________________
પુરતક ૪-થું પ્રસરેલે વિશ્વને મેલે ન વળગી પડે, તે બાબત પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે.
કેમકેહું એટલે શાસન, મારૂં ભક્ત મંડળ એટલે શાસન મારી અને મારા ભક્તોની સેવા એટલે શાસન–સેવામહારું અને મહારા ભક્તોનું બહુમાન એ શાસનની ઉન્નતિ.
હું અને મહારે પરિવાર એજ શાસનનાં અંગે, આવી આવી સર્વથા બીભત્સ અને ગલીચ ભાવનાઓ શાસન સેવાના નામે સડી ગયેલા મગજવાળાઓ ધારણ કરી બેસે. -
પરંતુ શાસનની સાચી શિક્ષા અને શ્રદ્ધાને પામેલા સપુર તેવા સડેલા સંસ્કારે ક્ષણભર પણ પિતાના હૃદયમાં ધારે નહિં, વચનથી ઉચ્ચારે પણ નહિ, અને તેવા કથન કરનારાઓની છાયાએ પણ છવાય નહિં. વાચકે ધ્યાન રાખવું કે
જગના જુલમી જહાન શત્રુઓના ઘાથી બચવું જેટલું કઠણ છે. તેના કરતાં અસંખ્યગુણું તે શું , પરંતુ અનંતગણું કેઠિણ કર્મકટકની કરવાલના ફટકામાંથી બચવું મુશ્કેલ છે. મહાનુભાવો!ભગવાન જિનેશ્વર-મહારાજનાવીને વિચારો
તેને તત્વને હદયગત કરશે! તમારા મનવચન-કાયાના વેગોને તેને આધીન બનાવ.! ગણાતા મહાત્માઓની ગંદકીના ગોટાળામાં ગુંચવાએ નહિ
આત્માની અવ્યાબાધ–સ્થિતિને લક્ષ્યમાં રાખી તેના પરમઉદયના વખત સુધી તે જ માર્ગે કટિબદ્ધ થઈ આગળ વધવાને ઉદ્યમ કરો! કે જેથી તમારી શાસનસેવા અને મહાત્માપણું અનુદવા લાયક થાય. !!! .