________________
પ૭
પુસ્તક ૩-જું ૨ જગતમાં દશ્યમાન ઘટ-પટાદિ પદાર્થો સર્વથા નાશ પામનાર છે, પરન્તુ પૃથ્વી આદિક પાંચ ભૂતેથી વ્યતિરિક્ત સ્વભાવવાળો એ જે જીવ તે તે અવિનાશી અને નિત્યસ્વભાવવાળે છે. (જે કે જૈનદષ્ટિ પ્રમાણે કેઈપણ પદાર્થ સર્વથા નિત્ય નથી, તેમ અનિત્ય પણ નથી, પરંતુ સર્વ પદાર્થો કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય જ છે, અને તેથી આત્મા પણ કથંચિત્ નિત્ય અને કથંચિત અનિત્ય છે, એમજ માનવું જોઈએ અને એનું જ નામ લેકર દષ્ટિ કહેવાય. છતાં ઘટાદિક પદાર્થોમાં તેના પર્યાયનું મુખ્યપણું લઈને તેને વિનાશીપણે ગણવામાં આવે અને આત્મા એટલે જીવને અંગે તે જીવના મનુષ્યત્વાદિ પર્યાયનું મુખ્યપણું લઈને તેને વિનાશીપણે ગણવામાં આવે અને આત્મા એટલે જીવને અંગે તે જીવના મનુષ્યત્વાદિ પર્યાને નાશ થાય છે, છતાં આત્મપણાને એટલે જીવપણને કેઈપણ કાળે નાશ થત નથી, એવી દ્રવ્યની મુખ્યતાવાળી માન્યતા ધરવી જોઈએ.
જો કે ઘટાદિક પદાર્થોમાં રહેલું અજીવતત્વ પણ નિત્યજ છે અને અવિનાશી જ છે. છતાં આત્મા એટલે જીવને અંગે કેટલાક મતવાળાઓ શરીરના નાશને અંગે જીરને નાશ માનવાવાળા છે. તથા કેટલાક મોક્ષ પ્રાપ્તિની વખતે જીવને નાશ થાય છે, એમ માનનારા છે, કેટલાક વળી મોક્ષ પ્રાપ્તિ વખતે જીવત્વ એટલે જીવનું સ્વરૂપ જે જ્ઞાન અને સુખ છે, તેને નાશ થાય છે, એમ માનનારા છે. તે તેવી કોઈ–પણ પ્રકારની વિપરીત શ્રદ્ધા ન હોય, પરતુ સર્વ કર્મને ક્ષય કરીને જીવને મોક્ષ પામવાને થાય છે. જેમ મેક્ષ પામતી વખતે જીવને નાશ થતો નથી, તેમ જીવત્વનો પણ નાશ થતો નથી, એટલે મોક્ષમાં પણ જીવ અને જીવત્વ બંને અવિનાશીપણે રહે છે, એવી માન્યતા ધારણ કરવાને અંગે જીવના નિત્યપણાની વાત જણાવવામાં આવી છે.) ૩ જીવની અસ્તિતા અને તેની નિત્યતા માનવાવાળા હોવા છતાં કેટલાક સાંખ્ય જેવા મતવાળાએ જીવને અદૃષ્ટ એટલે
વિપિયાની કમાનવાવાળી એટલે