________________
વ્યાખ્યાન–૧૫
(વર્ષ ૬ પુ. ૨
છે પૃ. ૫૬થી ચાલુ) છે. वचनधाराधनया खलु०
સ. ૨૦૦૦ ભા. વ. ૧૨ રવિ તા. ૨૨-૯-૪૬ શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે –
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી જન્મ-મરણ કરતે જ આવ્યો છે, તેમાં પણ આ જીવની પહેલી દશા કઈ હતી? તે કેવલ શરીરને મેળવી શકે.
પૃથ્વીકાય દિના છે માત્ર મેળવે કેટલું?
તે એકલું શરીર ! તેને રસ ચાખવાની શક્તિ મળેલી હતી નથી. જ્યારે પુણ્યા વધે તે તે રસ ચાખવાની શક્તિ મેળવે. તેમાં પુણ્યાઈ વધે, ત્યારે ગંધની, રૂપની, શબ્દ સાંભળવાની તાકાત મેળવી શકે. તેમાં આગળ-આગળ પુણ્યાઈ વધે, ત્યારે સંજ્ઞા– વિચારની તાકાત મેળવી શકે. .
નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ તે ચારે પ્રકારના છે તે વિચારની તાકાતવાળા છે.
દેવતા–નારકીને પ્રત્યક્ષ ન દેખીએ તે અનુમાનથી માનવા પડે. કેમકે વિચાર કરે?
ક્રિયામાત્રનું ફળ અશુભ હેય તે અશુભ, શુભ હોય તે શુભ માટે જ છે. કુદરતી સિદ્ધાંત છે કે દુનિયાદારી તરફથી શુભાશુભક્રિયાનું શુભાશુભ ફળ મલે કે ન મળે! પણ કુદરતના કાનૂન પ્રમાણે