Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 242
________________ પુસ્તક ૪-થું શ્રી જિનેશ્વર ભગવાનનું વચન એજ તત્વ છે, એવી જે આ શાસનમાં રૂચિ થાય તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય.” ટીકામાં પણ સ્પષ્ટપણે કહે છે કે કિનારામે તરવં નથતિના જિર્મવતિ દરણા અર્થાત્ શ્રીજિનેશ્વર ભગવાનનું વચન તત્વ છે, બીજું તત્વ નથી, એવી જે રૂચિ થાય તે દ્રવ્યસમ્યકત્વ છે. અને તે નામોનિમાત્ર એટલે તત્વ અને દેવાદિનું અજ્ઞાનપણું છતાં માત્ર શ્રી જિનવચનની રૂચિરૂપ હોય છે. વ્યંગ્યપણે જણાવે છે કે જેમ ભાગ્યશાલી હોય તે જ સુંદર રત્નના સ્વરૂપ અને ગુણેથી અજાણ એવા મનુષ્યને રત્નને લેવાનું થાય છે. એમ દ્રવ્યસમ્યકત્વ જણાવી ભાવસમ્યકત્વને જણાવતાં કહે છે કે जहभावा णाणसद्धा परिसुद्धतस्स सम्मत्त એટલે યથાવસ્થિતપણે જીવાદિતત્વ અને રત્નત્રયીનું જ્ઞાન થવાથી જે શ્રદ્ધા થાય તે શુદ્ધ એટલે ભાવસમ્યક્ત્વ જાણવું. પ્રશ્ન ૨ દ્રવ્યસમ્યકત્વ ઉત્પન્ન થવામાં અપૂર્વકરણની જરૂર ખરી કે નહિ ? સમાધાન-પૂ. આ મહારાજ શ્રીહરિભદ્રસૂરિજીजस्स समुदायाओ चिय भवो ण उ तहा विचित्तरूबाओ। इय सो सियवारण तहाविह विरिय लहइ ॥६॥ तओ अ व्वसम्म०॥ એમ જણાવી સ્પષ્ટ કરે છે કે પરમાર્થથી વિચિત્ર એવા એ - સ્વભાવ આદિ સમુદાયથી પરસ્પર સાપેક્ષપણે તે ભવ્યજીવ એવું વીર્ય પામે છે અને તેથી દ્રવ્યસમ્યક્ત્વન થાય છે. " એટલે દ્રવ્યસમ્યક્ત્વના કારણ તરીકે પણ અપૂર્વ વીર્યને ઉલ્લાસ અને તથાભવ્યત્યાદિને જણાવે છે. ટીકાકાર તે વળી સ્પષ્ટશબ્દમાં લખે છે કે તે જીવ તેવું વીર્ય પામે છે કે જે વીર્યથી અપૂર્વકરણપણે ઉલાસ પામે. કહે. छ । तथाविध वीर्य लभते यत उल्लसत्यपूर्व करणेनेति

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260