________________
.
. .
પુસ્તક ૩-જી
૬ ઉપર જણાવેલી પાંચમી વાત પ્રમાણે મોક્ષની માન્યતા થયેલી છતાં જે તેના સાચા ઉપાયાની માન્યતા થાય નહિ તે પાણી લેવાતાં તે કથચિત્ પરંપરાએ માખણનું પરિણામ લાવી શકાય, પરંતુ મેક્ષના સાચા સાધનાને અમલ થયા સિવાય મોક્ષની પ્રાપ્તિ તે કોઈ પણ પ્રકારે થઈ શકે જ નહિ, જે મોક્ષનાં જે સાધન આવનિરોધ સર્વથા સંવર અને સર્વથા નિર્જરારૂપી છે તે મળી શકતા ન હોય તો કેઈપણ પ્રકારે મોક્ષ થઈ શકશે નહિ.
કેમકે મધ્યસ્થ મનુષ્યોથી એ વાત તે અજાણી નથી કે સર્વથા કર્મને ક્ષય થયા શિવાય આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવારૂપી જે મક્ષ તે પ્રાપ્ત થઈ શકતું નથી. અને તેથી કર્મબંધનના સાધને દૂર કરવા દ્વારા મેક્ષના અભિલાષીઓએ આશ્રવને નિરાધ કરજ જોઈએ. હિંસાદિક આશ્રને વિરોધ કર્યા છતાં પણ આશ્રવના મુખ્ય કારણભૂત જે મન, વચન અને કાયાના યોગ છે, તેને રોકીએ ને જે અગીપણું મેળવાય છે, તે પણ મેક્ષની અભિલાષી છએ ' મેળવવું જ જોઈએ !
આવી રીતે કર્મ અને કર્મના સાધનેને રોક્યા પછી આવેલા કર્મોમાંથી જે કોઈ અવશેષ ભાગ રહેલું હોય, તેને સર્વથા નાશ કરવા સાથે આત્મામાં તેવી જાતની તાકાત ઉત્પન્ન કરવી જોઈએ કે જેથી કોઈ પણ કાળે અને કોઈપણ પ્રકારે બીજી વખત જીવને કર્મના અણુઓને સંબંધ સરખે પણ થાય નહિ. અને તેવી સ્થિતિ પણ થાય નહિ, તેવી શુદ્ધ સ્થિતિ થાય તેનું નામજ મોક્ષ છે! તેવી મોક્ષની સ્થિતિ થતાં આત્મા સર્વદા સર્વથા જન્મમરણદિના ભયથી રહિત થઈને સર્વથા નિર્ભય થાય છે અને તેમ થવા સાથે અનતંજ્ઞાન– દર્શન- વીર્ય અને સુખની સમૃદ્ધિ થી આબાદીવાળો બને છે ! . . . . - આ વસ્તુ વિચારતાં દરેક સુજ્ઞને માનવું પડશે કે મોક્ષ એ વસ્તુ ઉપાયથી સાધ્ય છે. અને એવી જે મોક્ષના ઉપાયની અસ્તિતાની માન્યતા તેનું જ નામ લેકેસર દષ્ટિએ છઠ્ઠી આસ્તિકતા છે.