________________
પુસ્તક 8-થું
૩૧
પ્રશ્ન : દ્રવ્યસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વમાં ફરક છે? સમાધાન-અજ્ઞાનની મુખ્યતા હોય અને જિનવચનની સત્યતાની
રૂચિમાત્ર હોય તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય. અને પ્રશમાદિ લક્ષણોમાંથી આસ્તિયાદિ કઈક લક્ષણ યુક્ત જે સમ્યકત્વ હોય તે વ્યાવહારિકસમ્યકત્વ કહેવાય. એટલા માટે શ્રીહરિભદ્રસુરિજી તવાર્થવૃત્તિમાં આરત
क्याद्यन्यतरभावयुक्त तु व्यावहारिकम् અર્થાત આસ્તિકય વગેરે પાંચ લક્ષણેમાંથી કેઈક લક્ષણથી
યુક્ત એવું વ્યાવહારિક સમ્યકત્વ છે. અહીં જે આસ્તિકય આદિમાં લીધું છે, તે એમ સ્પષ્ટ જણાવે છે
કે વ્યવહારસમ્યકત્વમાં પણ આસ્તિક્યતે જરૂર જઈ એજ! વળી શ્રી હરિભકસૂરિજી પ્રશમાદિ પાંચ લક્ષણોની ઉત્પત્તિ
પશ્ચાનુપૂવથી લે છે, માટે પણ પહેલા આસ્તિક્ય થાય તે પછી અનુકંપાદિ બને, એ નકકી થાય છે. એટલે વ્યાવહારિકસમ્યકત્વમાં ઓછામાં ઓછું આસ્તિક્ય
એટલે જીવ છે, નિત્ય છે, કર્મ કરે છે, કર્મ ભોગવે છે. મોક્ષ છે. અને મેસના ઉપાયે છે. એ છ વિચારે સમજણવાળો જીવ હોય તે વ્યાવહારિક સખ્યતવમાં પણ હવા જ
જોઈએ. પ્રશ્ન-૬ ભાવસમ્યક્ત્વ અને નિશ્ચયસમ્યક્ત્વમાં ફરક છે
સમાધાન-ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ જીવાદિ તત્ત અને રત્નત્રયીને યથાવધ થવાથી શ્રીજિન વચનની પ્રતીતિ થાય તે ભાવસમ્યકત્વ કહેવાય. - તે ભાવસમ્યકત્વ થયા પછી તે ભાવસમ્યક્ત્વને સ્વભાવ પ્રશમા દિને જરૂર ઉત્પન્ન કરવાને છે, તેથી તે પ્રશમાદ પાંચ લક્ષણેએ સહિત તવ અને રત્નત્રયીની પ્રતીતિ સાથે