________________
પુસ્તક ૩-જુ
જે જે અહીં શ્રાદ્ધકિયાદ્વારા કે અન્ય પોપકારારા તે પિતરોને ઉદેશીને પુણ્ય કરે છે તે પિતરોને મળે છે અર્થાત પુત્રપૌત્રાદિની ક્રિયાથી થએલા કર્મોનું ફળ પિતા અને પિતામહ
આદિને મળે છે. (૬) જગની ઉત્પતિ અને પ્રલયમાં માન્યતા ધરાવનારાઓને વળી
એમ માનવું પડે કે “જગતની આદિમાં વગર કરેલાં કર્મો ભોગવવા પડે છે અને જગતના પ્રલયની વખતે તે કરેલા છતાં પણ કર્મો ભેગવવા પડતાં નથી.” ધ્યાનમાં રાખવા જેવું છેકે જગતની આદિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, પશુ અને મનુષ્યાદિપણે જગતની વિચિત્રતા તે તેઓને પણ માનવી જ પડે છે, તેમજ પ્રલયના કાળસુધી જગતમાં વિપરિવર્તમાનપણને પામતા છે દરેક ક્ષણે આચાર-વિચાર અને ઉચ્ચારની વિવિધતા અને વિક્રિયતાને લીધે કર્મોને બંધ કરે છે, છતાં પ્રલયની પછી તેને તે ભેગવવાને વખત હેતે જ નથી, અર્થાત્ કર્મોનું સતત કરવાપણું છતાં તેનું સતત ફલ નહિં માનનારાઓજ જગતને ઉત્પાત અને
પ્રલય માની શકે. () જગતમાં જેમ જે શરીરની અને ધાતુની વિક્રિયતાને લીધે વિવિધ પ્રકારના શારીક વિકાર પામે છે, તેમાં કોઈને કર્મના ફલ ના કર્તા તરીકે નહિ માનતાં છે અનેક પ્રકારના પાપ કરે કે પુણ્ય કરે તે તેને ફલે આપવાની તાકાત સ્વતંત્ર તે તે કર્મ માં છે, એવું નહિ માનતાં કેટલાકે જગતને સુખ અને દુઃખ દેનાર તરીકે પરમેશ્વરને માની કર્મના ફળ તરીકે બાલમરણનું ઘર એવું કૃત્ય કરનાર પણ પરમેશ્વર છે, ગર્ભમાં રહેલા જીવોનું મેત કરવારૂપ ઘર કૃત્ય કરનાર પણ પરમેશ્વર છે, બાલવૈધવ્યના કારણભૂત પણ બાલના મતને નિપજાવનાર પણ પરમેશ્વર છે, રોગ, ઉપદ્રવ, વ્યાધિ અને દુખ વિગેરેને આપનાર પણ પરમેશ્વર