________________
આગમત
રૂપે જણાવવામાં આવેલા છે, પરંતુ તે બારસે છ— ગુણોની છત્રીસ છત્રીસીએમાંથી પંચિદિઅસંવરણેક (પંચેન્દ્રિયસંવરણ) વાળી છત્રીસી એટલી બધી સાધારણ છે કે જે છત્રીસી પાળવાની ફરજ આચાર્ય ભગવંતની ગણાય, તે જ છત્રીસી ઉપાધ્યાય મહારાજા અને સાધુ મહાત્માઓને પણ ફરજીયાતપણે પાળવાની છે.
એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પદરૂપી ગુરૂતત્વને ઓળખવા માટે તે સત્ર અસાધારણ ઉપગવાળું છે.
પરંતુ સામાન્ય સાધુ કે જેને શિષ્ય તરીકે ગણવામાં આવે આવે છે, તેને ઓળખવા માટેનું વિશેષ લક્ષણ અહેરાત્રની ક્રિયામાં જોડાયેલા કેઈ સૂત્રથી માલમ પડે તેમ નથી.
જો કે શાસકારે આચાર્ય અને ઉપાધ્યાય સિવાયના એટલે પાંચ પદસ્થ સિવાયના સાધુ વર્ગને વિનેય તરીકે ઓળખાવે છે, અને તેથી શ્રીઉત્તરાધ્યયન સૂત્રની શરૂઆતમાં વિનીતનું એટલે વિનયવાળા શિષ્યનું લક્ષણ જણાવવામાં આવ્યું છે. શ્રીઉત્તરાધ્યયનમાં જણાવેલાં લક્ષણનું નીચે પ્રમાણે નવનીત તરી આવે છે.
૧ જે ગુરૂમહારાજની (આચાર્ય–ઉપાધ્યાય-પ્રવર્તક-ગણાછેદક ગણધર-સ્થવિર કે જે કઈ સમુદાયને નાયક હોય, તેમની) આજ્ઞા એટલે હુકમને બજાવવાવાળે હેય.
૨ ઉપર જણાવેલા ગુરૂ મહારાજના નિર્દેશને અમલમાં મુકવાવાળે.
પિતાને અંગે જે કંઈ કરવાનું વિધાન સાક્ષાત્ અને વર્તમાન કાળમાં ગુરૂ મહારાજજી જણાવે અને તે કાર્યો બજાવવામાં આવે તે આજ્ઞા કરી એમ ગણાય અને ભવિષ્યને માટે કે સમુદાયને માટે કે બીજા કેઈ શાસનના કાર્યને માટે જે હુકમ ઉપર જણાવેલા ગુરૂ મહારાજ કરે અને તે બજાવવામાં આવે તે નિર્દેશન કરનારે ગણાય.