________________
પુસ્તક ૩-જું પણ જાતને ફરક રહેતું નથી, કેમકે જીવને ન માને તેથી કાંઈ જીવન અભાવ થઈ જતું નથી. વળી તેને નિત્ય ન માને, તેથી તે કંઈ અનિત્ય પણ થઈ જતું નથી. તે જીવને કર્મ બંધાય છે. છતાં તે કર્મને બંધ થાય છે, એમ ન માને, તેથી કાંઈ કમને બંધ ઉડી જતો નથી. તેમજ ભેગવવા પડતા કર્મોના ફળો તે કોઈ ન પણ માને છે તેથી કઈ પણ જીવને કર્મ ના ફળને ભેગવ્યા સિવાય છુટકે નથી. એટલે ઉપર જણાવેલી પરમાર્થ-દષ્ટિની ચાર આસ્તિકતાઓને માન્ય કરવાથી અગર અમાન્ય કરવાથી પ્રવૃત્તિના રૂપમાં તે ફરક પડી શકતું નથી, પરંતુ એ ઉપર જણાવેલી ચાર માન્યતા દઢ થઈ હોય તે જ ઋદ્ધિ-સમૃદ્ધિ આદિને અંતઃકરણથી વળગે નહિ તે તે ઋદ્ધિ-સમૃદ્ધિ આદિને નિત્ય પણ ગણે નહિ તેમજ અશુભ કર્મો બાંધવાથી પ્રતિક્ષણે સાવચેતી રાખે અને પૂર્વ બાંધેલાં કર્મોનાં ફલ તરીકે સુખ–દુઃખ પ્રાપ્ત થાય તેને ભગવતી વખત આત્ત અને રૌદ્ર જેવા અશુભધ્યાનમાં પ્રવૃતિ કરે નહિ. આ સામાન્ય ફલ છતાં તેના વિશેષ ફલ તરીકે ચારે ગતિના દુઓ તથા કૃતાન્તની કરવાની કારમી દશાને ધ્યાનમાં રાખી જગતના કોઈપણ સુખ કે દુઃખના પ્રસંગેને આધીન નહિ થતાં, આત્માની સર્વથા નિર્ભય અને આબાદીવાળી દશા જેમાં હંમેશ માટે થઈ શકે છે, અને રહી શકે છે, તેવા મોક્ષની હયાતિ અને ઉત્પત્તિની શક્યતા માનનારે જીવ લેટેત્તરદષ્ટિએ આસ્તિકતાને પામી આસ્તિક થયેલે ગણી શકાય છે, મોક્ષ માટે નીચેની હકીકત વાચકવર્ગ, ધ્યાનમાં લેવાની છે. (૪) જે જેમાં ગોટલાની રહેલી કેરીની લાયકાતની જેમ મેક્ષ પામવાની લાયકાત છે, તેવા છે સુક્ષમ એકેન્દ્રિયદિપણામાંથી બહાર પણ નિકળે ત્યારે સમજવું કે તે કોઈપણ કાળે મોક્ષ પામવાને લાયકજ છે.