________________
પુસ્તક ૩-જું અને ચેલણાને પરસ્પર ગાઢ પ્રીતિ હતી, અને તેથી જ સુષ્ઠાએ વરવા ધારેલા ધણીને વરવા તે ચિલ્લણ પણ સાથે જ તૈયાર થઈ.
આ ઉપરથી એમ કલ્પી શકાય કે તે સુષ્ઠાના મહટાપણાને લીધે જ તે નહાની બહેનનું નામ ચેલણ પ્રસિદ્ધિમાં આવ્યું હેય. પણ એ સુજયેષ્ઠા માટે જ્યારે મહારાજા માગણી કરી છે ત્યારે મહારાજા ચેટકે શ્રેણિકને સુચેષ્ઠા આપવાની ના પાડી અને કારણમાં શ્રેણિક મહારાજાને ઉતરતા કુલના જણાવ્યા અને કન્યા ન આપી. - જે કે પછી મહારાજા શ્રેણિક પ્રપંચ કરીને ચેલાણાને તે રાણી બનાવી છે. પણ અહિં તો આપણે શ્રીસિદ્ધાર્થના કુલની ઉત્તમતાને અંગે વિચારવાનું થાય છે. - તેથી એમ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે શ્રેણિકમહારાજાને કુલની અધમતાથી જે મહારાજાએ કન્યા નહતી આપી, તેજ મહારાજા તરફથી શ્રીસિદ્ધાર્થ-મહારાજની સાથે ત્રિશલાનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં, વળી શ્રેણિક મહારાજા જે કે વૈશાલીરાજનાજમાઈ થયા હતા, છતાં તે દીધેલી કન્યાથી જમાઈનહિ પણ હરણ કરેલી કન્યાથી જ માઈ થયા, ત્યારે મહારાજા સિદ્ધાર્થ તે દીધેલી કન્યા વૈિશાલીરાજના જ માઈ તરીકે થયા હતા માટેજ માતા ત્રિશલાનું નામજ વિદ્રિના કહેવામાં આવ્યું
એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર મહારાજાને લીધે તેવિશાલી રાજકુલ અત્યન્ત રાજી રહેતું અને તેમાં વળી જ્યારે પ્રણિકમહારાજને ત્યાં ગયેલી ચેલણાને લીધે ચેડામહારાજા અને તેના કુલને વારંવાર શેષવું પડતું અને ઉપદ્ર થતા હતા, ત્યારે તે માતા ત્રિશલાના નન્દન ચૌદસ્વાથી જેઓએ ગર્ભમાં આવવાની સાથેજ પિતાની ઉત્તમતા સૂચવી છે તેવા ભગવાને મહાવીર મહારાજને લીધે તે વૈશાલીકુલ ત્રિશલમાતા તરફ અદ્વિતીય પ્રેમ ધરાવે તેમાં આશ્ચર્ય શું? અને એ જ કારણથી એવી રીતે માતા ત્રિશલાનું બીજુ નામ વિદેહદત્તા થયું હતું તેવું ત્રીજું નામ વિશાળી અથત વિદેહને પ્રીતિ કરનારી એવું થયું.