________________
૫૦
આગમ જ્યોત શમણ ભગવાન મહાવીર અને મહારાજા શ્રેણિકને સંબંધ વિચારવા પહેલાં એ બન્નેનાં રાજ્યની નિકટતા ઉપર પ્રથમ ધ્યાન રાખવાની જરૂર પડે છે. શાક્યસિંહ બૌદ્ધના નિવાસસ્થાનને વિચારીયે તે તે કપિલવસ્તુ હેવાથી મગધની રાજધાની રાજગૃહીથી ઘણું દૂર રહે, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું જન્મસ્થાન જે ક્ષત્રિયકુંડ તે રાજગૃહીથી ઘણુંજ નજીક છે, એટલું જ નહિ પણ જેઓ લછવાડ જઈ શ્રી ક્ષત્રિયકુંડની યાત્રા કરી આવ્યા હશે, તેઓને જરૂર માત્રમ હશે કે રાજગૃહી અને ક્ષત્રિયકુંડનાં રાજ્ય લગોલગજ હોય, અને તેથી શ્રમણ ભગવાન મહાવીરના પિતા મહારાજ સિદ્ધાર્થ અને શ્રેણિક મહારાજાના પિતા પ્રસેનજિતને પરસ્પર સાહજીક સંબંધ હોય.
વળી તે વખતે અપ્રકંપ અને ઊંચશિખરે ગણાતું વિશાલીનું રાજકુલ હતું, એ વાત ઈતિહાસકારોથી અજાણું નથી, અને તે વૈશાલીના કુલવાળા-રાજાઓને મહારાજા સિદ્ધાર્થ સાથે સ્વાભાવિક કૌટુંબિક સંબંધ હતા અને તેથીજ મહારાજા સિદ્ધાર્થ સાથે ચેડા મહારાજની બહેન ત્રિશલાનાં લગ્ન થયાં હતાં, એટલું જ નહિ, પણ એ ઉચ્ચ સંબંધની મગધ દેશમાં ઘણી જ ઉંચી છાયા પડેલી હતી. અને તેથી જ માતા ત્રિશલાને વિદેહદત્તા એવા નામથી બેલાવતી હતી.
આ ઉપર બારીકદષ્ટિથી ધ્યાન દેતાં સ્પષ્ટ જણાઈ આવશે કે વિદેહવાળાઓની કન્યાઓ ઘણા ઉંચા કુલની ગણાતી હતી, એટલું જ પણ નહિં મહારાજા શ્રેણિકને માટે સુજયેષ્ઠા કુંવરી કે જે મહારાજા ચેટકની કુંવરી અને બીજી કુમારિકાઓથી મહેટી હતી એમ ધારીએ તે કદાચ સાચું પણ નિકળે કે ચેaણાનું અસલ નામ ચલણ ન હોય, પણ પિતાની મોટી જે સુચેષ્ઠા હતી તેની સાથે જ તે ચેલા હળી-મળીને વધારે રહેલી હોય તેથી સુલકપણાને લીધેજ ચેલણ કહેવાઈ હેય. અને કથા ઉપરથી જોઈ પણ શકીએ છીએ કે સુષ્ઠા