________________
આગમત પહેલી હોયજ એ નિયમ નથી લેતા. જેમ અગ્નિ અને ધુમાડે. - જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય પરંતુ જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડે હેય એવો નિયમ નથી હોતે, પણ આ ચારિત્રની ઉપાદેયતા અને જ્ઞાન-દર્શન માટે તે ઉભય અવધારણુજ છે. જ્યાં ચારિત્રની ઈચ્છા હોય ત્યાં જ્ઞાન–દશન જરૂર હોય અને જ્યાં જ્ઞાન-દર્શન હોય ત્યાં ચારિત્રની ઈચ્છા પણ જરૂર હોયજ.
એટલે ઉત્પત્તિની અપેક્ષાએ આપણે વિચાર કરીશું તે આપણે કહેવું પડશે કે કેવળજ્ઞાન-દર્શનની જડ ચારિત્ર છે, અને જે પ્રતિપંથકની અપેક્ષાએ વિચારીએ તે ચારિત્રમેહનીયની હયાતીમાંજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને બંધ થાય છે. એટલે જ્યાં સુધી મેહનીય હયાત રહેશે ત્યાં લગી મતિ-કૃત-અવધિ મન:પર્યવ અને કેવળ -જ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુ-અવધિ-અને કેવળ-દશનાવરણીય–એમ એ નવ પ્રકારના આવરણીય બંધાતા રહેવાના. ચારિત્રમેહનીય એજ-જ્ઞાન-દર્શનાવરણના સડાનું ઉત્પાદક નાશ થયું, એટલે પછી એમાં લેશમાત્ર પણ વધારે નહિ થવાને. એટલે ટૂંકમાં કહીએ તે મોહનીય કર્મ એ બંધનું પણ કારણ છે અને કર્મ ટકી રહેવાનું પણ એક જ કારણ છે. એ મેહનીય કમને નાશ કરવા માટે આત્માના સંયમસ્વરૂપની આરાધના કરવી પડે છે અને
જ્યારે એ આરાધના સંપૂર્ણ થાય છે ત્યારે જ્ઞાનદર્શન આપોઆપ બે ઘડીમાં આવી મળે છે.
મહાનુભાવે ! મેહનીય કર્મ એટલે કર્મને બજાર ! એ બજારમાં જાઓ તે દરેક પ્રકારના કર્મ તમને વળગી પડવાના. એને દૂર કરવાનો આ દ્વિતીય માર્ગ તે ચારિત્ર છે. એ ચારિત્રની -આત્માના સંયમ સ્વરૂપની આરાધના કરે એટલે એ કર્મોને પુંજ તમને વળગતે અટકશે.
સંયમાત્માની વધુ પુષ્ટિ માટે આપણે જરા વધારે વિચાર કરીએ અને કાર્યકારણને સંબંધ વિચારીને ચારિત્રનું એમાં શું