________________
આગમજ્યોત
૫૪ અનેક ચરિત્રોથી એ વાત નક્કી થાય છે કે શ્રમણ ભગવાન મહાવીરમહારાજા ઇવસ્થપણાની અજ્ઞાતચર્યામાં પણ મગધદેશમાં નિરુપદ્રવજ રહેતા હતા, અને ઉપસર્ગ તથા ઉપદ્રને સહન કરવા માટે તેઓ મગધદેશથી અન્યત્ર બહારના દેશમાં વિહાર કરતા હતા.
આ હકીકત ઊપરથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના દ્વારકામાં તેઓ મગ દેશ માં ભગવાન પાર્શ્વ નાથજીના શાસનધેરી મહાપુરુષના પ્રભાવે નિરુપદ્રવતા હતી ઉત્પલ અને ઇદ્રશર્મા આદિ શ્રી પાશ્વનાથજીના શાસનને પામેલા અને પતિત થયેલા અને અન્ય પણ અનેક જે શાલાને મળેલા દિશાચરો તે બધા નું વિહાર ક્ષેત્ર કે પર્યટન ક્ષેત્ર મગધ દેશજ હતું, અથવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પૂર્વાશ્રમમાં મગધના વતની હોવાથી મગધ દેશમાં અને તેની આસપાસમાં નિરૂપદ્રવપણે વિચારી શકે એ સ્વાભાવિક હતું.
આ બધું તપાસતાં શ્રેણિક મહારાજ ને ભગવાન મહાવીર શાસન સ્થાપના મહારાજની કરતાં પહેલાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય અને તેમ કહેવાય છે, અને ક્ષાયિકભાવે સમ્યકત્વ ભગવાન મહાવીર મહારાજના પ્રતાપે થયું હોય તે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ભગવાન શ્રી મહાવીર મહારાજાના જન્મ પહેલાં પણ મગધ દેશમાં ધર્મ આ સામાન્ય રીતે જેનશાસ્ત્રો પ્રમાણે ભગવાન મહાવીર મહારાજના જન્મ પહેલાં પણ શ્રી પાર્શ્વનાથજી મહારાજનું શાસન મગધ આદિ દેશમાં પ્રવર્તતું હતું. ખુદ ભગવાન મહાવીરમહરાજના માતાપિતા પિતેજ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રાવક હતા, એ વાત શ્રીઆચારાંગ તથા શ્રીકલ્પસૂત્રની વૃત્તિ આદિથી સ્પષ્ટ છે.
વળી ભગવાન મહાવીર મહારાજા છદ્મસ્થપણમાં હતા, ત્યારે મથુરાનગરીમાં અહદાસ અને જિનદાસી પરમશ્રાવકપણાની દશામાં હતા.