” અર્થાત્ એ ઉપરથી જગતમાં બિનજરૂરી ચીજ ધર્મ છે, એમ નક્કી, થાય છે. આવી રીતે શિષ્ય શંકા કરે છે. શંકા સમાધાયક દષ્ટાંત અને સમજણું
સમાધાન આપતાં પૂજ્ય ગુરૂવર્ય શ્રી જણાવે છે કે એક મુસાફર રસ્તે જતો હતે, આંબાના ઝાડને ઉદ્દેશીને બહુ વિચાર કર્યો. વિચારના અંતમાં બે કે આ આંબાના આમ્રફલ જે કેરી તે ખાવામાં, આ આંબાની માંજરે કાનની શોભા વધારવામાં, અને આ પાંદડા મંગલકારણે તેરણમાં અને લાકડાં મકાનમાં કામ આવે છે, પણ આ આંબાના મૂલાડીયાં કે જે જમીનમાં ઘણા ઉંડા ગયેલા છે. તે તે કશા કામમાં આવતા નથી. આંબાના લાકડા તે મકાન બનાવવાનાં કામમાં છે. પણ મૂળીયાં તે તદ્દન નકામાં છે!!! આવું બેલનાર મુસાફરને રસ્તે ચાલનાર બીજે સમજી અને અનુભવી મુસાફર સમજાવે છે કે મહાનુભાવ! આમ્રફલ-માંજર-પાંદડા-અને લાકડાં એ બધા મૂલાડીયાના ભરોસેજ છે. મૂલ કપાયા પછી આંબે પડી જાય અને કેરી, પાંદડા, મગરે પહેલાંના હોય તે દેખાય, પણ ત્રણ દહાડા પછી સુકાય અને પરિણામે નામ નિશાન પણ ન રહે અને નવા તે થાય જ નહિં. એટલે દેખાવમાં મૂલાડીયાં કામ ન લાગે, પણ પરિણામે બુદ્ધિપૂર્વકની વિચારણા કરે તે બધાને આધાર મૂલ પર છે, તેવી રીતે દેખાવમાં ધર્મ એ ખાવા-પીવા -પહેરવા, ઓઢવા-રહેવા વિગેરે વ્યાવહારિક કાર્યમાં ન આવે, પણ