________________
પુસ્તક ૩વિચારતાં આખા જગતને ધર્મ ઈષ્ટ વસ્તુ લેવી જોઈએ અને તે રીતે અધમ પણ અનિષ્ટ વસ્તુ હોવી જોઈએ.
આવી રીતે ધર્મની ઈચ્છતા જાણ્યા છતાં જેઓને ધર્મના સ્વરૂપનું જ્ઞાન ન હોય તેઓ ધર્મના નામે અધર્મના સંગમાં રાજી થાય. અને અધર્મના નામે ધર્મના સંયોગમાં પણ બેરાજી થાય, તેમાં કેઈપણ પ્રકારે આશ્ચર્ય નથી !
આથી દરેક મનુષ્ય ધર્મના સ્વરૂપને જાણવાની જરૂરીયાત સ્વીકારવી જ જોઈએ. ધર્મનું સ્વરૂપ જાણવા પહેલાં નીચેની વાત સમજવી જરૂરી છે.
૧ કેટલાક મનુષ્ય પુણ્ય કે નિજારૂપ ધર્મને નહિ સમજતા હોવાથી અથવા તો તે ધર્મ કરવામાં અશ્રદ્ધાવાળા કે -આળસુ હેવાથી વસ્તુના સ્વભાવને જ ધર્મ ગણવા તૈયાર થઈ આશ્રવને છેડવા કે સંવરાદિને આદરવા રૂપ ધર્મના મહત્વના સ્વરૂપ તરફ બેદરકાર થાય છે.
પરન્તુ તેઓએ વિચારવું જોઈએ કે જ્યાં ધર્મ એટલે સ્વભાવ અને ધમી એટલે સવભાવવાળો એવા વિભાગ કરીને ધર્મ-ધમી તરીકે પદાર્થો સમજાવવા હોય ત્યાં જ માત્ર તે “વસ્તુ સ્વભાવને ધર્મ કહે તે વ્યાજબી ઠરે.
૨ કેટલાકે તરફથી પોતાની ફરજને ધર્મ તરીકે ગણવામાં આવે છે, અને પુણ્ય કે નિર્જરારૂપ ધર્મથી વિમુખ થવાય છે. પરંતુ કૌટુમ્બિક વ્યવહારને અંગે જે કાર્ય કુટુંબની અપેક્ષાએ કરવું જોઈએ તે કાર્ય જણાવવું હોય ત્યારે જ તે ફરજને ધર્મ તરીકે ઓળખાવી શકાય.
પરંતુ જેમ વસ્તુભાવને ધર્મ કહેતાં પાપને સ્વભાવ દુઃખી કરવાને છે અને ઝેરને સ્વભાવ મારવાનું છે, એમ ગણું કોઈ પણ