________________
પુસ્તક ૪-થું
૩૭ ઉપચાર ત્યાંના કાળદ્રવ્યને લેશ પણ બાધક નથી, એ પ્રત્યક્ષ પણ છે. કાળદ્રવ્ય તો ચૌદરાજમાં એક જ છે, તેને પ્રસિદ્ધ જ છે.
(૩) કાળદ્રવ્યને તે શાશ્વત તરીકે નિયમ છે જ અને તેમાં ભગવાને દર્શાવેલ ઉત્પત્તિ સ્થિતિ અને સંહતિરૂપ ત્રિપદીમાંની સ્થિતિ સિવાયની વ્યાખ્યા, ધર્માસ્તિકાય આદિ શાશ્વત દ્રવ્યને આશ્રીને નહીં, પરંતુ તેના પર્યાને આશ્રીને દર્શાવી છે. તેથી કાળદ્રવ્યની શાશ્વતતાને તે લેશ પણ બાધક નથી.
આ રીતે ચિત્ર અને આસો માસની શાશ્વતતા સંબંધમાં પણ સમજવાનું કે એક ચૈિત્ર ગયા પછી બીજે વર્ષે બીજે ચિત્ર આવે તે પ્રથમના ચૈત્ર તરીકે શાશ્વત ગણાતું નથી. પરંતુ શાશ્વત પર્વત, શાશ્વતી પ્રતિમાઓ વિગેરેની જેમ પર્યાયથી શાશ્વત ગણાય છે. પ્રથમના ચૈત્ર જે જ આ ચિત્ર છે.” એ તરીકે શાશ્વત ગણાય છે.
લેકમાં પણ આજે જે વસ્તુ લાવ્યા, તેવી જ વસ્તુ બીજે માસે કે વર્ષે લાવે, તે તે વસ્તુને પ્રથમના જેવી જ કહેવાય છે. અને તેમાં કશો ફરક હેતે પણ નથી.
(૪) વર્ષના કાર્તિક, માગસર આદિ માસનાં નામ પણ કૃત્તિકા મૃગશીર્ષ આદિ શાશ્વત નક્ષત્ર ઉપરથી જ પડેલા હોઈને શાશ્વત છે. આ વાત સૂર્યપ્રજ્ઞપ્તિ-જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ આદિ આગમશાસ્ત્રોને અભ્યાસ કરવાથી સમજાશે.
બારે માસના તે તે નામને તે તે આખા શાસ્ત્ર જ શાશ્વત તરીકે સમજાવે છે, ત્યાં પાઠે કેટલાક અપાય ?
જૈન જતિષ પ્રમાણે યુગમાં વૃદ્ધિ તરીકે આવતા માસના નામ પણ અષાઢ અને પિષ તરીકે જ સૂચવાયાં છે. કલ્પસૂત્રમાં
આવતા માસનામે તે ત્યાં પણ નથી જ સૂચવાતા, તે તે -શાસ્ત્રજ્ઞોના ખ્યાલમાં જ હોય !